પેટનો દુખાવો એક એક સામાન્ય સમસ્યા છે. જેનાથી ઘણા લોકો પરેશાન રહે છે. ઘણા લોકો ખોટા ખાનપાનની આદતના કારણે પણ પેટ દર્દ ની સાથે કબજિયાત અને એસીડીટી જેવી પરેશાનીનો સામનો કરે છે. તમે અક્સર જોયું હશે કે તેઓ આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે ઘણી દવાઓ અને ઘરેલું ઉપચાર કરે છે. પણ ઘણી વખત આ ઉપાયો કારગત સાબિત નથી થતા.
સારા જીવન માટે જરૂરી છે કે આપણે પોતાને ફીટ રાખીને જીવનનો આનંદ લઇ શકીએ. પેટ દર્દ એક એવી પરેશાની છે જેનાથી કોઈપણ પરેશાન થઇ શકે છે. જો કે પેટ દર્દ થવાના ઘણા કારણો હોઈ શકે છે. પણ સામાન્ય રીતે લોકોને કબજિયાત અને એસીડીટી અથવા ગેસ ના કારણે પેટનો દુખાવો થાય છે. અમે તમને આ લેખમાં પેટ દર્દની સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે વિષે જણાવીશું.
હિંગનો ઉકાળો :
પેટ દર્દમાં જો તમે કોઈ દવા નથી લેવા માંગતા તો હિંગનો ઉપયોગ કરીને આ દર્દને દુર કરી શકો છો. હિંગનો ઉકાળો પેટમાં થતી બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે મદદ કરે છે. હિંગનો ઉકાળો બધા લોકો માટે ફાયદાકારક છે. આ ઉકાળો પીવાથી ગેસ અને પેટ દર્દમાં તરત જ રાહત મળે છે. આ માટે તમારે અજમો, હિંગ, કાળું મીઠું, જેઠ્ઠીમધ, અને સુંઠ ની જરૂર પડે છે.
લસણ :
લસણનું સેવન આપણા પેટ માટે ખુબ જ સારું છે. લસણ આપણા પેટથી જોડાયેલ સસ્માયાઓને દુર કરવામાં મદદ કરે છે. તમે દરરોજ સવારે ખાલી પેટ લસણની બે થી ત્રણ કળીનું સેવન કરો, તેનાથી તમને પેટની સમસ્યામાં રાહત મળશે. લસણમાં એન્ટી બાયોટીક પ્રોપર્ટીજ હોય છે જે પેટને હેલ્દી રાખવાનું કામ કરે છે.
પેટ માટે ફાયદાકારક છે લવિંગ
લવિંગ આપણા પેટમાં દર્દને દુર કરવાની સાથે આપણી પાચન ક્રિયાને સારી કરવાનું કામ કરે છે. લવિંગમાં એન્ટી માઈક્રોબીયલ ગુણ હોય છે જે આપણા શરીર માટે સારું છે. આ સાથે જ લવિંગના સેવનથી પેટમાં ઇન્ફેકશન દુર થાય છે અને પાચન ક્રિયા મજબુત બને છે.
ફુદીના અને લીંબુ
ફુદીના અને લીંબુનો રસ પેટના દર્દથી ઝડપથી રાહત આપે છે. તમે હવે ફુદીનો અને લીંબુનો રસમાં અડધી ચમચી આદુનો રસ અને થોડું કાળું મીઠું મિક્સ કરીને સેવન કરો. તમે દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરી શકો છો.
ઘરે બનાવો ચૂર્ણ
તમે ઘરે પેટ દર્દ નિવારક ચૂર્ણ બનાવી શકો છો. આ માટે શેકેલું જીરું, કાળા મરી, સૂંઠ, લસણ, કોથમીર, હિંગ અને સૂકાયેલ ફૂદીનામાં પાન, બધું બરાબર માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવો. આ સાથે તમે થોડું કાળું મીઠું મિક્સ કરો. તેનાથી તમારા પેટ દર્દ અને ગેસમાં જલ્દી રાહત અપાવે છે.
દાડમ
તમારા માટે દાડમ પેટ દર્દ માટે ખુબ જ ફાયદાકારક થઇ શકે છે. તમે દાડમના બીજ કાઢો, થોડી માત્રામાં મીઠું, અને કાળા મરીનો પાઉડર નાખો અને દિવસમાં બે વખત તેનું સેવન કરો.
( નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી. )
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી