2020 માં લોકો દ્વારા ગુગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી આ એક્ટ્રેસ.. સુંદરતા જોઈને રહી જશો હેરાન

મિત્રો આપણે લગભગ જોતા હોઈએ છીએ કે, લોકોને ઘણા હીરો અને હિરોઈનોની લાઈફ વિશે જાણવામાં રસ હોય છે. પરંતુ આજકાલ લોકો ફિલ્મો કરતા વધુ રસ વેબ સિરીઝમાં ધરાવે છે. તો આજે અમે તમને આ લેખમાં એક સુપર હોય એક્ટ્રેસ વિશે જણાવશું. જેણે ટૂંક સમયમાં ઘણી નામના બનાવી છે. આ એક્ટ્રેસ પોતાની નામના વેબ સિરીઝમાંથી બનાવી છે અને ત્યાર બાદ જ લોકોને તેને વધુ ઓળખતા થયા છે. તો ચાલો જાણીએ કોણ છે એ એક્ટ્રેસ.

મિત્રો આજે અમે જે એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ છે અન્વેષી જૈન. તમને જણાવી દઈએ કે આજકાલ  અન્વેષી જૈન ખુબ જ પોપ્યુલર થઈ ગઈ છે. અન્વેષી વિશે આજે લગભગ મોટાભાગના લોકો જાણવા ઈચ્છે છે. વર્ષ 2020 માં અન્વેષીને લોકો દ્વારા ગુગલમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ તેના વિશેની વધુ માહિતી…અન્વેષી જૈન મૂળરૂપે મધ્યપ્રદેશના ખજુરાહોની રહેવાસી છે. તેનો જન્મ પણ ત્યાં જ થયો છે અને તેણે સ્કુલ પણ ખજુરાહોમાં જ પૂરી કરી છે. અન્વેષી જૈન એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. તેણે એન્જિનિયરિંગ કર્યા બાદ એમબીએમાં એડમિશન લીધું હતું.

આજે જેટલી પોપ્યુલારિટી છે એટલું જ કોલેજ સમયે અન્વેષીએ પોતાના શરીરને લઈને સાંભળવું પડતું હતું. તેના શરીરની બનાવટને લઈને તેની મજાક ઉડાવવામાં આવતી હતી. પરંતુ આજે ઘણા લોકો તેને પસંદ કરવા લાગ્યા છે. અન્વેષી પોતાના એ કોલેજના દિવસોને યાદ કરીને કહે છે કે, મારા શરીરને લઈને લોકો એટલી કોમેન્ટ કરતા હતા કે, મને મારા જ શરીર પ્રત્યે નફરત થઈ ગઈ હતી.

એમબીએમાં એડમિશન લીધા બાદ અન્વેષીને લાગ્યું કે ફિલ્મમાં ટ્રાય કરવું જોઈએ. ત્યાર બાદ તેણે એમબીએ અધૂરું મુકીને મુંબઈ આવી ગઈ. અન્વેષીએ ઘણા મોટા શોમાં કામ કર્યું છે, પરંતુ તેને સાચી ઓળખ વર્ષ 2018 માં મળી હતી.2018 માં તેણે આલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘ગંદી બાત 2’ માં કામ કર્યું હતું. ત્યારથી લોકોમાં તેની ચર્ચા થવા લાગી હતી. આ વેબ સિરીઝમાં તેણે ખુબ જ બોલ્ડ અને હોટ સીન આપ્યા હતા. ત્યારથી તેની પોપ્યુલારિટી વધવા લાગી.

તમને જાણીને હેરાની થશે કે, ગંદી બાતના એક એપિસોડમાં અન્વેષી જૈને એક્ટ્રેસ ફ્લોરા સૈનિ સાથે લેસ્બિયન ઈંટીમેટ સીન કર્યો હતો. આ સીન ખુબ જ વાયરલ થયો હતો અને અન્વેષીની પણ નામના  વધવા લાગી હતી.મિત્રો આજે અન્વેષી જૈનના સોશિયલ મીડિયા પર 30 લાખ કરતા પણ વધુ લોકો ફોલો કરે છે. તેમજ તે પોતાની ખુદની એક મોબાઈલ એપ પણ ચલાવે છે. પહેલા અન્વેષીની મજાક ઉડાવતા હતા લોકો અને હવે એ સમયમાંથી આગળ નીકળીને પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે.

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment