વગર ખર્ચે બંધ નાકથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય.. ચપટીમાં ખુલી જશે બંધ નાક

મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે શરદી થાય છે ત્યારે મોટાભાગે નાક બંધ થઈ જાય છે, અને કંઈ પણ ચેન ન પડવાથી રાત્રે નિંદર પણ સરખી નથી આવતી. કેટલાક લોકોને બદલતી ઋતુની સાથે અને ઠંડુ  અથવા ગરમ ખાવાથી જલ્દી શરદી-તાવની સમસ્યા તેમજ બંધ નાકની સમસ્યા થઈ જતી હોય છે. ઘણી વાર તો કેટલાક પ્રયત્નો કરવા છતાં પણ બંધ નાક ખૂલતું નથી. તો તેવામાં તમે ઘરેલું ઉપચાર કરી શકો છો.

આજે દેશભરમાં કોરોના વાયરસનો બીજો દોર ચાલી રહ્યો છે. જેને રોકવો ખુબ જ મુશ્કેલ થઈ રહ્યો છે. આ કોરોના વાયરસના મુખ્ય શરૂઆતી લક્ષણ તો શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓ જ છે. જ્યારે કેટલાક લોકોને તો શ્વાસ લેવામાં પણ ખુબ જ તકલીફ પડતી હોય છે. અને કેટલાક લોકોને તો બદલતી ઋતુના કારણે તેમજ કોઈ પણ ઠંડુ અને ગરમ ખાવાથી પણ નાક બંધની સમસ્યા થઈ જાય છે. અને ક્યારેક તો કેટલાક ઉપાયો કરવા છતાં પણ બંધ નાક ખૂલતું નથી, જેથી લોકો આ સમસ્યાથી કંટાળી જાય છે અને લોકોને ગભરામણ જેવું થાય છે. તેવામાં અમે તમારા માટે કેટલાક એવા ઉપાયો જણાવશું, જે અજમાવીને બંધ નાકની સમસ્યાથી તમે મુક્તિ મેળવી શકશો.સરસવનું તેલ : જો તમે બંધ નાકથી હેરાન છો, તો તમે એક ચમચી સરસવના તેલને ગરમ કરો. ત્યાર પછી તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ આ તેલને થોડું તમારા નાકની અંદર નાખો. આ ઉપાય કરવાથી થોડી વારમાં જ તમારું બંધ નાક ખુલી જશે.

નિલગિરીનું તેલ :

નિલગિરીનું તેલ કેટલીક બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને બંધ નાકની સમસ્યા થઈ છે તો નિલગિરીનું તેલ ગરમ કરો અને પછી તેને ઠડું થવા દો. આ પછી ઠંડા થયેલા તેલને થોડું નાકમાં નાખો. આથી તમને ઝડપથી રાહત મળશે. રોજ રાત્રે આ પ્રકારે કરવાથી તમને ઝડપથી આરામ મળશે.નાળિયેરનું તેલ : જો તમને શરદી થઈ છે, તો તમે નાળિયેરના ઓગળેલા તેલને નાકની અંદર નાખો અને પછી શ્વાસ લો. આમ કરવાથી તમારૂ બંધ થઈ ગયેલું નાક ખુલી જશે.

મધ :

બંધ નાકની સમસ્યાથી જે લોકો હેરાન થઈ રહ્યા છે તે લોકો એક કપ હુંફાળા ગરમ પાણીની અંદર બે ચમચી મધ નાખીને તેનું દિવસમાં બે વાર સેવન કરવું જોઈએ. આમ કરવાથી બંધ નાક તો ખુલ્લે જ છે પણ સાથે સાથે ગળાની સમસ્યા થઈ હોય તો તેમાં પણ રાહત મળે છે.તુલસીના પાન : તુલસીમાં કેટલાક ઔષધિય ગુણો હોય છે. તુલસી કેટલીક બીમારીઓને ઠીક કરવા માટે ઉપયોગી છે. તેના થોડા પાન લઈ તેમાં કાળા મરી(તીખા)ને ઉમેરીને તેને ઉકાળો અને તેમાં એક ચમચી મધ નાખો પછી તે થોડું ગરમ હોય ત્યારે જ તેનું સેવન કરો. આમ કરવાથી થોડી વારમાં જ તમને આરામ મળશે.

કપૂર અને અજમો :

જો ઘણી વાર એવી પરિસ્થિતિ આવે છે કે, તમે ઘરથી દૂર છો અને ઉપર બતાવેલી ટિપ્સ તમે કરવા માટે અસમર્થ છો તો તમે અજમા અને કપૂરની પોટલી બનાવીને તમારી પાસે રાખી શકો છો. સમયે – સમયે આ પોટલીને સુંઘવાથી પણ બંધ નાક ખૂલી જશે અને તમને આરામ મળશે. આમ તો બીજા ઘણા ઉપાયો છે જેના દ્વારા તમે બંધ નાખને ખોલી શકો છો. જેમ કે નાકમાં બામ ભરવાથી પણ બંધ નાક ખુલી જશે, અજમો અને હંડળફળને પીસીને તેનાથી નાસ લેવાથી પણ બંધ નાક ખુલી જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment