વજન ઘટાડીને શરીરને બનાવી દેશે સ્લિમ અને ટ્રીમ, ઘરડા શરીરમાં પણ ભરી દેશે તાકાત. ખાવા લાગો આ દાણા…

મઠની દાળનો ઉપયોગ એક સુપર ફૂડના રૂપમાં કરવામાં આવે છે. મઠની દાળ માત્ર હાડકાઓને જ મજબુત નથી બનાવતી, પરંતુ તે શરીરના વિભિન્ન વિકારોને પણ દુર કરવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

મઠની દાળ સ્વાસ્થ્ય માટે ખુબ જ  ફાયદાકારક માનવામાં આવે છે. પ્રોટીનથી ભરપુર હોવાના કારણે મઠની દાળ માંસપેશીઓને મજબુત બનાવે છે અને એનર્જી પ્રદાન કરે છે. તેમાં વિટામીન બી પર્યાપ્ત માત્રામાં મળે છે. જે શરીરને સ્વસ્થ રાખે છે. આ સિવાય મઠની દાળમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ મેગેનીજ, આયરન, કોપર, સોડીયમ અને ઝીંક પણ પર્યાપ્ત માત્રામાં રહેલા છે.

મઠની દાળનો ઉપયોગ સુપર ફૂડના રૂપમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેને તળીને અથવા તો સ્નેકના રૂપમાં સેવન કરે છે. તેને વિભિન્ન શાકભાજીમાં ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ તેને અંકુરિત કરીને પણ ઉપયોગ કરવામાં આવે છે. વિભિન્ન ગુણોથી ભરપુર હોવાથી આ એક હેલ્દી સુપર ફૂડ છે. ચાલો તો જાણીએ મઠની દાળના અદ્દભુત અને અલાયદા ફાયદા…

હાડકા : મઠની દાળમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળે છે. જે હાડકાઓને મજબુત બનાવવા અને ઓસ્ટીયોપોરોસીસથી બચવામાં મદદ કરે છે. મઠની દાળમાં ભરપુર માત્રામાં ફોસ્ફરસ મળે છે. આ પોષક તત્વો હાડકાઓને મજબૂતી પ્રદાન કરે છે અને તેનાથી જોડાયેલ બીમારીઓને દુર કરવામાં પણ મદદ કરે છે.

ઈમ્યુન સિસ્ટમ : વિભિન્ન પોષક તત્વોથી ભરપુર હોવાના કારણે મઠની દાળના અનેક ફાયદાઓ છે. તે બીમારી પેદા કરનાર બેક્ટેરિયા, વાયરસ અને કવકથી શરીરને સુરક્ષિત કરે છે. તેમાં ઝીંકની માત્રા મળે છે, જે ઈમ્યુન સિસ્ટમ મજબુત બનાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.

તણાવ : વૈજ્ઞાનિક અનુસાર મઠની દાળમાં મળતું ઝીંક એન્ટી ઓક્સીડેન્ટનું કામ કરે છે અને ઓક્સીડેટીવ સ્ટ્રેસને નિયંત્રિત કરે છે. વ્યસ્ત જીવનશૈલીમાં જીવતા લોકો માટે દરરોજ મઠની દાળનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. મઠની દાળની સાથે  જ ઝીંક યુક્ત અન્ય ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી શરીરનો તણાવ દુર થાય છે.

વજન : પ્રોટીનથી ભરપુર હોવાના કારણે મઠની દાળ વજન ઓછો કરવા માંગતા લોકો માટે બેસ્ટ વિકલ્પ છે. તે સ્નાયુઓને મજબુત બનાવે છે અને વધુ પ્રમાણમાં કેલરી બર્ન કરે છે. આ સિવાય તે મેટાબોલીઝ્મ રેટને પણ વધારે છે.

એનર્જી લેવલ : મઠની દાળમાં વિટામીન બી ખુબ જ વધુ પ્રમાણમાં રહેલ છે. ભોજનને ઈર્ધનમાં બદલવા માટે તે ખુબ જ જરૂરી છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ઉર્જાનું સ્તર વધે છે. આ સિવાય તેમાં ઝીંક મળે છે, જે શરીરને એક્ટીવ રાખવામાં મદદ કરે છે. આમ તમે મઠની દાળનું સેવન કરીને પોતાને તંદુરસ્ત રાખી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment