જાણો તમારી રાશી માટે ક્યાં કલરનું વાહન ગણાય છે શુભ… રાશી ના આધારે કરો વાહનના કલરની પસંદગી

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 રાશિ દ્વારા જાણો ક્યાં રંગનું લેવું જોઈએ વાહન…. 💁

🚗 મિત્રો આજે અમે જણાવશું કે તમારી રાશિ અનુસાર ક્યાં રંગનું વાહન શુભ હશે. આજકાલ બધા જ લોકો પોતાની સુવિધા અનુસાર વાહન ખરીદતા હોય છે. જ્યોતિષના હિસાબે દરેક વ્યક્તિને દરેક કલર સુટ નથી થતો. તો આજે અમે તમને જણાવશું કે રાશિ અનુસાર ક્યાં રંગનું વાહન હોય છે તમારા માટે શુભ. તો ચાલો જાણીએ કે ક્યાં રાશિના જાતકોએ ક્યાં રંગનું વાહન ખરીદવું જોઈએ.

Image Source :

🚗 મેષ. મેષ રાશિના જાતકો માટે સફેદ, આછો લીલો, ગુલાબી રંગ શુભ માનવામાં આવે છે. એટલા માટે આ રાશિના લોકો આ રંગના જ વાહન ખરીદવા જોઈએ. તેના સિવાય મેષ રાશિના લોકોએ ભૂલથી પણ કાળા રંગનું વાહન ન ખરીદવું જોઈએ.

Image Source :

🚗વૃષભ. વૃષભ રાશિના લોકો માટે આછો ગુલાબી, ક્રીમ, કાળો, સફેદ થતા ઘાટો વાદળી રંગ શુભ માનવામાં આવે છે. એટલા માટે આ રાશિના લોકોએ આ રંગોમાંથી જ કોઈ પણ રંગનું વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે. તેના સિવાય આ રાશિના લોકોએ લાલ રંગનું વાહન ક્યારેય ભૂલથી પણ ન ખરીદવું જોઈએ.

🚗 મિથુન. મિથુન રાશિના જાતકોએ ઘાટા અથવા ચમકદાર, કાળા, ગુલાબી, લાલ, સફેદ જેવા કલર સાથે મળતા રંગના વાહન ખરીદવા જોઈએ. તે તેના માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Image Source :

🚗 કર્ક. કર્ક રાશિના જાતકોએ વાદળી, સફેદ, ઘાટો લીલો, ઓફ વ્હાઈટ કલરના વાહન શુભ માનવામાં આવે છે. એટલા માટે આ રાશિના જાતકોએ આ રંગોના વાહન ખરીદવા જોઈએ. તેના સિવાય આ રાશિના લોકોએ કાળા રંગનું વાહન ક્યારેય પણ ન ખરીદવું જોઈએ.

🚗 સિંહ. સિંહ રાશિનાના લોકો માટે નારંગી, કેસરી, આછો પીળો, પર્પલ અથવા લાલ રંગ શુભ માનવામાં આવે છે. કેમ કે આ રાશિના લોકો સૂર્યથી પ્રભાવિત હોય છે. એટલા માટે આ રાશિના લોકોએ આ રંગના વાહન ખરીદવા ફાયદાકારક રહે છે.

Image Source :

🚗 કન્યા. કન્યા રાશિના લોકો કોઈ પણ રંગનું વાહન ખરીદી શકે છે. પરંતુ આ રાશિના લોકો આછા લીલા અથવા કાળા રંગના વાહન ખરીદે તો ફાયદાકારક રહે છે.

🚗 તુલા. તુલા રાશિના જાતકોએ ઘાટો વાદળી, કોફી રંગ આ રાશિ માટે ખુબ જ શુભ માનવામાં આવે છે એટલા માટે આ રાશિના જાતકો માટે આ રંગના વાહન શુભ માનવામાં આવે છે. તેના સિવાય તે લીલા અથવા કાળા રંગનું વાહન પણ ખરીદી શકે છે.

Image Source :

🚗 વૃશ્વિક. વૃશ્વિક રાશિના લોકોએ પર્પલ, મરુન, બાટલી અથવા ડલ કાળા કલરના વાહન ખરીદવું જોઈએ. પરંતુ મિક્સ કલરવાળા વાહન આ રાશિના જાતકોએ ન ખરીદવું જોઈએ.

🚗 ધનુ. ધનુ રાશિના લોકો માટે ઘાટો વાદળી, પીળો, નારંગી  રંગ શુભ માનવામાં આવે છે. એટલા માટે આ રાશિના લોકોએ આમાંથી કોઈ એક રંગનું જ વાહન ખરીદવું જોઈએ અને રાશિના જાતકોએ કાળા રંગનું વાહન ભૂલથી પણ ન ખરીદવું જોઈએ.

Image Source :

🚗 મકર. મકર રાશિના લોકોએ ભૂરો, ગ્રે, વાદળી અથવા ફિરોજી કલરના વાહન ખરીદવા જોઈએ. આ રાશિના લોકો માટે લાલ કલરનું વાહન દુર્ભાગ્ય લાવી શકે છે. એટલા માટે આ રાશિના લોકોએ લાલ રંગનું વાહન ક્યારેય પણ ન ખરીદવું જોઈએ.

🚗 મિત્રો હવે જાણીએ કુંભ રાશિ વિશે. કુંભ રાશિના જાતકોએ કાળો, વાદળી, રીંગણ થતા લીલા રંગનું વાહન શુભ રહે છે એટલા માટે આ રાશિના લોકો આમાંથી જ કોઈ પણ એક રંગનું વાહન ખરીદવું જોઈએ.

Image Source :

🚗 જે લોકોનું નામ મીન રાશિ પરથી હોય તેણે આછો ગુલાબી તથા આછા વાદળી રંગનું વાહન વધારે શુભ રહે છે  અને લીલા રંગનું વાહન ખરીદવું આ રાશિના જાતકો માટે દુર્ભાગ્યશાળી સાબિત થાય છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment