સુતા પહેલા કરો સુંદરતા સોળેકળાએ ખીલી ઉઠશે… એક જમાનામાં મહારાણીઓ પણ કરતી હતી આ કામ.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

સુતા પહેલા કરો આ કામ. સુંદરતા સોળેકળાએ ખીલી ઉઠશે…એક જમાનામાં મહારાણીઓ પણ કરતી હતી આ કામ. 

આજના સમયમાં લગભગ બધી મહિલાને સુંદર અને આકર્ષક જ દેખાવું પસંદ હોય છે. હાલના સમયમાં ગમે એટલી ત્વચા સુંદર હોય પરંતુ પ્રદુષણના કારણે તેના પર ધ્યાન ન આપવામાં આવે તો કાળી પડી જતી હોય છે. સાથે સાથે અત્યારનું ખાનપાન પણ ખુબ જ આપણી ત્વચા માટે નુકશાનકારક સાબિત થાય છે. એટલા માટે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવા મુદ્દાઓ અને ઉપચારો અને તમારા સ્વાસ્થ્ય સંબંધિત નુસ્ખાઓ. જે તમને સ્વસ્થ અને સુંદર રહેવા માટે મદદરૂપ સાબિત થશે.

આજે અમે જે જાણકારી તમને જણાવશું તે તમને બીજી કોઈ જગ્યાએ જોવા નહિ મળે. એટલા માટે આ આર્ટિકલને અંત જરૂરથી વાંચો.

ઘર, ઓફીસનું કામ અને આખા દિવસની ભાગદોડ પછી જ્યારે સુવાનો મોકો મળે છે ત્યારે દરેક વ્યક્તિ એવું જ વિચારતા હોય કે સીધા પથારી પર જઈને સુઈ જવાનું. પરંતુ જો તમારે તમારી સુંદરતા વધારવી હોય અથવા તો ટકાવી રાખવી હોય તો દરરોજ સુતા પહેલા આ કામ જરૂર કરો. તેનાથી તમને રાહત અપાવશે અને ત્વચાને સુંદર બનાવવા માટે ઉપયોગી થશે. તો ચાલો જાણીએ તે ક્યાં કામો છે.

ઘર, ઓફિસનું કામ અને આખા દિવસની ભાગદોડના કારણે આપણું શરીર તો થાકી જ ગયું હોય પરંતુ આપણી ત્વચા પણ થાકી ગઈ હોય છે.  પરંતુ જો સુતા પહેલા તે ત્વચાને રીફ્રેશ કરવામાં આવે તો તે આપણા માટે ખુબ જ ફયાદાકારક સાબિત થાય છે.

પહેલું છે સુતા પહેલા ચહેરા ઉપર રહેલ મેકઅપ લગાવેલો હોય એ સારી રીતે પૂર્ણ કાઢી નાખવો જોઈએ. જો તમે મેકઅપ નહી કાઢો તો તમારી ત્વચા શ્વાસ નહિ લઇ શકે અને તમારા ચહેરા ઉપર દાગ અને ખીલ નીકળશે. એટલા માટે હંમેશા સુતા પહેલા બધી જ પ્રકારના મેકપને ચેહરા પરથી ધોઈને સુવું જોઈએ. જુના જમાનામાં મહારાણીઓ પણ પોતાનો શૃંગાર દૂધ અને ગુલાબજળથી સાફ કરીને પછી જ શયન કરતી.

બીજું કાર્ય છે કે સુતા પહેલા જરૂર સ્નાન કરવું જોઈએ. દિવસભરનો થાક ઉતારવો હોય તો જરૂરથી સ્નાન કરવું જોઈએ. સ્નાન કરવથી ત્વચા અને શરીર પર રહેલ ગંદકી દુર થશે અને ત્વચા બરાબર શ્વાસ લઇ શકશે. જો થઇ શકે તો સ્નાનના પાણીમાં એક ચમચી મધ અને અડધો ગ્લાસ દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ. જે તમારી ત્વચાને મુલાયમ કરશે. આ રીત પુરાના જમાનાથી ચાલતી આવે છે. જુના જમાંનાઓમાં રાણીઓને તેની દાસીઓ સ્નાન કરાવીને જ સુવા માટે તૈયાર કરતી હતી.

તેનાથી તમે વધારે તાજગી અનુભવશો અથવા તમારા પસંદગી વાળા બોડીવોશથી ન્હાવું જોઈએ. જો ઠંડીની ઋતુમાં જો રાત્રે સ્નાન ન કરી શકો તો ગરમ પાણીમાં ટુવાલ ડુબાડી એ ટુવાલથી આખું શરીર લુછી લેવું.  તેનાથી આખું શરીર રીલેક્સ થઇ જશે અને તરોતાજા મહેસુસ થશે. 

જો તમે આ ઉપાય કરશો તો તમને રાત્રે ઊંઘ પણ ખુબ જ સારી આવી જશે અને સવારે પણ ફ્રેશ મુડ સાથે ઉઠશો. માત્ર આટલું જ કરવામાં આવે તો ક્યારેય સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ ન કરવો પડે. તો જણાવો આ ટીપ્સ કેવી લાગી અને કોમેન્ટ કરો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

 

 

Leave a Comment