ઉનાળામાં પીવો આ રસ, મળશે આ ગજબના ફાયદા… નખથી લઇ કેન્સર જેવા રોગો પણ કરી દેશે ગાયબ…. ફાયદા જાણીને ચોંકી જશો…

મિત્રો હવે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દરેક વ્યક્તિ ઠંડક મેળવવા માટે વિવિધ પીણાંઓનું સેવન કરે છે. આવા પીણાઓમાં એક શેરડીનો રસ છે જે ઉનાળામાં ખૂબ જ ઠંડક અને રાહત પહોંચાડે છે. ઉનાળામાં શેરડીનો રસ માત્ર તરસ નથી છીપાવતો પરંતુ પોતાના ઔષધીય ગુણોના કારણે શરીરની રક્ષા પણ કરે છે.

તમને જાણીને હેરાની થશે કે શેરડીના રસ ના ગુણ દાંતોની સમસ્યાથી લઈને કેન્સર જેવી જીવલેણ બીમારી સુધી બચાવી શકે છે. તેમાં એવા અનેક જરૂરી પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે શરીરને અનેક રીતે લાભ પહોંચાડવાનું કામ કરે છે આજે આપણે આ લેખના માધ્યમથી શેરડીના રસ પીવાના ફાયદા અને નુકસાન વિશે જાણીશું. સાથે જ તેની ઉપયોગ કરવાની વિવિધ રીતો વિશે પણ તમને જણાવીશું.

👉શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે કેમ સારો હોય છે?:- શેરડીની ખેતી તેમાંથી નીકળતા મીઠા રસને લીધે કરવામાં આવે છે. શેરડી જ ખાંડ અને ગોળનું નિર્માણ કરે છે. આ બધા સિવાય શેરડીનો રસ ઉનાળાનું સૌથી ખાસ પીણું છે. આ શરીરને તરોતાજા કરવામાં મદદ કરે છે. ભારતમાં શેરડીના રસનો ઉપયોગ કમળો, અપચો અને પેશાબના ઘણા રોગોની સારવાર માટે વ્યાપકપણે થાય છે. આંતરિક સ્વાસ્થ્ય ઉપરાંત, તેનો ઉપયોગ ત્વચા માટે પણ થાય છે. નીચે જાણો શેરડીનો રસ તમને કેવી રીતે શારીરિક લાભ પહોંચાડી શકે છે.👉શેરડી ના રસ ના ફાયદા:-

1) ઉર્જા નો સ્ત્રોત:- શરીરમાં લાંબા સમય સુધી ઉર્જા જાળવી રાખવા માટે અને સ્નાયુઓમાં તાકાત જાળવી રાખવા માટે કાર્બોહાઈડ્રેટ ની જરૂર હોય છે. એક રીતે આને ઊર્જા માટેનું ઇંધણ માની શકાય છે. શેરડીનો રસ કાર્બોહાઇડ્રેટથી સમૃદ્ધ હોય છે, જેના કારણે તેનું સેવન લાંબા સમય સુધી ઉર્જાવાન બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. એક શોધ પ્રમાણે વ્યાયામ બાદ શરીરને ફરીથી હાઇડ્રેડ અને તરોતાજા કરવા માટે શેરડીનો રસ અન્ય સ્પોર્ટ્સ ડ્રિંકની તુલનામાં વધારે પ્રભાવશાળી બની શકે છે.

2) લીવર સ્વાસ્થ્ય:- શેરડીનો રસ લીવર સંબંધીત કમળાની બીમારીમાં ફાયદાકારક માનવામાં આવે છે. યુનાની ચિકિત્સા પ્રમાણે શેરડીના રસના ફાયદા કમળાથી તુરંત જ આરામ આપવામાં મદદ કરે છે. લીવરની કામગીરીમાં અવરોધ આવે ત્યારે કમળો થાય છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે શરીરમાં બિલીરૂબિન વધારે વધી જાય છે. બિલીરૂબિન એ પીળો રંગદ્રવ્ય છે જે લીવર માં લાલ રક્ત કોશિકાઓના તૂટવાથી બને છે. આ સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે દરરોજ એક ગ્લાસ તાજા શેરડીના રસનું સેવન કરી શકાય છે.3) કેન્સર:- કેન્સર થી બચવા માં પણ શેરડીનો રસ પીવાના ફાયદા જોવા મળે છે. આ રસમાં ટ્રાયસીન નામનું એક ફ્લેવોન ઉપલબ્ધ હોય છે, જે એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે સાથે જ પોતાના એન્ટી પ્રોલાઈફરેટિવ  ગતિવિધિ ના કારણે શેરડીનો રસ અનેક પ્રકારની કેન્સરની કોશિકાઓને વિકસતા રોકે છે. જણાવીએ કે કેન્સર એક એવી બીમારી છે જેનો સમય રહેતા ડૉક્ટર થી ઈલાજ કરાવવો જરૂરી છે. માત્ર શેરડીના રસનું સેવન કરવાથી આ બીમારીને ઠીક નથી કરી શકાતી. 

4) રોગપ્રતિકારક ક્ષમતા વધારે:- શેરડી ખાવાના ફાયદા રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મળી શકે છે. પ્રતિ રક્ષા પ્રણાલી એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમ શરીરને અનેક રીતે સંક્રમણ અને બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. તેની પુષ્ટિ કરવા માટે જ્યારે શેરડીના ગુણ પર શોધ કરવામાં આવી તો તેના હેપાટોપ્રોટેક્ટિવ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ સામે આવ્યા. તેના પરિણામમાં સામે આવ્યું કે શેરડીનો અર્ક અનેક પ્રકારના બેક્ટેરિયા અને વાયરલ સંક્રમણથી બચાવવાની સાથે સાથે રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં પણ મદદ કરે છે. અમે અહીંયા સ્પષ્ટ કરી દઈએ કે આ શોધ શેરડીના અર્ક થી જોડાયેલા છે, શેરડીના રસ પીવાના ફાયદા પર હજુ વધારે શોધની આવશ્યકતા છે.5) તાવ માં ફાયદાકારક:- જ્યારે તાવ આવે છે ત્યારે આપણું શરીર કોઈ બીમારીથી લડવાની કોશિશ કરી રહ્યું હોય છે. મોટાભાગે તાવ કોઈને કોઈ સંક્રમણના કારણે આવે છે, આ દરમિયાન શરીર સંક્રમણનું કારણ બનતા બેક્ટેરિયાથી વાયરસને નાશ કરવાની કોશિશ કરે છે. એવામાં શેરડી નો રસ પીવાના ફાયદા તાવને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે આ અંગે હજુ વધારે શોધની આવશ્યકતા છે.

6) ગળાથી જોડાયેલી સમસ્યા:- શેરડીના રસના ફાયદા અહીંયા જ સમાપ્ત નથી થતા શેરડીના રસનું સેવન ગળાના દુખાવા માટે પણ ખૂબ જ ફાયદાકારક.છે જ્યારે કોઈ ગળાથી જોડાયેલી સમસ્યા જેમકે ટોન્સિલથી પરેશાન હોય તો તેમણે શેરડીના રસનું સેવન કરવાથી ફાયદો થાય છે. જ્યારે ટોન્સિલ્સ ( ગળાના પાછળના ભાગના ટીસ્યુ ) નો સોજો આવે છે તો દુખાવો અને તકલીફનું કારણ બને છે. તેમજ શેરડીનો રસ ગળાની ખરાશ, શરદી અને ફ્લૂ જેવી સમસ્યાઓને ઠીક કરવામાં પણ મદદ કરે છે.

7) ઘાવ ભરવામાં ફાયદાકારક:- શેરડીનો રસ પીવાના ફાયદા અનેક પ્રકારના ઘાવ ભરવામાં પણ જોવા મળે છે. એનસીબીઆઈની એક વેબસાઈટ પર પ્રકાશિત એક શોધમાં જણાવવામાં આવ્યું છે કે શેરડીના રસનું સેવન ઘાવ ભરવામાં મદદરૂપ થાય છે. એક અન્ય શોધમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ઘાવ ને ઠીક કરવા માટે શેરડીમાંથી બનાવેલી ખાંડ નો ઉપયોગ કરી શકાય છે. ખાંડમાં એન્ટી માઇક્રોબીઅલ ગુણ ઉપલબ્ધ હોય છે જે ઘાવ ને ઠીક કરવામાં મદદ કરે છે.8) પેશાબથી જોડાયેલી સમસ્યાઓમાં ફાયદાકારક:- કેટલીક વાર પેશાબ કરતી વખતે દુખાવો, બળતરા કે અસહજતા મહેસુસ થાય છે. આ સમસ્યાને ડિસયુરિયા કહેવાય છે. આ મૂત્રમાર્ગમાં કોઈક ને કોઈક સંક્રમણના કારણે થઈ શકે છે. પેશાબથી જોડાયેલી આ સમસ્યાથી રાહત મેળવવા માટે શેરડીનો રસ પી શકાય છે. જણાવવામાં આવે છે કે આ ડિસયુરિયાની સાથે સાથે અનયુરિયા( ઓછા પ્રમાણમાં યુરીન આવવું ) અને યુરીન સંબંધિત અન્ય સમસ્યાઓથી રાહત મેળવવામાં પણ મદદ કરે છે.

9) નખ માટે ફાયદાકારક:- સ્વસ્થ અને સુંદર નખ કોણ નથી ઈચ્છતું. તેને સ્વસ્થ બનાવી રાખવામા કેલ્શિયમ અને જરૂરી મિનરલ હોય છે. એવામાં નખ ને મજબૂત અને સ્વાસ્થ્યમંદ બનાવી રાખવા માટે શેરડીના રસનું સેવન કરી શકાય છે. તેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જેથી નખ ને મજબૂત બનાવી રાખવામાં મદદ મળે છે.

10) ખીલ ની સમસ્યામાં ફાયદાકારક:- શેરડીના રસમાં અલ્ફા હાઇડ્રોક્સી એસિડ (AHA) નો સારો સ્ત્રોત હોય છે, જે ત્વચા માટે ખાસ તત્વ માનવામાં આવે છે. અલ્ફા હાઈડ્રોક્સી એસિડ માં ગ્લાયકોલીક એસિડ, લેક્ટિક એસિડ, મૈલિક એસિડ, ટાર્ટરિક એસિડ અને સાઈટ્રિક એસિડ હાજર હોય છે, જેનું કોસ્મેટિક ઉત્પાદનોમાં મોટા પ્રમાણમાં પ્રયોગ કરવામાં આવે છે. ખીલથી છુટકારો મેળવવામાં આ એસિડ મુખ્ય ભૂમિકા ભજવે છે. 

સામગ્રી:- શેરડી નો રસ, જરૂરિયાત પ્રમાણે, મુલતાની માટી- જરૂરિયાત પ્રમાણે. રીત:- મુલતાની માટીમાં શેરડીના રસને નાખીને પેસ્ટ બનાવી લો. હવે તમારા ચહેરા અને ગરદન પર આ પેસ્ટ લગાવો. લગભગ 20 મિનિટ સુધી ચહેરા પર પેસ્ટ લગાવીને રહેવા દો અને ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો. આ ઉપાય ને અઠવાડિયામાં એક થી બે વાર ઉપયોગ કરી શકાય છે.

11) સ્કીન એજિંગ:- ત્વચા પર યુવી કિરણો અને ફ્રી રેડીકલ્સના પ્રભાવના કારણે સમય કરતા પહેલા વૃદ્ધત્વના લક્ષણો જોવા મળી શકે છે. આ લક્ષણોમાં કરચલીઓ, પીગમેન્ટેશન વગેરે સામેલ છે. તેમાંથી આરામ મેળવવા માટે પ્રભાવી એન્ટિઓક્સિડન્ટ નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. શેરડીના રસના સમૃદ્ધ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે, જે ફ્રી રેડીકલ્સના પ્રભાવને ઘટાડવામાં મદદરૂપ થાય છે શેરડીના રસનું સેવન સ્કીન કેન્સરથી બચાવવામાં પણ મદદરૂપ થાય છે.

સામગ્રી:- બે થી ત્રણ ચમચી શેરડીનો રસ, ચપટી હળદર. રીત:- શેરડીના રસમાં હળદર મેળવો. તેને આખા ચહેરા પર લગાવો અને 10 થી 12 મિનિટ માટે રહેવા દો. હવે ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment