મિત્રો જયારે પણ તમે ગરોળી જોવો છો તો તમારા મનમાં એક પ્રકારનો અનુભવ થાય છે. જો કે જયારે કોઈ મહિલા ગરોળીને જોવે છે ત્યારે તે સ્વાભાવિક રીતે ડરવા લાગે છે. અને ચીસો પાડીને બીજાને પણ પરેશાન કરી મુકે છે. પણ આ ગરોળીથી ડરવાને બદલે તેને દુર કરવાના કેટલાક ઉપાયો તમે અજમાવી શકો છો. આ ઉપરાંત ઘરમાં ગરોળી હોય તો તમારે ખાવાપીવાની વસ્તુઓનું પણ વિશેષ ધ્યાન રાખવું પડે છે. ભોજનને હંમેશા ઢાંકીને રાખવું પડે છે. આજે આપણે આ લેખમાં ગરોળી માટેના પાંચ ઉપાયો વિશે જાણીશું.
ગરોળી નામ સાંભળતા જ અમુક લોકોને અજીબ અનુભવ થવા લાગે છે. ઘરની સફાઈ એક એવું કામ છે, જેમાં દરરોજ સારો એવો સમય લાગી જતો હોય છે. ઘરને ચમકાવવા છતાં પણ જીવાત-કીટાણુ સહિત ગરોળીની સમસ્યા ખાસ કરીને ગરમીમાં વધી જતી હોય છે. ઘરે ગરોળી હોવાથી કીટાણુ-જીવાત ઓછી થાય છે પરંતુ, ખાવા-પીવાની વસ્તુઓ પર ગરોળીનું જોખમ બની રહે છે. જો તમે પણ ઘરમાં જમીનથી લઈને દીવાલ પર રહેલી ગરોળીથી પરેશાન છો તો, અમે તમને જણાવી રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપાય જેની મદદથી તમે તમારા ઘરમાં ગરોળીની એન્ટ્રી પર રોક લગાવી શકો છો.
ઇંડાની છાલ:- ગરોળીને ઘરમાંથી દુર રાખવા માટે તમે ઈંડાની છાલનો ઉપયોગ કરી શકો છો. સંડે હો ય મંડે રોજ ખાઓ અંડે, પરંતુ ઈંડા ખાધા પછી તેની છાલનો ઉપયોગ તમે ગરોળીને ઘરમાંથી દૂર કરવા માટે કરી શકો છો. તમારે બસ આ ઇંડાની છાલને ઘરમાં એ જગ્યાએ રાખવાના છે જ્યાં ગરોળી આવતી હોય.
કોફી પાવડર:- કોફીના પાવડર દ્વારા પણ તમે ઘરમાંથી ગરોળીને દુર કરી શકો છો. કોફી પાવડરમાં થોડો કાથો મિક્સ કરીને તેનો ઘટ્ટ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટની નાની નાની ગોળી બનાવીને ઘરમાં એ જગ્યા પર રાખવી જ્યાંથી ગરોળી અંદર આવતી હોય. બધી જ ગરોળી ગાયબ થઈ જશે. નેપ્થલીનની ગોળી:- નેપ્થેલીનની ગોળી પણ ગરોળીને ભગાડવામાં અસરકારક સાબિત થાય છે. તમે આ ગોળીઓને ઘરે અલગ-અલગ જગ્યાએ રાખી લો. તેને વોર્ડરોબમાં પણ રાખી શકો છો. આ ગોળીને રાખતા જ ગરોળીની એન્ટ્રી બંધ થઈ જાય છે.
મરચું:- મરચા દ્વારા પણ તમે ગરોળીને દુર કરી શકો છો. ગરોળી અને જીવાત-કીટાણુને ઘરેથી ભગાડવા માટે લાલ અને કાળા મરચાનો ઝીણો પાવડર બનાવી લેવો. તેને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો અને ઘરના દરેક ખૂણામાં છાંટી લો.
લસણ:- ઘરમાં રહેલ ગરોળીને બહાર કાઢવા માટે તમે લસણનો ઉપયોગ કરી શકો છો. લસણની ગંધ ખૂબ તેજ હોય છે. તે જીવાત-કીટાણુ અને ગરોળીને દૂર ભગાડવામાં અસરકારક સાબિત થાય છે. તમે લસણની કળીને ફોલિને ઘરના દરવાજા તેમ જ બારી પર રાખી શકો છો. આમ આ પ્રકારના ઉપાયો અજમાવીને તમે ગરોળીને તેમ જ જીવાત-કીટાણુને ઘરમાંથી દૂર ભગાડી શકો છો. આવા ઘરેલુ ઉપાયોની મદદથી ઘરમાં ગરોળીની એન્ટ્રી અટકાવી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી