જો આ એક રોગને તમે રોકી લો તો તમને 60 વર્ષ સુધી કોઈ રોગ થશે જ નહિ…. જાણો આ રોગ વિશે.

 🗣 જાણો આ એક રોગ વિશે જેનાથી તમારા ૮૦% રોગો જોડાયેલા છે. 🗣

👩‍⚕️ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીરમાં થતા બધા રોગો મોટા ભાગના પેટના ભાગમાંથી જ શરૂ થાય છે. અથવા તો પેટની ખરાબી ના હિસાબે જ થાય છે. જો આપણું પેટ બરાબર હોય તો આપણા પેટમાં કોઈ પણ રોગ રહેતો નથી. આપણા પેટની ખરાબી માટે સૌથી વધારે જો કોઈ જવાબદાર હોય તો તે છે કફ. અને જો કફને એમ કહીએ કે બધા રોગોનું મૂળ છે તો તે પણ ખોટું નથી.

👩‍⚕️ બધા જ લોકો જીવનમાં સ્વસ્થ અને પ્રસન્ન રહેવા માંગતા હોય છે. કોઈ પણ કફનો શિકાર નથી બનવા માંગતું. પરંતુ કફ ક્યારે અને કેવી રીતે થઇ જાય છે તેની વિશે આપણને પણ જાણ નથી થતી. કફ  ઘણા બધા કારણોથી થાય છે. જો તે બધા કારણોને દુર કરવામાં આવે તો કફ જ ન રહે. તો મિત્રો આજે આપણે જાણશું કે કફ ખરેખર થાય છે શા માટે અને કેવી રીતે.

🥘 આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે જે ખોરાકની જરૂર હોય છે તે આપણે ક્યારેય કરતા નથી. આપણું ભોજન  હંમેશા સાવ સાદું અને સાત્વિક હોવું જોઈએ. તળેલી વસ્તુ, તીખું, વધારે પકવેલું ભોજન, વાસી ખોરાક તે આપણા શરીરને ખરેખર અનુકુળ નથી હોતું.

જો આપણે લગાતાર હલવો, પૂરી, પરોઠા જેવી વસ્તુઓ  ખાતા રહીએ તો તેનું પરિણામ એ હોય છે કે આપણે આપણા શરીરને શારીરિક શ્રમ વધારે કરાવવો પડે છે. કારણ કે આ બધા ખોરાક આપણા શરીર માટે ખુબ જ ભારે સાબિત થાય છે. તીખા અને તળેલા ભોજનની અપેક્ષા આપણા પેટને પચાવવા માટે ખુબ જ ઘનિષ્ટ હોય છે.

🍔 બીજી તળેલી વસ્તુ આપણા આંતરડાની કિનારી પર લાગી જાય છે. ત્યાર પછી આપે બીજી કોઈ પણ વસ્તુ ખાઈએ તો તે આપણી આંતરડાની દીવાલ પર લાગી જાય છે. અને બે ચાર દિવસમાં જ એક પ્રકારનો સડો ઉભો થાય છે. અને ત્યાંથી જ કફની શરૂઆત થાય છે. જો થોડાક દિવસો તેના વિશે ધ્યાન આપવામાં ન આવે તો આપણે ભયંકર રોગમાં પણ સંકળાય શકીએ છીએ. જેમ કે ઉધરસ, દમ અથવા તો ટીબી જેવી ભયંકર બીમારી થઇ શકે છે.

🌮 આજકાલ આપણે જોઈએ છીએ કે બજારમાં કોઈ પણ ખાવાપીવાની વસ્તુ હોય છે તે શુદ્ધ નથી મળતી. અત્યારે વધારે પૈસા આપીને પણ ક્વોલીટી વાળી વસ્તુ  મળવી તે ખુબ જ મુશ્કેલ છે. એટલે આપણે જે મળે તેનાથી કામ તો ચાલવું જ પડે છે. મિલાવટ વાળી વસ્તુ ખાવાથી પણ આપણા શરીરમાં હાનીકારક તત્વ એકત્ર થયા કરે છે. અને તેનાથી આપણું શરીર ધીમે ધીમે દુષિત થયા કરે છ

😰 શરીરની ઇન્દ્રિ વધારે શ્રમ કરવાથી થાકી જાય છે અને કમજોર થઇ જાય છે. અને પૂરું ભોજન પચાવવા માટે અસમર્થ થઇ જાય છે.

👨‍⚕️ હવે આપણે જાણીએ કે કફથી  છુટકારો કેમ મળે:

 🥗 કફને દુર કરવા માટે ગાજર, ટમેટા, પાલક, તાંજળીયો, આદુ, કોથમીરને ધાણા પાવડર મિક્સરમાં કાઢી અને પછી તેને થોડા ઓછા ગરમ પાણી સાથે એક ગ્લાસ પીવો.

🥗 જે પણ આપણે જમીએ તે ચાવીને ખાવું જોઈએ. જો આપણે નિયમ બનાવી લઈએ કે આપણે દરેક કોળિયાને ચાવી ચાવીને ખાશું તો તે આપણા જીવન ભરના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી રહે છે.

 👨‍⚕️ આપણા આંતરડામાં દાંત નથી હોતા અને આપણે જો ચાવ્યા વગર જલ્દી બટકું નીચે ઉતારી દઈએ. તો આપણા આંતરડાને પચાવવા માટે અધિક શ્રમ કરવો પડે છે. તેનાથી આપણા આંતરડા કમજોર પડતા જાય છે. જે આપણી ઉમર વધવાની સાથે તકલીફ કરાવે છે.

👨‍⚕️ આપણા શરીરના દરેક અંગો કામ કરવા જોઈએ. જે અંગને આપણે કામ ન કરવા દઈએ તે અંગ પૂરી માત્રામાં નકામું પુરવાર સાબિત થાય છે. એટલા માટે જો ચાવી ચાવીને ખાવામાં આવે તો દાંતનો વ્યાયામ પણ થાય છે અને આપણી પાચન શક્તિ પણ ખુબ જ સારી બને છે.

👨‍⚕️ જે પણ વસ્તુ આપણે ખાતા હોઈએ તેના વિશે ખાસ માહિતી મેળવી લેવી જોઈએ કે આ વસ્તુ આપણા શરીર માટે હાનીકારક તો નથી ને. જે વસ્તુ આપણા શરીરને હાની પહોંચાડનારી હોય તે ક્યારેય ન ખાવી.

👨‍⚕️ આપણા શરીરને લાભ પહોંચાડનારી સૌથી સારી વસ્તુ છે. લીલા શાકભાજી , ઓછું પકવેલું શાક, ફળ, કાચું અનાજ વગેરે. આ બધું કાચું ખાવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે.

🥗 કાચા શાકભાજી ખાવાથી આપણા શરીરમાં ઘટતા બધી જ પ્રકારના વિટામીન મળી રહે છે. તેનાથી આપણા શરીરમાં ઘટતી ખટાશ, મીઠાશ, મીઠું, લોહત્વ વગેરેનો તેમાં સમાવેશ થાય છે.

🥗 લીલા શાકભાજીને ક્યારેય છાલ ઉતારીને ન ખાવા જોઈએ. અને ક્યારેય કાપીને તેને ધોવા ન જોઈએ. તેવું કરવાથી તેમાં રહેલા વિટામીન પાણીમાં મળીને નીકળી જાય છે.

બસ આટલું ધ્યાન રાખવામાં આવે તો પણ ક્યારેય આપણને  કફ નથી થતો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

3 thoughts on “જો આ એક રોગને તમે રોકી લો તો તમને 60 વર્ષ સુધી કોઈ રોગ થશે જ નહિ…. જાણો આ રોગ વિશે.”

  1. તમારા બધા જ આર્ટીકલ સરસ તાર્કીક અને સત્ય ની બહુ નજીક હોય ગુજરાતી ડાયરો વાંચવો ગમે છે…શોશ્યલ મીડીયા ના આવા સકારાત્મક સદ્ઉપયોગ માટે ધન્યવાદ

    Reply

Leave a Comment