દરરોજ આ ધાતુના વાસણમાં બનાવેલ ભોજન શરીર માટે બની જાય છે અમૃત સમાન, શ્વાસ અને ચામડીને લગતી બીમારીઓ કરી દેશે કાયમી ગાયબ…

પ્રાચીન સમયથી જ જમવાનું બનાવવાની વાત આવે કે જમવાની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી હોય છે. મુખ્ય રૂપથી ભોજન બનાવતી વખતે વાસણોને યોગ્ય રીતે પરીક્ષણ કરીને જ ભોજન બનાવવામાં આવતું હતું, જેનાથી આપણા શરીરને કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થાય નહીં. ઘણા બધા વાસણ એવા છે જેમાં ભોજન બનાવવાથી આપણા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડી શકે છે. જેમ કે નોન-સ્ટિક વાસણો અને એલ્યુમિનિયમના વાસણ.

ત્યાં જ એક્સપર્ટ જણાવે છે કે અમુક ધાતુથી બનેલા વાસણમાં ભોજન ખાવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો મળી શકે છે. કારણ કે તે વાસણમાં ઉપસ્થિત પોષકતત્વો તેમાં બનેલ ભોજનની સાથે સીધો શરીરમાં પ્રવેશ કરે છે. જે શરીરને સ્વસ્થ્ય બનાવે છે. એવી ધાતુઓમાંથી એક છે પિત્તળના વાસણ. પિત્તળના વાસણમાં બનાવેલું ભોજન આપણા સ્વાસ્થ્યને ઘણા બધા પ્રકારના ફાયદા પહોંચાડી શકે છે. પિત્તળના વાસણમાં બનેલું ભોજન લેવાથી થાય છે ઘણા બધા ફાયદા જાણીએ તેના વિશે.

1) બ્લડ કાઉન્ટ વધારે છે : જૂના સમયમાં પિત્તળના વાસણોમાં ભોજન બનાવવાનું ચલણ હતું. પહેલાના સમયમાં લોકો પિત્તળના વાસણોમાં ભોજન બનાવતા હતા અને તેનું સેવન કરતા હતા જેનો સીધો સંબંધ સીધો તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો હતો. પિતળના વાસણમાં બનેલું ભોજન ઘણા બધા પોષક તત્વોથી યુક્ત હોય તે આપણા શરીરને ઊર્જા પ્રદાન કરવામાં ખૂબ જ મદદ કરે છે કે પિત્તળના વાસણોમાં બનેલું ભોજન સેવન કરવાથી વધુ માત્રામાં ઝીંક ઉપસ્થિત હોય છે. જે આપણા શરીરના બ્લડ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. વાસણમાં બનેલું ભોજન આપણા બ્લડને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે.

2) તેમાં બનેલું ભોજન સ્વાદથી ભરપૂર હોય છે : જ્યારે આપણે પિત્તળના વાસણોમાં ભોજન બનાવીએ છીએ ત્યારે તેમાંથી નેચરલ પ્રકારનું તેલ નીકળે છે તેના કારણે આપણું ભોજન પ્રાકૃતિક રૂપથી સ્વાદથી ભરપૂર બની જાય છે. આ વાસણમાં બનેલું ભોજન સ્વાદથી ભરપૂર અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. કારણ કે તેમા રહેલા દરેક તત્વો ભોજનની સાથે આપણા શરીરમાં પ્રવેશ કરે છે.

3) શરીરની રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ બનાવે છે : જો તમે પીતળના ગ્લાસમાં આખી રાત પાણી ભરીને રાખો અને સવારે તેને ખાલી પેટે જ પીવો છો. ત્યારે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે આ પાણીનું સેવન કરવાથી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. આવી રીતે જ્યારે પિત્તળના વાસણમાં બનેલું ભોજન ખાવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

4) શ્વસનતંત્રને મજબૂત બનાવે છે : જ્યારે તમે પિત્તળના વાસણમાં બનેલા ભોજનનું સેવન કરો છો. ત્યારે તમારા શ્વશન તંત્રને સારી રીતે રાખવામાં મદદ મળે છે. આ પ્રકારના ભોજનથી શ્વાસની બીમારીઓમાં થોડી રાહત મળે છે અને તેનું ભોજન આપણા શરીર માટે લાભદાયક હોય છે.

5) ત્વચા માટે લાભકારક : એક્સપર્ટ જણાવે છે કે પિત્તળના વાસણોમાં ભોજન બનાવવાથી અને તેનું સેવન કરવાથી તેમાંથી નીકળતું મિલેનિયમ તત્વ આપણી ત્વચાને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરે છે. તેનાથી આપણી ત્વચા ખૂબ જ સુંદર બને છે અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે વાસણોમાં ભોજન બનાવો અને તેનું સેવન કરો તેનાથી કોઇ સાઇડ ઇફેક્ટ ન થાય.

આ વાતોનું ખાસ રાખો ધ્યાન : ડાયટ એક્સપર્ટ જણાવે છે કે જો તમે પિત્તળના વાસણોમાં ભોજન બનાવો છો તમારી અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ ન થાય. આ બધામાં મુખ્ય વાત એ છે કે આ વાસણોની ક્વોલિટી ખૂબ જ સારી હોવી જોઈએ.

ક્યારેય પણ આવા વાસણોમાં એસીડીક ફૂડ બનાવો નહિ જેમ કે લીંબુ ટામેટાં અથવા કોઈપણ એવું ભોજન જેને બનાવવામાં ખાટા તત્વ અને એસિડ ઉપસ્થિત થાય. કારણ કે તેનું સેવન કરવાથી શરીરમાં હાનિકારક તત્વો પ્રવેશી શકે છે. પિત્તળના વાસણ સમયની સાથે ઓક્સિજનથી પ્રક્રિયા થઈને કાળા પડવા લાગે છે. તેથી એવા પિત્તળના વાસણોમાં ભોજન ન બનાવવું જોઈએ જે ઓક્સિડાઇસ થઈ ગયા હોય અને તેનો પ્રભાવ ઓછો થઈ ગયો હોય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment