દેખાદેખીની હોડમાં ક્યારેય ન કરાવતા પ્રેગ્નેન્સીની ફોટોગ્રાફી, કેમ કે પાછળથી બાળકને થાય છે આવા ખતરનાક નુકશાન… જરૂર વાંચો આ માહિતી અને શેર પણ કરો…

માં બનવું દરેક મહિલા માટે સૌભાગ્યની વાત હોય છે. અને જ્યારે કોઇ મહિલાને એમ જાણ થાય કે પ્રેગનન્સી કન્સિવ થઇ ગઇ છે ત્યારે આ ખુશી કંઇક અલગ જ હોય છે. માં બનવાનું સપનું આ સમયે પૂરું થાય છે. આ ક્ષણ દરેક મહિલા માટે ખાસ બની રહે છે. જ્યારથી મહિલાને પોતાની પ્રેગનન્સીની જાણ થાય છે ત્યારથી એ વધુ પડતું ધ્યાન પોતાના ગર્ભમાં રહેલા બાળક માટે રાખતી હોય છે. આ સમયગાળા દરમિયાન દરેક વ્યક્તિએ પોતાની  ખૂબ જ કાળજી કરવી પડતી હોય છે.

પ્રેગનન્સીનો દરેક મહિનો ખુબ જ ખાસ હોય છે, દરેક મહિને અલગ પરિવર્તનો આવે છે. પરંતુ જો એમાંય 8માં મહિનાની વાત કરીએ તો સૌથી મહત્વનો બની રહે છે. આ મહિનામાં બાળકનું હલનચલન વધી જાય છે. આ માટે આઠમાં મહિનામાં દરેક મહિલાએ પોતાનું ધ્યાન ખૂબ જ રાખવું જોઇએ. તો જાણો આઠમાં મહિનામાં તમે શું ખાસ ધ્યાન રાખશો.1) આ મહિનામાં ન કરવો ફોટોગ્રાફી :- અત્યારના સમયમાં ફોટોશૂટ કરાવવાના અલગ અલગ ટ્રેન્ડ નીકળ્યા છે. તેમાં હવે મેટરનિટી ફોટોગ્રાફીનો પણ ઘણો ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે. જેમાં મોટાભાગની મહિલાઓ પોતાના શોખને ખાતર જ મેટરનિટી ફોટોગ્રાફી કરાવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, શક્ય હોય ત્યાં સુધી પ્રેગ્નેન્સીમાં 8 માં મહિનામાં મેટરનિટી ફોટોગ્રાફી કરાવવાનું ટાળવું જોઈએ. કેમ કે 8 માં મહિનામાં ગર્ભમાં રહેલા બાળકનું હલનચલન ઝડપી થતું હોય છે. તેવામાં જો તમે 8 માં મહિનામાં મેટરનિટી ફોટોગ્રાફી કરાવો, તો ફોટોઝના પોઝ માટે વધારે ઉઠક બેઠક કરવી પડે છે. જેના કારણે ગર્ભમાં રહેલા બાળકને તકલીફનો સામનો કરવો પડે છે. જેના વિશે લગભગ લોકો અજાણ હોય છે.

2) શ્વાસ લેવામાં તકલીફ:- તમને જણાવી દઈએ કે 8 મહિના આસપાસ બાળકનો વિકાસ સંપૂર્ણ રીતે થઈ ચુક્યો હોય છે, જેના કારણે પેટ અને શરીર પર વજન વધુ લાગવા લાગે છે. યુટ્રસ અને પેટની સાથે-સાથે મહિલાઓના લંગ્સ પર પણ દબાવ વધી જાય છે. જેના કારણે આ સમયગાળામાં મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. જેની સીધી જ અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. 3) વારંવાર યુરિન જવું :- 8 માં મહિને તમારું બાળક એકદમ નીચે આવી ગયું હોય છે,  જેનું સંપૂર્ણ પ્રેશર તમારા બ્લેડર પર પડે છે, અને તેના કારણે તમને વારંવાર યુરિન જવાની સમસ્યા થઈ શકે છે. પેલ્વિક એરિયા પર આ કારણે સતત દબાણ રહે છે. જો આવા સમયે તમે ફોટોગ્રાફી કરાવો અને વધુ મુવમેન્ટ થાય તો બાળક ગંભીર અસર પડે છે.

4) સ્કિન સ્ટ્રેચિંગ:- 8 માં મહિનામાં પેટ એકદમ સ્ટ્રેચ થઇ જાય છે. તેના કારણે ઘણી બધી મહિલાઓને આ સમયે ખંજવાળની સમસ્યા રહેતી હોય છે. આ માટે તમે 8માં મહિનામાં રેગ્યુલર લોશન તેમજ ક્રીમ લગાવીને આમાંથી રાહત મેળવી શકો છો. આ સાથે જ તમને સ્ટ્રેર્ચ માર્ક્સના નિશાન પણ નહીં પડે. તેમ છતાં પ્રેગનન્સીના સમયમાં કંઇ પણ નવું કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment