મિત્રો તમારામાંથી ઘણા લોકોને આંબળાનું સેવન કરવું બહુ ગમતું હશે. આમ પણ આ શિયાળાના દિવસોમાં આંબળા માર્કેટમાં ખુબ જ જોવા મળે છે. લીલા ચટાક દેખાતા આંબળા જોતા જ મો માં પાણી આવી જાય છે. જો કે આંબળાનો સ્વાદ થોડો કસીલો હોય છે. પણ જો તેનું અમુક વસ્તુઓ ઉમેરીને સેવન કરો છો મજા આવે છે. પણ કાચા આંબળા ખાવાના પણ અનેક ફાયદાઓ છે.
આંબળામાં વિટામીન સી, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ, પોટેશિયમ, આયરન, ફ્લેવોનોઇડસ અને એન્થો સાઈનીન જેવા પોષક તત્વો મળે છે. આંબળાનું સેવન તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે તમારું પાચન તંત્ર મજબુત બને છે. અને જો તમારી આંખની રોશની કમજોર છે તો ખાલી પેટ કાચા આંબળા ખાવાથી આંખની રોશની વધે છે. આ સિવાય વાળમાં ચમક આવે છે. કબજિયાત અને દસ્તમાં પણ આરામ મળે છે. આંબળાનું સેવન ઘણી રીતે કરી શકાય છે. આ સિવાય આખી રાત આંબળાને પલાળીને ઉકાળીને પણ સેવન કરી શકાય છે. ચાલો તો જાણીએ ખાલી પેટ આંબળા ખાવાના ફાયદાઓ.
1) ઈમ્યુનીટી સીસ્ટમ મજબુત બનાવે છે : જો તમે ખાલી પેટ આંબળાનું સેવન કરો છો તો તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે. તેમાં વિટામીન સી ભરપુર માત્રામાં રહેલ છે. સાથે જ આંબળા પ્રાકૃતિક લેગ્જેટીવનું કામ કરે છે. અને શરીરમાંથી ટોકસીન્સ બહાર કાઢે છે. જયારે ખાલી પેટ કાચા આંબળા અથવા તો તેનું જ્યુસ પીવાથી ઘણા ફાયદાઓ મળે છે. તેમજ તે શરીરના ફંગલ ઇન્ફેકશન અને બેકટેરિયા સામે લડવાનું કામ કરે છે.
2) પાચનતંત્રને મજબુત બનાવે છે : તમને જણાવી દઈએ કે આંબળામાં પ્રચુર માત્રામાં ફાઈબર હોવાથી તે તમારા અપચન તંત્ર માટે ખુબ સારા માનવામાં આવે છે. તે પાચનતંત્રની સમસ્યા ઠીક કરીને પેટની સમસ્યાઓ દુર કરવાનું કામ કરે છે. આંબળાનું ખાલી પેટ દરરોજ સેવન કરવાથી પાચન ક્રિયામાં સુધાર થાય છે. તેના સેવનથી કબજીયાત અને એસીડીટી પણ આરામ મળે છે.
3) હાડકાઓને મજબુત બનાવે છે : જેમ અગાઉ વાત કરી એમ આંબળામાં કેલ્શિયમ પણ વધુ હોવાથી તેના સેવનથી તમારા હાડકાઓ મજબુત બને છે. સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. આંબળામાં પોટેશિયમની માત્રા પણ સારી હોય છે આથી તે શરીરની માંસપેશીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
4) ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે : વાળને કાળા, મજબુત અને ચમકદાર બનાવવા માટે આંબળા ખુબ જ ગુણકારી છે. ખાલી પેટ આંબળા ખાવાથી અથવા તો આંબળાના પાણીથી વાળ ધોવાથી વાળ ચમકદાર બને છે. આંબળામાં રહેલ એન્ટી ઓક્સીડેંટ તમારી ત્વચા પરના ડાઘ, નિશાન દુર કરવામાં મદદ કરે છે. આમ ત્વચા સુંદર દેખાય છે. આ માટે તમે આંબળાની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકો છો.
5) ડાયાબીટીસ અને હાઈ બ્લડપ્રેશર માટે ફાયદાકારક છે : આંબળામાં ક્રોમિયમ નામનું સારું એવું સ્ત્રોત રહેલ છે. આંબળા શરીરમાં બ્લડ શુગર લેવલ ઓછુ કરે છે આમ તે ડાયાબીટીસને પણ કંટ્રોલમાં રાખી શકે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારે આંબળાનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
કાચા આંબળાનો ઉપયોગ : 1) આંબળાને રાત્રે પલાળીને મૂકી દો, એક કપ પાણીમાં એક આંબળાને પલાળો અને સવારે ખાલી પેટ આંબળાનું પાણી પી લો.
2)-> આ સિવાય તમે આંબળાને પાણીમાં ઉકાળીને પણ પી શકો છો.બાફેલા આંબળા ખાઈ શકો છો. 3)-> આંબળાનો મુરબ્બો બનાવો અને તેનું સેવન કરો. પણ ડાયાબીટીસના દર્દીએ આ મુરબ્બો ડોક્ટરની સલાહથી ખાવો જોઈએ. 4)-> તમે ખાલી પેટ આંબળાને કાળા મીઠા સાથે ખાઈ શકો છો. 5)-> ખાલી પેટ આંબળાનું ચૂર્ણ, ગરમ પાણી અને મધનું સેવન કરી શકાય છે.
આંબળાથી સાવધાની : આંબળાનું સેવન સીમિત માત્રામાં કરવું. જો તમે આંબળા અને આદુનું સેવન એકસાથે કરો છો તો લીવરની તકલીફ થઇ શકે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશર અને કિડનીની સમસ્યા છે તો આંબળા ઓછા ખાવા જોઈએ. વધુ આંબળાથી એસીડીટી કબજિયાતની તકલીફ થાય છે. વધુ આંબળાથી યુરીનમાં જલન થઇ શકે છે. આથી દરરોજ એક આંબળાનું સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી