ટામેટાનું સેવન આવી તકલીફ વાળા લોકોએ ક્યારેય ન કરવું, નહિ તો એમની નાની સમસ્યા થઈ જશે મોટી..

મિત્રો કોઈ પણ વસ્તુ હોય તેનું લિમિટમાં સેવન અતિ જરૂરી છે. જો કોઈ પણ વસ્તુનું વધુ સેવન કરવામાં આવે તો તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આથી આ વસ્તુ કોઈ પણ ફળ હોય, શાકભાજી હોય કે પછી કોઈ પણ નાસ્તો હોય. દરેકની એક મર્યાદા હોય છે. આથી જો તમે કોઈ પણ વસ્તુનું વધુ સેવન કરશો તો તે તમારા માટે હાનિકારક છે.

જો કે ટમેટા શરીર માટે ઘણા રૂપે ફાયદાકારક છે. લાલઘુમ ટમેટાનો ઉપયોગ આખી દુનિયામાં અનેક વ્યંજન બનાવવા માટે થાય છે. આ સિવાય સૌંદર્ય વધારવા અને ગરમીમાં ટેનિંગને દુર કરવા માટે ટમેટાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ મળે છે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે ત્વચાની રક્ષા કરે છે.ટમેટા માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પણ ત્વચાને સોફ્ટ પણ રાખે છે. પણ વધુ પ્રમાણમાં ટમેટા ખાવાથી સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવ પડે છે. તેનાથી પાચન સંબંધી પરેશાનીથી લઈને ડાયેરિયા, કિડનીની સમસ્યા, એટલે સુધી કે શરીરમાં દુઃખાવો પણ થઈ શકે છે. ચાલો તો જાણી લઈએ ટમેટા ખાવાથી શું નુકસાન થાય છે.

કિડની સ્ટોન : વધુ પ્રમાણમાં ટમેટા ખાવાથી કિડની સ્ટોન એટલે કે પથરીની તકલીફ થઈ શકે છે. આવું એટલા માટે કે ટમેટામાં ભરપુર માત્રામાં કેલ્શિયમ, અને ઓકઝલેટ હોય છે, જે શરીરમાં વધુ માત્રામાં હોય છે. તેને સહેલાઈથી મેટાબોલિઝ્મ નથી કરી શકાતું. અને તેને શરીરથી બહાર પણ કાઢી શકાતું નથી. આ તત્વ શરીરમાં જમા થવા લાગે છે જેનાથી કિડનીમાં સ્ટોન બનવા લાગે છે.ડાયેરિયા : ટમેટામાં સાલ્મોનેલા નામનું બેક્ટેરિયા હોય છે. જ્યારે તે શરીરમાં પ્રવેશ કરે છે તો તેના કારણે ડાયેરિયા થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે સીમિત માત્રામાં ટમેટાનું સેવન કરવું જોઈએ. લાલઘુમ ટમેટા દરેકને પસંદ હોય છે પણ સ્વસ્થ અને ફિટ રહેવા માટે સીમિત માત્રામાં ટમેટા ખાવા જોઈએ.

લાઈકોપેનોડર્મિયા : આ એક એવી સમસ્યા છે જેમાં વ્યક્તિના રક્તમાં લાઈકોપીનની માત્રા વધી જાય છે જેનાથી ત્વચા બેરંગ થઈ શકે છે. લાઈકોપીન સામાન્ય રીતે શરીર માટે સારું છે પણ જ્યારે તેનું સેવન 75 મીલીગ્રામ પ્રતિ દિવસથી વધુ થઈ જાય છે તો તેને લાઈકોપેનોડર્મિયા થઈ શકે છે.સાંધાનો દુઃખાવો : ટમેટાના અધિક સેવનથી સાંધામાં સોજા અને દુઃખાવો થઈ શકે છે. આ યૌગિક ઉત્તકોમાં કેલ્શિયમનું નિર્માણ કરે છે, જેના કારણે સાંધામાં દુઃખાવો અને સોજા થઈ જાય છે.

એસિડ રિફ્લક્સ : ટમેટામાં મૈલીક એસિડ અને સાઈટ્રિક એસિડ હોય છે. જે પેટને અતિશય અમ્લીય બનાવે છે. ખુબ જ વધુ પ્રમાણમાં ટમેટાનું સેવનથી અતિરિક્ત ગેસ્ટ્રિક એસિડ ઉત્પન્ન થાય છે જેના કારણે છાતીમાં જલન અથવા એસિડ રિફ્લક્સ થઈ શકે છે. પાચન સંબંધી સમસ્યાઓથી બચવા માટે સીમિત માત્રામાં ટમેટાનું સેવન કરવું જોઈએ.એલર્જી : ટમેટામાં હિસ્ટામીન નામનું એક યૌગિક હોય છે જેનાથી ત્વચા પર ચટકે અથવા એલર્જી હતી શકે છે. ટમેટાના અધિક સેવનથી મોઢામાં, જીભમાં ચહેરા પર સોજો, છીંક આવવી, ગળામાં જલન વગેરે જેવા ગંભીર લક્ષણ થઈ શકે છે. આ કારણે ત્વચાથી જોડાયેલ સમસ્યા પણ થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment