બોલીવુડના સ્ટાર બની રહ્યા છે કેન્સરનો શિકાર… કેન્સર થવા પાછળ જવાબદાર છે તેમની આ વસ્તુ

બોલીવુડના સ્ટાર બની રહ્યા છે કે કેન્સરનો શિકાર… કેવી છે તેની જીવનશૈલી…જાણો તેનું કારણ…

મિત્રો બોલીવુડ સ્ટાર સામાન્ય રીતે ખુબ જ હેલ્ધી લાઈફ જીવતા હોય છે. તેમ છતાં પણ તમે પાછલા કેટલાક વર્ષોથી જોયું હશે કે એક પછી એક બોલીવુડ સ્ટાર કેન્સરનો શિકાર બની રહ્યા છે. લગભગ 2 વર્ષથી બોલીવુડ સ્ટારને કેન્સર થવાની ખુબ ચર્ચાઓ સામે આવી છે. કેન્સરે કોઈ ગુપચુપ બીમારીની જેમ હુમલો કર્યો છે અને ઘણા બોલીવુડ સ્ટારને પોતાની ઝપેટમાં લઇ લીધા છે. કેન્સરના લીસ્ટમાં ઘણા બોલીવુડ સિતારાઓનો સમાવેશ થાય છે.

સવાલ એ થાય કે આખરે શા માટે એક પછી એક બોલીવુડ સ્ટાર કેન્સરનો શિકાર બની રહ્યા છે. શું તેમના ખાનપાનમાં કોઈ કમી છે ? શું છે તેનું કોમન કારણ ? તો આજે અમે તમને જણાવશું કે શા માટે બોલીવુડ સ્ટાર કેન્સરનો શિકાર થઇ રહ્યા છે અને તેની પાછળનું મુખ્ય જવાબદાર કારણ.

કારણ જાણતા પહેલા એક નજર તે સિતારાઓ પર નાખી લઈએ જે કેન્સરનો શિકાર બની ચુક્યા છે. વર્ષ 2017 માં વિનોદ ખન્નાની એક ખુબ કમજોર ફોટો સામે આવી ત્યારે ખબર પડી કે વિનોદ ખન્નાને કેન્સર છે. માત્ર ચાર મહિનાની અંદર વિનોદ ખન્ના કેન્સર સાથે લડાતી જંગમાં હારી ગયા અને તેમનું નિધન થઇ ગયુ.

ત્યાર બાદ વર્ષ 2018ની શરૂઆતમાં આવો જ કંઈક કેન્સરનો જટકો અભિનેતા ઈરફાન ખાનને પણ લાગ્યો. તે પોતાની ફિલ્મ બ્લેક મેઈલને પ્રમોટ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને કેન્સર થવાની જાણ થઇ. ત્યાર બાદ તરત જ તેઓ બોલીવુડને છોડીને ઈલાજ માટે લંડન રવાના થઇ ગયા. ત્યાર બાદ (Colon infection) ની લાંબી બીમારી બાદ 29 એપ્રિલ 2020 મુંબઈ ની કોકિલાબેન હોસ્પિટલમાં તેમનું નિધન થયું. 

વર્ષ 2018 માં જ સોનાલી બેન્દ્રેને કેન્સર થવાની જાણ થઇ. સોનાલી પણ તરત જ ઈલાજ માટે વિદેશ પહોંચી ગઈ. આયુષ્માન ખુરાનાની પત્ની કાયરા કશ્યપ પણ કેન્સરની બીમારી સામે લડી રહી છે. તો વર્ષ 2015 માં કેન્સરના કારણે મ્યુઝીસિયન આદેશ શ્રીવાસ્તવ મૃત્યુ પામ્યા હતા. એટલું જ નહિ પરંતુ સુપર સ્ટાર રાજેશ ખન્નાના મૃત્યુનું કારણ પણ કેન્સર જ હતુ. આ વર્ષની શરૂઆતમાં ઋષિ કપૂરને પણ કેન્સર થયું છે એવી આશંકાઓ સામે આવી રહી છે.

સવાલ એ છે કે ભારતમાં સૌથી હેલ્દી અને હાઈજેનીક જીવન જીવતા બોલીવુડ સ્ટારમાં કેન્સરના બીજ કંઈ રીતે આવી રહ્યા છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે બોલીવુડમાં કેન્સરનું એક મુખ્ય કારણ રેડ મીટનો વધુ પડતા ઉપયોગને કારણે. રેડ મીટનો મતલબ છે કે તેવું માંસ કે જે ભેંસ, બકરી, બકરા કે સફેદ સુવર પાસેથી મળતું હોય.

સામાન્ય રીતે રેડ મીટ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ખુબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે. પરંતુ હાલમાં જ એક મેડીકલ રિસર્ચે રેડ મીટથી થતા કેન્સરનો ખુલાસો કર્યો છે. એક રીપોર્ટમાં એવું સામે આવ્યું છે કે રેડ મીટમાં NUE5GC નામના સુગર મોલીગ્યુન હોય છે જેને સામાન્ય વ્યક્તિ પચાવી નથી શકતા.

WHO એ પોતાના એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે રેડ મીટના સેવનથી કોલોરેક્ટલ કેન્સર થવાનું ભારે જોખમ રહે છે. કોલોરેક્ટલ કેન્સર પેટથી શરૂ થાય છે અને ત્યાર બાદ શરીરના કોઈ પણ ભાગમાં પહોંચી શકે છે. હવે તમને એવો વિચાર આવશે કે રેડ મીટ સાથે આ તથ્યો જોડાયેલા છે તેમ છતાં પણ બોલીવુડના અમુક સ્ટાર રેડ મીટના દીવાના કેમ છે. તો તેનું કારણ પણ જણાવી દઈએ.

મિત્રો રેડ મીટ ચહેરાનો ગ્લો ખુબ જ વધારે છે. તેના સેવનથી ચહેરામા એક અલગ જ લાલીમાં આવે છે અને ચહેરો એકદમ સુંદર રહે છે. અને બોલીવુડમાં લાંબો સમય સુધી કામ મેળવવા માટે ચહેરાની સુંદરતા જાળવી રાખવી ખુબ જ જરૂરી બની જાય છે. તેથી રેડ મીટ ઘણા બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓની રેગ્યુલર ડાઈટનો એક ભાગ બની ગયું છે અને તમને જણાવી દઈએ કે 40 વર્ષ બાદ રેડ મીટનું સેવન કેન્સર માટે સૌથી ખતરનાક સાબિત થઇ શકે છે.

આ જ કારણ છે કે બોલીવુડ સ્ટાર કેન્સરનો ભોગ બની રહ્યા છે. આ વાતની જાણ થતા ઘણા બોલીવુડ સ્ટારે રેડ મીટનું સેવન કરવાનું બંધ પણ કરી દીધું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment