અપચો, ખરાબ પેટ અને ગેસ જેવી સમસ્યાઓમાં હાજમાની ગોળી ચૂર્ણ કરતા પણ વધારે અસરકારક છે આ વસ્તુ.. ઘરપર જ બની જશે

ખાધેલું પચાવવા ભૂલથી પણ ન ખાતા હાજમાની ગોળીઓ, અપનાવો આ 4 આયુર્વેદિક ઉપાય, નુકશાન બદલે થશે મિત્રો ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે, તેનો ખોરાક પચતો નથી. આથી તે ખોરાકના પાચન માટે હાજમા હજમની ગોળીઓ ખાય છે. જો કે આજે આ એક સામાન્ય બાબત થઈ ગઈ છે. પણ જો તમે આ બીમારીથી પરેશાન છો તો આ 4 પ્રાકૃતિક ઉપાયો તમે અજમાવી શકો છો. આ ઉપાય એકદમ સરળ અને પ્રાકૃતિક હોવાથી તમારા શરીરને કોઈ નુકસાન નહિ કરે. ચાલો તો આ ઉપાય અંગે વિસ્તારથી જાણી લઈએ.

આ સમયે પેટમાં ભોજન પચવાની સમસ્યા ખુબ જ હોય છે.  તેમજ આ મૌસમમાં આવતા તહેવાર અને પાર્ટીઓ પણ પેટમાં ઓવરલોડ કરી દે છે. એવામાં અંતે તમારે ખોરાક હજમ કરવા માટે હાજમાની ગોળીઓ ખાવી પડે છે. તમને જણાવી દઈએ કે, હાજમાની ગોળીઓ વધુ પ્રમાણમાં ખાવાથી શરીરને અન્ય સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

આજકાલ લોકો દરરોજ કંઈક નવીન વાનગી બનાવીને ખાય. પણ આપણી આળસને કારણે આપણે હલનચલન નથી કરતા. જેના કારણે ખોરાક હજમ નથી થતો. જેના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમ કે પેટમાં સોજો આવવો, ગેસ, કબજિયાત, દસ્ત, ઉલટી પેટમાં જલન વગેરે.

હિંગ છે ખોરાક હજમ કરવાનું રામબાણ ઈલાજ : હિંગ એ એક એવી વસ્તુ છે, જે પેટની દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઇન્ફલેમેટોરીના ગુણ રહેલા છે. જે અપચો, ખરાબ પેટ, અને ગેસ જેવી સમસ્યાઓ દુર કરવામાં મદદ કરે છે. જો તમારું શાક કે દાળ દરરોજ હિંગ નાખીને વઘારો છો તો ભોજનનો સ્વાદ પણ વધશે અને પેટની દરેક પરેશાનીનું સમાધાન પણ થઈ જશે.

પોષણથી ભરપુર છે દહીં : દહીં એ તમારા પેટના ઘણા પ્રકારના રોગોથી છુટકારો આપે છે. આથી જ તેને અમૃત માનવામાં આવે છે. પેટમાં ગરમી કે જલન થવા પર, દહીં અથવા દહીંથી બનેલી લસ્સી પેટની ગરમીને શાંત કરે છે. એટલું જ નહિ, પણ દહીંથી બનેલી છાશ ભોજન સાથે લેવાથી ખોરાક જલ્દી પચે છે. દહીંની અંદર ઘણા પ્રકારના ગુડ બેક્ટેરિયા મળે છે. જે તમારા પાચનતંત્રને મજબુત કરીને ચયાપચયને દુરસ્ત કરે છે. તેમજ તેનાથી તમને પેટની ખરાબી પણ નહિ થાય.

ખોરાકમાં આદુ કરી શકે છે ચમત્કાર : બધા જ મસાલામાં શક્તિશાળી એન્ટી ઓક્સીડેન્ટ મળે છે. પણ આદુ તેમાંથી સૌથી વધુ પ્રભાવશાળી છે. તેમાં 25 પ્રકારની અલગ અલગ એન્ટી ઓક્સીડેન્ટની વિશેષતાઓ રહેલી છે. જેના કારણે તે શરીરના અલગ અલગ હિસ્સાઓ માટે લાભદાયી છે. તેને તમે પોતાના ખોરાકમાં સામેલ કરી શકો છો. ખોરાકમાં આદુનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ પણ વધશે અને તમારો અપચો પણ દુર થઈ જશે.

વરિયાળી અને અજમાનું ચૂર્ણ : ભોજન કર્યા પછી તમે વરિયાળી અને અજમાનું ચૂર્ણ ખાઈ શકો છો. તેને ખાવાથી તમારો ખોરાક જલ્દી પચી જશે અને તમે પેટ ભારે થવાની સમસ્યા પણ નહિ થાય. વરિયાળી અને અજમાનું ચૂર્ણ બનાવવા માટે પોતાની જરૂરત અનુસાર આ બંને વસ્તુઓ લો અને 5 મિનીટ સુધી ગેસ પર ધીમા તાપે શેકી લો. આ સિવાય તમે ઈચ્છો તો તમારા સ્વાદ અનુસાર મીઠું પણ નાખી શકો છો. આમ તમારું ચૂર્ણ તૈયાર છે. દરરોજ રાત્રે ભોજન કર્યા પછી તેનું સેવન કરવું અને તેનાથી તમારું પાચનતંત્ર મજબુત બનશે. તમને થતી ગેસ, એસીડીટી, પેટમાં જલન, અને પેટ ખરાબ થવાની સમસ્યા દુર થઈ જશે. આ એકદમ પ્રાકૃતિક ઈલાજ છે જેને તમે ઘરે જ અજમાવી જુઓ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment