આ સામાન્ય એવા પાન ડાયાબિટીસના દર્દી માટે છે રામબાણ ઈલાજ, ઇન્સુલિન બનાવી બ્લડ શુગર લાવી દેશે એક ઝાટકે કંટ્રોલમાં… બસ જાણી લ્યો સેવન કરવાની રીત…

મિત્રો ભોજન બાદ આપણા આહારથી આંતરડા જરૂરી પોષક તત્વોને કાઢી લે છે. કાર્બોહાઈડ્રેટ થી ગ્લુકોઝ બને છે. જેથી બોડી માં એનર્જી બને છે અને તેનાથી જ આપણે કોઈપણ કામ કરી શકીએ છીએ. આ ગ્લુકોઝને ઇન્સ્યુલિન કામ કરવા લાયક બનાવે છે. ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે ગ્લુકોઝ એટલે કે સુગરનું અવશોષણ કરીને તેને એનર્જીમાં બદલી દે છે. પરંતુ જ્યારે ઇન્સ્યુલિન ઓછું બને કે બનતું જ નથી તો સુગરનું અવશોષણ નથી થતું. આવી સ્થિતિમાં શુગર લોહીમાં જમા થવા લાગે છે, જે હૃદય, કિડની થી લઈને આંખો સુધીની નસોમાં પહોંચી જાય છે.

ઇન્સ્યુલિન સ્વાદુપિંડમાં બને છે પરંતુ લાઈફ સ્ટાઈલ સંબંધિત મુશ્કેલીઓના કારણે આ ઓછું બનવા લાગે છે. પરંતુ ઇન્સ્યુલિનના ઉત્પાદનને ઘરની આસપાસની વસ્તુઓથી જ વધારી શકાય છે. આવી જ વસ્તુઓમાં એક અંજીરના પાન પણ છે જેનાથી ઇન્સ્યુલિનમાં વધારો કરી શકાય છે. એક રિપોર્ટ પ્રમાણે અંજીરના પાન બ્લડ સુગરને ઘટાડવાની કુદરતી રીત બની શકે છે. તેનાથી ડાયાબિટીસને કુદરતી રૂપે નિયંત્રિત કરી શકાય છે.👉 ઇન્સ્યુલિનની જરૂરિયાત ઓછી થઈ જશે:- નેચર ક્યોરની લેખિકા નેટ હાવેસ ( Nat Hawes) એ જણાવ્યું કે અંજીરના પાનમાં ડાયાબિટીસને નષ્ટ કરવાનો ગુણ ઉપલબ્ધ હોય છે. તેમણે લોકોને સલાહ આપી કે જો દરરોજ અંજીર ના પાનને ચાવવામાં પણ આવે તો પણ બ્લડ સુગર વધવાનું જોખમ નહીં રહે. તેમણે કહ્યું કે ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સવારમાં ખાલી પેટે અંજીરના પાનને કાં તો ચાવીને કે તેની ચા બનાવીને પીવી જોઈએ.

ડાયાબિટીક રિસર્ચ એન્ડ ક્લિનિકલ પ્રેક્ટિસ જર્નલમાં છપાયેલા એક રિપોર્ટમાં પણ અધ્યયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે અંજીરના પાન બ્લડ સુગરને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ત્યાં સુધી કે જે લોકોને દરરોજ ઇન્સ્યુલિન લેવાની જરૂર પડતી હોય, જો તેઓ પણ અંજીરના પાનનું સેવન કરે તો ભોજન બાદ તેમનું પણ બ્લડ સુગર ઘટી શકે છે. તેમને ઇન્સ્યુલિન લેવાની જરૂર ઓછી પડશે.👉 કેવી રીતે કરવું અંજીર ના પાનનું સેવન:- નેટ હાવેસે જણાવ્યું કે અંજીરના પાનને સવાર સવારમાં ઉપયોગ કરવો જોઈએ. આને તમે બ્રેકફાસ્ટ સાથે લઈ શકો છો કે સવારમાં સૌથી પહેલાં તેનું જ સેવન કરો. તેના માટે અંજીરના ચાર પાન તોડો અને તેને સ્વચ્છ પાણીમાં ઉકાળો. ત્યારબાદ  તેને ચા ની જેમ જ પી લો. જોકે કેટલાક લોકોને તેનો સ્વાદ તીખો લાગી શકે છે. તેથી જો તમે ઈચ્છો તો અંજીર ના પાનને સૂકવી લો અને તેનો પાવડર બનાવી લો.

ત્યારબાદ સવારમાં બે ચમચી અંજીરના પાવડરની ચા બનાવો અને પી લો. તેનાથી ઇન્સ્યુલિન લેવાની જરૂર ઓછી રહેશે. જોકે ડાયાબિટીસના દર્દીઓએ ઇન્સ્યુલિનની કેટલી કમી છે, તે ડોક્ટર જણાવી શકે છે તેથી પહેલા તેની તપાસ કરાવી લો કે તમારે કેટલા ઇન્સ્યુલિનની જરૂર છે. ઘણા બધા લોકોને ઓછા ઇન્સ્યુલિનની જરૂર હોય છે. તેવી સ્થિતિમાં એક કે બે અંજીરના પાન જ  પૂરતા છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment