👩 50 વર્ષની કોરિયન બ્યુટી જે આ ઉંમરે પણ લાગે છે 24 ની જાણો તેની બ્યુટીનું રહસ્ય…👩
કીમ સંગ ર્યુંન્ગ જે એક સાઉથ કોરિયન અભિનેત્રી છે. જેનો જન્મ થયો હતો 8 ફેબ્રુઆરી 1967 માં એટલે કે આજે તેની ઉંમર 50 વર્ષની છે પરંતુ તેને જોતા તે લાગે છે હજુ પણ 24 વર્ષની યુવતી જેટલી જ યંગ અને ફીટ. મિત્રો આજે અમે તેમની બ્યુટી અને ફિટનેસનું રાજ જણાવવા જઇ રહ્યા છીએ જેને અનુસરીને તમે પણ લાંબા સમય સુધી રહી શકો છો યંગ અને ફીટ.
મિત્રો તે એક ખુબ સફળ અભિનેત્રી છે તેણે ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે. તે બે બાળકની માતા છે છતાં તેને જોઇને તમને એવું લાગે કે હજુ તે કુંવારી જ હશે. તો મિત્રો આ સમયમાં આવી રીતે શરીરને જાળવી રાખવું તે ખુબ અઘરૂ છે.
પરંતુ અશક્ય નથી તે આ કોરિયન અભિનેત્રીએ સાબિત કર્યું છે. તો ચાલો જાણીએ તેની બ્યુટીના અમુક સિક્રેટ. તે પોતાની દિનચર્યામાં એવી કંઈ વસ્તુનું પાલન કરે છે જેના કારણે તે 50 વર્ષની ઉંમરે યંગ અને ફીટ છે.
તો મિત્રો જણાવી દઈએ કે તે પોતાના આખા દિવસમાં રોજે નિયમિત રીતે એક ગ્લાસ સુપર મિલ્ક એટલે કે દૂધ પીવે છે. સુપર એટલે કે તે દુધમાં સોયાબિન અને અળસીના બીજનો પાવડર પણ મિક્સ કરેલો હોય છે.
એક ગ્લાસ દુધમાં થોડા સોયાબિન અને બે ચમચી અળસીના બીજનો પાવડર નાખી તેને મિક્સ કરી પીવાથી શરીરને ઘણા લાભ થાય છે. તેનાથી સ્વાસ્થ્ય તો જળવાઈ છે પણ સાથે આત્મવિશ્વાસ પણ વધે છે.
સોયાબિનમાં આઈસોફ્લેવન હોય છે. જે ત્વચા માટે ખુબ જ લાભદાયી હોય છે. આપણી ઉમર વધવાની સાથે એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવા લાગે છે. જેના કારણે આપણી ત્વચામાં કરચલી અને ફાઈનલાઈનો જોવા મળતી હોય છે.
પરંતુ સોયાબીનમાં રહેલ ફ્રીસ્ટ્રોજન એસ્ટ્રોજનની માત્રા વધારે છે જેના કારણે કરચલીઓ પડતી નથી. તેનાથી શરીરમાં એક મહત્વપૂર્ણ હોર્મોન્સ રીલીઝ થાય છે જે ત્વચાની લચકને જાળવી રાખે છે.
અળસીના બીજના પાવડરમાં ફેટી એસીડ, ઓમેગા ફેટી એસીડ હોય છે. જે આપણી ત્વચાની ડ્રાઈનેસ દુર કરીને ત્વચાને નમી પ્રદાન કરે છે અને એક એન્ટી એજિંગ બેનીફીટ પણ મળી રહે છે. જે આપણને યંગ દેખાવમાં મદદ કરે છે.
આ ઉપરાંત કીમ નિયમિત pilates (એક પ્રકારની એકસરસાઈઝ જે યોગા જેવી જ હોય છે) કરે છે. જો આ વર્ક આઉટ નિયમિત કરવામાં આવે તો આપણું શરીર ફ્લેક્સિબલ બને છે અને શરીરનો સ્ટેમિના પાવર પણ વધે છે. આ વર્કઆઉટ યોગા જેવું જ હોય છે. પરંતુ યોગમાં સાંધા ફ્લેક્સિબલ બને છે. પરંતુ આ વર્કઆઉટ સાંધાની સાથે સાથે આપણા શરીરની મસલ્સને રીલેક્સ કરે છે. આ વર્કઆઉટથી આપણી બ્રીથીંગ પેટર્ન વિકાસ પામે છે અને બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. જેના કારણે ઓક્સિજનનું વાહન શરીરના દરેક ભાગમાં સારી રીતે થાય છે. જેથી શરીરના ટોક્સીન બહાર નીકળી જાય છે. તેમજ આખા શરીરનું વર્ક આઉટ થઇ જાય છે. જેના કારણે વજન વધતું નથી અને શરીરને એક સારો ટોન અને શેપ મળે છે. આ ઉપરાંત તે શરીરમાં ગ્રોથ હોર્મોન્સ રીલીઝ કરે છે અને cortisol જેવા સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડે છે. તેમજ હાડકાનું ઘનત્વ વધે છે જેથી વધતી ઉમરે પણ હાડકા મજબુત રહે છે. આ એક્સરસાઈઝ કરવાથી ઉમર ખુબ જ ધીમે ધીમે વધે છે.ત્યાર બાદ તે સૌથી ખાસ ધ્યાન આપે છે તે છે Good sleeping habits and posture એટલે કે સુવાની સ્થિતિ. તેનું કહેવું છે કે સૂતી વખતે ઓશીકું મધ્યમ સાઈઝનું રાખવું જોઈએ. નહિ તો ગળામાં કરચલીઓ પડે છે. માટે મધ્યમ કદનું રાખવું જોઈએ. ન તો તે વધારે હાર્ડ હોવું જોઈએ ન તો સાવ સોફ્ટ.
આ ઉપરાંત એક દિવસમાં આઠ કલાકની ગાઢ ઊંઘ હોવી ખુબ જરૂરી છે. કારણ કે આપણી સારી અને ગાઢ ઊંઘ જ આપણી ત્વચાને રીપેઈર કરે છે. જેના કારણે આપણા ચહેરાનો ગ્લો જળવાઈ રહે છે. જે આપણેને યંગ દેખાવામાં મદદ કરે છે.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી