ક્યારેય નહિ જોયું હોય આવું સફરજન.. છે દુનિયાનું સૌથી મોંઘુ સફરજન. શું છે તેની ખાસિયત?

આ સૃષ્ટિનું સર્જન ખુબ જ કલાત્મક માનવામાં આવે છે. કેમ કે આ દુનિયામાં એટલી અજીબ અજીબ વસ્તુઓ અને પ્રાકૃતિક રચનાઓ જોવા મળે છે. જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. તો કુદરત દ્વારા આપણને આ દુનિયામાં બધી જ વસ્તુ આપી છે. જેનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો તેના પર નિર્ભર હોય છે. તો આજે અમે એક એવી જ કુદરતી વસ્તુ વિશે તમને આ લેખમાં જણાવશું. જેને લગભગ ખુબ જ ઓછા લોકોએ જોઈ હશે. તો ચાલો જાણીએ શું છે એ અદ્દભુત વસ્તુ.

મિત્રો બધા જ લોકોએ સફરજન તો ખાધું જ હશે. કેમ કે આ ફળ ખુબ જ ફેમસ ફળ છે. જેને આખી દુનિયામાં ખુબ જ સારી રીતે ઓળખવામાં આવે છે. આ ફળના ઘણા બધા ફાયદા છે. આ ફળને એક એવું ફળ માનવામાં આવે છે જે ખુબ જ પોષ્ટિક અને ગુણકારી માનવામાં આવે છે. પરંતુ આ ફળ બધી જ જગ્યા પર નથી થતી. મોટા ભાગે ભારતમાં કાશ્મીર વિસ્તારમાં સફરજનની ખેતી વધારે થાય છે. આપણે મોટા ભાગે સફરજન લાલ કલર પર મેચ થતા હોય તેવા જોયા હોય છે. ત્યાર બાદ ગ્રીન સફરજન પણ આવે છે. તે પણ તમે બધા જ લોકોએ જોયા હશે. પરંતુ આજે અમે તમને બલક એપલ એટલે કે કાળા સફરજન વિશે જણાવશું. જેનો રંગ રીંગણી કલર જેવો હોય છે. આ સફરજન વિશે લગભગ તમે ખુબ જ ઓછું સાંભળ્યું હશે. કેમ કે આ સફરજન ખુબ જ કિંમતી છે. તો ચાલો જાણીએ બ્લેક સફરજન વિશે.

મિત્રો આ કાળા રંગના સફરજનને બ્લેક ડાયમંડ પણ કહેવામાં આવે છે. આ સફરજનની ખેતીના બાગો મોટાભાગે તિબેટની પહાડીઓ જોવા મળે છે. તેને ચાઇનીઝ રેલ ડીલીસિયસના નામથી ઓળખાય છે. તેનો રંગ કાળો અને કાળા રીંગણ જેવો હોય છે. આ સફરજનના રંગ પાછળ તિબેટની ખાસ નાઈંગ ચી ક્ષેત્રની ભૌગોલિક સ્થિતિ છે.

આ સફરજનની ખપત મોટાભાગે ચીનમાં થાય છે. તિબેટ નાઈંગ ચી ક્ષેત્રમાં ચીન વર્ષ 2015 થી તેનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં દિવસ અને રાતના તાપમાનમાં ખુબ જ અંતર હોય છે. કેમ કે દિવસે સફરજનના વૃક્ષને ખુબ જ ભરપુર તડકો મળે છે. જેના કારણે આ સફરજનનો રંગ કાળો અને ઘાટો રીંગણી કલર થઇ જાય છે.

આ બ્લેક ડાયમંડ બીજિંગ, શાંઘાઈ, ગુઆંજો અને શેન્જેનના સુપરમાર્કેટમાં ખુબ જ વહેંચાય છે. આ સફરજનને ખાસ રીતે વહેંચવામાં આવે છે. કેમ કે તેને ગિફ્ટ પેકીંગમાં વધારે વહેંચવામાં આવે છે. તેમાં એક પેકેટમાં 6 થી 8 સફરજન હોય છે. એક સફરજનની કિંમત 50 યુઆન એટલે કે ભારતીય કિંમત 500 રૂપિયા થાય છે. તો આ સફરજનને દુનિયાનું ખુબ જ મોંઘુ સફરજન પણ કહેવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment