મિત્રો તમે જાણો છો કે દિવાળીના તહેવાર હવે નજીક છે. અને તહેવાર હોવાથી આપણી ખરીદી પણ વધી જાય છે. અને આમ ખર્ચ વધુ થાય છે. જેને કારણે આપણે જે સેવિંગ કરતા હોઈએ છીએ તેમાં કાપ મુકવો પડે છે. પણ જો તમે ઓછા પૈસાના રોકાણ દ્વારા વધુ નફો મેળવવા માંગતા હો તો તમે એવી સ્કીમમાં પોતાના પૈસા રોકી શકો છો. જેમાંથી તમે સારું એવું રીટર્ન મળી રહે. આજે અમે તમારા માટે એવી જ એક સ્કીમ વિશે માહિતી લઈએ આવ્યા છીએ. જેમાં તમારે માત્ર 100 રૂપિયાથી પોતાનું રોકાણ શરુ કરવાનું છે. અને તમને તેમાંથી શાનદાર રીટર્ન મળશે. ચાલો તો આ સ્કીમ વિશે વધુ વિગતે જાણી લઈએ.
પોસ્ટ ઓફિસ ઘણા પ્રકારની સેવિંગ સ્કીમ ચલાવે છે. તેની ઘણી એવી સ્કીમ છે જે ખૂબ પોપ્યુલર છે. આ યોજનાઓમાં રોકાણ કરવાથી કોઈ પણ પ્રકારનું જોખમ રહેતું નથી. પોસ્ટ ઓફિસની સેવાઓ પર આખા ભારતનો વર્ષોથી વિશ્વાસ રહ્યો છે. સરકાર દ્વારા સમર્થિત હોવાને કારણે તેની બચત યોજનાઓ એકદમ જોખમ મુક્ત હોય છે. લાખો લોકો પોસ્ટ ઓફિસની સ્કીમોમાં રોકાણ કરવાનું પસંદ કરતાં હોય છે. એવી જ રીતે આજે અમે તમને અહીં, પોસ્ટ ઓફિસની રેકરિંગ ડિપોઝિટ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્કીમમાં રોકાણ કરીને તમે શાનદાર રિટર્ન મેળવી શકો છો. આ સ્કીમમાં તમે 100 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો. દર 3 મહિને મળે છે વ્યાજના પૈસા:- રેકરિંગ ડિપોઝિટ પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમમાં તમે તમારી સુવિધા મુજબ, 1 વર્ષ, 2 વર્ષ કે તેનાથી વધુ સમય માટે રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમારી રોકાણની રકમ સુરક્ષિત રહે છે. તેમાં રોકાણની રકમ પર દર 3 મહિને વ્યાજ મળે છે. દર 3 મહિનાના અંતે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સાથે વ્યાજના પૈસા તમારા અકાઉન્ટમાં જમા થઈ જાય છે. હાલના સમયમાં આ સ્કીમમાં 5.8% ના દરે વ્યાજ મળી રહ્યું છે. જણાવી દઈએ કે, આ વ્યાજ દર 1 એપ્રિલ, 2020થી લાગુ છે. કેન્દ્ર સરકાર પોતાની સેવિંગ સ્કીમના વ્યાજ દર ત્રિમાસિક નક્કી કરતાં હોય છે.
લોન લેવાની પણ સુવિધા છે:- આ સ્કીમમાં 1 વર્ષ પછી તમે જમા થયેલ રકમના 50% સુધી લોન લેવાની સુવિધા પણ મેળવી શકો છો. જેને વ્યાજ સાથે રિપેમેંટ કરી શકાય છે. એટલું જ નહીં આ અકાઉન્ટને એક પોસ્ટઓફિસ માંથી બીજી પોસ્ટઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે. તેમાં IPPB સેવિંગ અકાઉન્ટ દ્વારા ઓનલાઈન પણ રકમ જમા કરાવી શકાય છે.5.8% વાર્ષિક વ્યાજ મળે છે:- જો તમે દર મહિને પોસ્ટઓફિસની RD એટલે કે રિકરિંગ ડિપોઝિટમાં 10,000 રૂપિયા જમા કરો છો તો તમે એક વર્ષમાં 1.20 લાખ રૂપિયા જમા કરશો. ત્યારે મેચ્યોરિટી પર તમને 16.28 લાખ રૂપિયા મળશે. પોસ્ટઓફિસની RD પર હાલના સમયમાં 5.8% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ રીતે RD દ્વારા તમે લાખો રૂપિયાનું ફંડ તૈયાર કરી શકો છો.
રકમ જમા ન કરીએ તો:- આ સ્કીમમાં જો તમે સમયસર પૈસા જમા ન કરો તો તમારે તેના માટે પેનલ્ટી આપવી પડે છે. તે દર 100 રૂપિયાએ 1 રૂપિયો હોય છે. કહેવાનો મતલબ એ થયો કે જો તમે રિકરિંગ ડિપોઝિટમાં કોઈ રકમ જમા ન કરી શકો તો તમારે 1 ટકા પેનલ્ટી ભરવી પડશે. તેમજ 4 વખત રકમ જમા ન કરવા પર તમારું અકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. આમ આ સ્કીમ તમને બધી રીતે ફાયદો આપે છે. અને તમારું રોકાણ સફળ થાય સારું એવું રીટર્ન મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી