આજના સમયમાં લગભગ મોટાભાગના લોકોને સાંધાની તકલીફ જોવા મળતી હોય છે. સાંધામાં થતા સોજાને કારણે તેનું શરીર દુખાવા લાગે છે. જો કે સાંધાનો દુખાવો એ અનેક રીતે થઇ શકે છે. આ માટે તમારે થોડી કાળજી રાખવાની જરૂર છે. જો તમે તેના પ્રત્યે થોડા સજાગ થઇ જશો તમારી સાંધા દુખાવાની તકલીફ ઘણી હદે ઓછી થઇ શકે છે.
સંધિવા હાડકાંથી જોડાયેલી બીમારી છે. તેનો મતલબ હોય છે કે, સાંધામાં સોજો પરંતુ આ શબ્દનો પ્રયોગ સાંધાને અસર કરતી લગભગ 200 સ્થિતિઑનું વર્ણન કરવા માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે આ બીમારી 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં સામાન્ય ગણાય છે, પરંતુ બાળકો સહિત બધી જ ઉંમરના લોકોને અસર કરી શકે છે.
એનસીબીઆઇના 2019ના એક રિપોર્ટ મુજબ, 1990 દરમિયાન ભારતના લગભગ 23.46 કરોડ વ્યક્તિઓ આ સમસ્યાથી પીડિત હતા. જેમની સંખ્યા 2019માં વધીને 62.35 કરોડ થઈ ગયી હતી.જોકે, આ બીમારીનો ઈલાજ લગભગ અસંભવ છે. પરંતુ તેને લાંબા સમય સુધી ઉપચાર કર્યા સિવાય રહેવા દેવાથી પથરી અને ગાઉટની સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે. એવામાં તમે તમારી જીવનશૈલી અને આહારમાં બદલાવ કરીને સંધિવાના લક્ષણો સાંધમાં સોજો, દુખાવો વગેરે ઓછું કરી શકો કે મટાડી શકો છો.
સંધિવામાં પ્રોટીનયુક્ત આહારનું કરવું સેવન:- અર્થરાઇટીસ ઓર્ગેનાઇઝેશન મુજબ, સંધિવા સંબંધિત સાંધાના દુખાવા વાળા લોકોને વધારે પ્રોટીન ખાવાની સલાહ આપવામાં આવતી નથી. પરંતુ પોતાના આહારમાં અમુક પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થો સમાવિષ્ટ કરીને સંધિવાના લક્ષણો મટાડી શકાય છે. મુખ્યરૂપથી તે લક્ષણો જે તમારી શારીરિક ગતિવિધિઓ કરતાં અટકાવે છે. પોતાના આહારમાં ઈંડા, તાજા ફળોની સાથે પ્રોટીન સ્મૂદી, અને જાંબુડા સહિત પ્રોટીનના સ્ત્રોતને સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરવો.સંધિવામાં ફાયદાકારક હોય છે નટ્સ:- નટ્સ એ અનેક રીતે પ્રોટીન યુક્ત આહાર છે તેના સેવનથી તમારા શરીરમાં પ્રોટીનની કમીને દુર કરી શકાય છે. અમેરિકાના એક અધ્યયન મુજબ, જણાવવામાં આવ્યું છે કે, નટ્સ અથવા સૂકા મેવા ખાવાથી શરીરમાં સોજાની સમસ્યા મટાડી શકાય છે. વાસ્તવમાં, મેવા અસંતૃપ્ત વસાનો સારો સ્ત્રોત હોય છે. આ વસામાં એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે. એવામાં જો તમને સંધિવા હોય તો, તમે પોતાના દિવસની શરૂઆત નટ્સના સેવનથી કરી શકો છો.
સંધિવાના ઘરેલુ ઉપચાર માટે નાસ્તામાં સમાવિષ્ટ કરો રંગીન ફળ:- ફળ એ પણ પ્રોટીન યુક્ત આહાર છે તેના સેવનથી શરીરમાં પ્રોટીનની જે કમી હોય છે તે પૂરી થઇ જાય છે. પોતાના નાસ્તામાં ફળોને સમાવિષ્ટ કરીને તમને સંધિવાને મેનેજ કરવામાં મદદ મળી શકે છે. ફળોથી તમને એંટીઓક્સિડેંટ અને સોજા મટાડવામાં મદદ કરવા માટે વિટામિન મળે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, વિટામિન સી ખાદ્ય પદાર્થ રૂમેટોઈડ સંધિવાથી જોડાયેલ દુખાવો ઓછો કરવામાં અસરકારક હોય છે.હેલ્થી ફૈટથી ઓછા થાય છે સંધિવાના લક્ષણો:- હેલ્થી ફૈટમાં મોનોઅનસેચૂરેટેડ અને પોલિઅનસેચૂરેટેડ ફૈટ સમાવિષ્ટ હોય છે. વિશેષ રૂપથી ઓમેગા-3 ફૈટીનું સેવન સંધિવાના લક્ષણો સોજા અને નાજુક સાંધાની સંખ્યા ઓછી કરી શકે છે. હેલ્થી ફૈટને પોતાના આહારનો ભાગ બનાવવા માટે તમે ગ્લુટેન-ફ્રી ટોસ્ટ, એવોકાડો, ઈંડા, અખરોટનું સેવન કરી શકો છો.
સંધિવાના દર્દીઓ નાસ્તામાં સમાવિષ્ટ કરો શાકભાજી:- શાકભાજી માંથી તમને પુરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. તેના સેવન તમારું શરીર પણ તંદુરસ્ત રહે છે. શાકભાજી કોઈ પણ આહારનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. માટે સંધિવાના દર્દીઓએ પોતાના નાસ્તાની આદતોમાં શાકભાજી સમાવિષ્ટ કરવી જોઈએ. એવામાં એવી શાકભાજી પસંદ કરવી જે ફાઈબરમાં ઉચ્ચ હોય, તેને ખાવાથી સોજો મટાડવામાં મદદ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી