મિત્રો દરેક લોકો એવી કમાણીની શોધમાં હોય છે જ્યાં તેને બેગણો નફો મળે છે. પરંતુ અમુક વખતે ખોટી જગ્યાએ પૈસા રોકવાથી નુકશાન થતું હોય છે. આથી જો તમારી પાસે 2 લાખ જેવું રોકાણ કરવાની શક્તિ હોય તો તમે અમૂલ કંપની સાથે મળીને સારો એવો બિઝનેસ શરુ કરી શકો છો. અહીં તમારે માત્ર 2 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું છે. પરંતુ દર મહીને તમને 5 લાખ સુધીની આવક થઈ શકે છે. તમે વિચારતા હશો કે, આ કેવી રીતે શક્ય છે. તો ચાલો જાણીએ આ લેખમાં તેના વિશેની સંપૂર્ણ માહિતી.
અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને શરૂ કરીને તમે પહેલા દિવસથી જ મોટી કમાણી કરી શકો છો. ડેરી પ્રોડક્ટસ બનાવતી અમૂલ કંપની સાથે બિઝનેસ કરવાની આ સમયે મોટી તક છે.
આ એક ડેરી પ્રોડક્ટને લગતો બિઝનેસ છે. જેમાં તમારે રોકાણ કરીને સારી કમાણી મેળવી શકો છો. અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને શરૂ કરીને તમે પહેલા દિવસથી જ મોટી કમાણી કરી શકો છો. ડેરી પ્રોડક્ટસ આજના સમયમાં એક એવી માંગ છે જેની દરેકને જરૂર પડે છે. વાસ્તવમાં અમૂલ ફ્રેંચાઇઝી ઓફર કરી રહી છે. જેમાં નાના રોકાણમાં દર મહિને મોટી કમાણી કરી શકાય છે. અમૂલની ફ્રેંચાઇઝી લેવી ફાયદાનો સોદો છે. તેમાં નુકશાન ન બરોબર રહેવાની સંભાવના હોય છે.
2 લાખમાં શરૂ કરી શકો છો બિઝનેસ : આ બિઝનેસ તમે 2 લાખના રોકાણ કરીને શરુ કરી શકો છો. અમૂલ કોઈ પણ રોયલ્ટી કે પ્રોફિટ શેરિંગ વગર ફ્રેંચાઇઝી ઓફર કરી રહી છે. આટલું જ નહીં અમૂલની ફ્રેંચાઇઝી લેવાનો ખર્ચ પણ વધારે નથી. તમે 2 લાખથી લઈને 6 લાખ રૂપિયા ખર્ચ કરીને તમારો કારોબાર શરૂ કરી શકો છો. કારોબારની શરૂઆતમાં જ સારો એવો પ્રોફિટ મેળવી શકાય છે. ફ્રેંચાઇઝી દ્વારા દર મહિને લગભગ 5 થી 10 લાખ રુપિયાનું વેંચાણ થઈ શકે છે. જો કે તે, જગ્યા પર પણ નિર્ભર કરે છે.
કેવી રીતે લઈ શકાય છે ફ્રેંચાઇઝી : અમૂલ બે પ્રકારની ફ્રેંચાઇઝી ઓફર કરી રહી છે. પહેલી અમૂલ આઉટલેટ, અમૂલ રેલ્વે પાર્લર અથવા અમૂલ ક્યોસ્કની ફ્રેંચાઇઝી અને બીજી અમૂલ આઇસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેંચાઇઝી. જો તમે પહેલામાં રોકાણ કરવા માંગો છો તો 2 લાખ રૂપિયા રોકાણ કરવા પડશે. તેમજ બીજી ફ્રેંચાઇઝી લેવાનું વિચારી રહ્યા હોય તો, 5 લાખનું રોકાણ કરવું પડશે. તેમાં નોન રિફંડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે 25 થી 50 હજાર રૂપિયા આપવા પડે છે.
મળે છે આટલું કમિશન : અમૂલ આઉટલેટ લેવા પર કંપની અમૂલ પ્રોડક્ટસના મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે એમઆરપી પર કમિશન આપે છે. તેમાં એક મિલ્ક પાઉચ પર 2.5%, મિલ્ક પ્રોડક્ટસ પર 10% અને આઇસ્ક્રીમ પર 20% કમિશન મળે છે. અમૂલ આઇસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેંચાઇઝી લેવા પર રેસીપી બેસ્ડ આઇસ્ક્રીમ, શેક, પિઝ્ઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50% કમિશન મળે છે તેમજ, પ્રિ પેક્ડ આઇસ્ક્રીમ પર 20% અને અમૂલ પ્રોડક્ટસ પર કંપની 10% કમિશન આપે છે.
આટલી જગ્યાની જરૂર પડશે : જો તમે અમૂલ આઉટલેટ લ્યો છો તો તમારી પાસે 150 વર્ગફૂટ જગ્યા હોવી જોઈએ. તેમજ અમૂલ આઇસ્ક્રીમ પાર્લરની ફ્રેંચાઇઝી માટે ઓછામાં ઓછી 300 વર્ગફૂટ જગ્યા હોવી જોઈએ.
કેવી રીતે કરવું એપ્લાઈ : જો તમે ફ્રેંચાઈઝી માટે એપ્લાઈ કરવા માંગતા હોય તો, તમારે retail@amul.coop પર મેઈલ કરવો પડશે. તે સિવાય આ લિંક http;//amul.com/m/amul scooping parlours પર જઈને પણ જાણકારી મેળવી શકાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી