મિત્રો તમે બટેટાનો ઉપયોગ પોતાના રોજીંદા ખોરાકમાં કરતા હશો. જો કે બટેટા એ અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. પણ આજે અમે તમને આ લેખમાં બટેટા નો ઉપયોગ પોતાની સ્કીન ની બ્યુટી માટે કેવી રીતે કરી શકાય છે તેના વિશે માહિતી આપીશું. બટેટા એ એક હેલ્દી ખોરાક હોવાની સાથે તમારી સુંદરતામાં વધારો કરવાનું કામ પણ કરે છે.
સ્કિનથી જોડાયેલી સમસ્યાઓ સરખી કરવા માટે આપણે અલગ-અલગ પ્રકારના હોમ રેમેડિઝ ટ્રાઈ કરીએ છીએ. વાત જ્યારે સ્કીન બ્યુટીની હોય, તો તેમાં બટેટાના રસની પણ મહત્વની ભૂમિકા હોય છે. આ શાક એટલું સામાન્ય છે કે દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે. તેને સ્કીન કેરમાં ઉપયોગ કરવો પણ સરળ હોય છે. બટેટાના રસથી જો આપણે ચહેરા પર મસાજ કરીએ તો, તેનાથી ત્વચાના કાળા ડાઘ સાફ થઈ જાય છે. એટલું જ નહીં, બટેટાના રસમાં ઇંડાનો સફેદ ભાગ મિક્સ કરીને જો ચહેરા પર લગાડવામાં આવે તો, તેનાથી સ્કીન પોર્સ સારા બને છે અને તમે જુવાન દેખાઓ છો. આવો જાણીએ તેના ઉપયોગની રીત. આમ તમને બટેટા દ્વારા ચહેરાની સુંદરતામાં વધારો કરી શકો છો.
બટેટાણા રસનો સ્કીન કેરમાં ઉપયોગ:-
ત્વચાને બેદાઘ નિખાર આપે છે:- જો તમારા ચહેરા પર ડાઘ-ધબ્બા થઈ ગયા હોય તો, તમે અડધા બટેટાની પીસીને તેનો રસ કાઢો અને તેમાં બે ચમચી દૂધ મિક્સ કરો. આ મિશ્રણને કોટનની મદદથી તમારા ચહેરા અને ગરદન પર લગાડો. અડધા કલાક પછી ચહેરાને પાણીથી સાફ કરી લેવો. જો તમે અઠવાડિયામાં બે વખત તેનો ઉપયોગ કરો છો તો, તમારા ચહેરા પરથી ડાઘ-ધબ્બા ઓછા થાય છે અને ચહેરો જવાન દેખાય છે.કરચલી દૂર કરે છે:- જો તમારા ચહેરા પર ઉંમર પહેલા જ કરચલીઓ દેખાય છે તો તમે તેને દુર કરવા માટે બટેટાનો ઉપયોગ કરી શકો છો. જો તમારા ચહેરાની સ્કીન કરચલી વાળી થઈ ગયી હોય, તો તેને દૂર કરવા માટે તમે બટેટાને પીસીને તેનો રસ દરરોજ 20 મિનિટ સુધી ચહેરા પર લગાડીને રાખો. તેનાથી કરચલી દૂર થશે અને સાથે જ ડાર્ક સ્પોટ્સ પણ દૂર થવા લાગે છે.
કાળા ડાઘ દૂર કરવા માટે:- તમારા ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા માટે પણ તમે બટેટાના રસનો ઉપયોગ કરી શકો છો. બટેટાનો રસ ચહેરા પર લગાડીને તમે આ કાળા ડાઘ દૂર કરી શકો છો.બટેટા અને લીંબુનો રસ:- એક વાટકીમાં બરોબર માત્રામાં બટેટાનો રસ અને લીંબુનો રસ કાઢો અને તેને મિક્સ કરીને કોટનની મદદથી સ્કીન પર લગાડો. 20 મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. લીંબુના રસમાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. જે ત્વચા માટે સૌથી સારા વિટામીનો માંથી એક ગણવામાં આવે હે. તેને તમે અઠવાડિયામાં 3 વખત ચહેરા પર લગાડી શકો છો.
બટેટાનો રસ અને મુલતાની માટી ફેસ પેક:- મુલતાની માટી અને બટેટાના રસમાં ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાડો. જ્યારે તે સુકાઈ જાય તો ચહેરો સરખી રીતે સાફ કરી લેવો. તેનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરી શકાય છે. જો તમે પિંપલ્સથી પરેશાન રહેતા હોય તો, તેમાં એક ચપટી હળદર મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.
ટોનરના રૂપમાં લીંબુનો રસ:- મીડિયમ સાઇઝનું એક બટેટૂ લો અને તેનો રસ કાઢી લો. હવે તેમાં એક કપ પાણી મિક્સ કરીને તેને સ્પ્રે બોટલમાં રાખો. બટેટાના રસને તમે ટોનરની જેમ ઉપયોગમાં લઈ શકો છો. તેને ફ્રીજમાં સ્ટોર કરવું પરંતુ, 2 થી 3 દિવસથી વધુ તેને સ્ટોર ન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી