બુદ્ધિમાન વ્યક્તિએ આ પાંચ બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ…. જાણો કઈ છે આ બાબતો.

બુદ્ધિમાન વ્યક્તિએ આ પાંચ બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ.

 

આચાર્ય ચાણક્યે પોતાની બુદ્ધિ વડે એક સામાન્ય છોકરાને(ચંદ્ર ગુપ્તને) તમામ પ્રકારની વિદ્યા આપી મગધ દેશનો સમ્રાટ બનાવ્યો તેમજ પોતાની આગવી શૈલીમાં “ચાણક્ય નીતિ” નામનો ગ્રંથ પણ લખ્યો. આ ગ્રંથમાં તમામ લોકોને શીખી શકાય એવી અનેક બાબતો રહેલી છે.

આચાર્ય ચાણક્યે ગ્રંથની લખવાની શરૂઆત કરતા કહ્યું કે, “ત્રણેય લોકના સ્વામી એવા ભગવાન વિષ્ણુને નમન કરીને એક રાજ્ય માટે નીતિ શાસ્ત્રના સિદ્ધાંતો કહી રહ્યો છું. આ સિદ્ધાંતો હું અનેક શાસ્ત્રોનો આધાર લઈને કહી રહ્યો છું.

જે વ્યક્તિ શાસ્ત્રો ના સુત્રોનો અભ્યાસ કરીને જ્ઞાન ગ્રહણ કરશે તેને અત્યંત વૈભવશાળી કર્તવ્યનો સિધ્ધાંત પ્રાપ્ત થશે. તે વ્યક્તિને એ વાતનો પણ ખ્યાલ આવશે કે કઈ વાતોનું અનુચરણ કરવું અને કઈ વાતોનું નહિ.”      

આવી રીતે આચાર્ય ચાણક્ય આપણને તેના ગ્રંથ ચાણક્ય નીતિ દ્વારા કહે છે કે, બુદ્ધિશાળી વ્યક્તિ નીચેની 5 વસ્તુઓનો ક્યારેય ભરોસો નથી કરતો.

તો ચાલો જોઈએ કે આચાર્ય ચાણક્ય દ્વારા કઈ 5 વસ્તુઓ પર વિશ્વાસ ન  કરવા આપણને સમજાવે છે.

(1) નદીઓ

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં કહ્યું છે કે, હંમેશા નદીઓનો ક્યારેય વિશ્વાસ કરવો નહિ હા, નદીઓ આપના માટે માતા સમાન છે, આપણું પોષણ પણ કરે છે તેમજ નદી તેના જળ વડે આપની તરસ પણ છીપાવે છે. પણ યાદ રાખો કે એ જ નદીમાં જયારે પુર આવે છે ત્યારે તમારી બધી જ આજીવિકા, પરિવાર, મિલકત બધું જ તણાઈ જાય છે અને તે જ નદી તમને ડુબાડીને મારી પણ શકે છે.

તેથી નદીઓના પાણી પર તેમજ તેના પુર પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ. બીજી વાત એ પણ છે કે, નદી કિનારાથી બહુ દુર જઈને પણ વસવું નહિ. તેથી એક બુદ્ધિશાળી વ્યક્તિ એ જ કરે છે કે, ના તો નદીઓ થી બહુ દુર રહે છે કે, ના તો નાદીઓથી ખુબ નજીક આવીને વસે છે. નદીઓથી એક યોગ્ય દુરી રાખવી એ જ બુદ્ધિમતા છે.

(2) જે વ્યક્તિઓ પાસે અસ્ત્ર–શસ્ત્ર હોય.

આચાર્ય ચાણક્યે એમ પણ કહ્યું છે કે, જે વ્યક્તિઓ પાસે અસ્ત્ર–શસ્ત્ર હોય તેવા વ્યક્તિઓથી હંમેશા ચેતીને રહેવું. કેમ કે, જો તેને ગુસ્સો આવે તો ક્યારે પણ તે આપના પ્રાણ લઇ શકે છે. તેથી અસ્ત્ર–શસ્ત્ર વાળા વ્યક્તિઓથી હંમેશા દુર જ રહેવું યોગ્ય છે.

ભલે તે વ્યક્તિ પર તમને ભરોસો હોય તો પણ તમે એ નથી જાણી શકતા કે ક્યારે તેનું મન બદલાઈ જાય. જો આવું થાય તો તમારા પ્રાણ ક્યારે પણ જઈ શકે છે. તેથી શાણપણ તેમાં જ છે કે, આવા લોકોથી બને તેટલું દુર રહી શકાય. તેમજ આવા અસ્ત્ર–શસ્ત્ર વાળા લોકોની મિત્રતા પણ બની શકે તો ના કરવી.

(૩) નખ તેમજ શીંગડા વાળા પ્રાણીઓ.

નખ તેમજ શીંગડાવાળા પ્રાણીઓ પર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહિ, ભલે તે ગમે તેટલા પાળેલા કેમ ના હોય પણ તેની વૃતિ હિંસક હોવાથી ગમે ત્યારે તે તમને નુકશાન પહોંચાડી શકે છે. બુદ્ધિમાન વ્યક્તિએ હંમેશા આવા પ્રાણીઓથી દુરી બનાવીને રાખવી જોઈએ.

વાઘ, સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓ તેમજ આંખલો, પાડો જેવા શીંગડાવાળા પ્રાણીઓથી દુર  રહેવામાં જ મનુષ્યની ભલાઈ છે. બુદ્ધિમાન મનુષ્ય ક્યારેય પણ આવા પ્રાણીઓની સાથે નિકટતા વધારતો નથી.

(૪) સ્ત્રી. (કે જે ખાલી દેખાવે ભોળી હોય છે એવી સ્ત્રી)

બુદ્ધિમાન મનુષ્યએ ક્યારેય સ્ત્રી પર આંધળો વિશ્વાસ કરવો જોઈએ નહિ. હંમેશા તમારા અમુક રહસ્યો સ્ત્રીને ક્યારેય કેવા જોઈ નહિ, જેમ કે ( ધંધાની સફળતાનું રહસ્ય, ભૂતકાળ વિશેની કોઈ ખરાબ બાબત, વગેરે) કેમ કે આચાર્ય ચાણક્યના કહેવા અનુસાર દેખાવે ભોળી હોય તેવી સ્ત્રીઓ તક મળે ત્યારે તમને દગો દઈને આ બાબત અન્યને કહી શકે છે.

માટે જે સ્ત્રીઓ દેખાવે ભોળી હોય છે તેવી સ્ત્રીઓના દેખાવ પર જઈને ક્યારેય તમારા પોતાની કોઈ રહસ્ય વળી વાત ના કહો. અન્યથા તમારે ગમે ત્યારે પસ્તાવાનો વારો આવી શકે છે.

(5) રાજા કે રાજઘરાનાના લોકો.

હંમેશા રાજા કે રાજઘરાનાના લોકો પર પણ ક્યારેય આંધળો વિશ્વાસ મુકવો નહિ, તે લોકો ગમે ત્યારે આજ્ઞા કરીને તમારો કોઈ ગુનો ના હોવા છતાં કારાગ્રહમાં પુરાવી શકે છે કે મૃત્યુ દંડ પણ અપાવી શકે છે.

તેથી હંમેશા એક વાત યાદ રાખો કે, રાજા તેમજ રાજઘરાનાના લોકોથી થોડી દુરી અવશ્ય રાખવી. જેથી સંકટ સમયે ત્યાંથી છટકી શકાય. બુદ્ધિશાળી લોકોએ હંમેશા એવા રાજા જોડે રહેવું નહિ કે જે પોતે ગુસ્સાવાળો પણ હોય તેને શાસ્ત્રનું પણ કોઈ જ્ઞાન ન હોય આવા રાજા થી દુર રહેવું જ ઉચિત છે.

આમ આચાર્ય ચાણક્યએ આવી રીતે પોતાના ગ્રંથ ચાણક્ય નીતિમાં કહ્યું છે કે, બુદ્ધિશાળી લોકોએ આ 5 બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ. જો આ બાબત અનુસરો તો તમારા પર ક્યારેય જીવનું જોખમ આવતું નથી.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro          

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.    

                                    મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

Leave a Comment