વર્ષો જુના સાંધા અને માંસપેશીઓના દુખાવા કરો દુર, અજમાવો આ સસ્તો સટીક ઉપાય… એક જ રાતમાં દુખાવા થશે હંમેશા માટે ગાયબ….

આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોને સાંધા અને માંસપેશીઓ ના દુખાવાની તકલીફ હોય છે. જેના ઉપાય રૂપે તમે અનેક પ્રયાસો કરતા હો છો. કેટલીક દવાઓનું સેવન પણ કરતા હો છો. પણ જો તમે આયુર્વેદિક ઈલાજ કરવા માંગતા હો તો તમારા માટે આ તેલ ખુબ જ અસરકારક નીવડી શકે છે. તેનાથી તમને જલદી આરામ મળે છે. 

મૌસમ બદલાતા જ બીમારીઓનું જોખમ પણ વધી જતું હોય છે. સૌથી વધુ સમસ્યા એ લોકોને થાય છે જે સાંધા, ઢીચણ અથવા કોઈ જૂની ઈજા થી પરેશાન હોય છે. શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઉનાળો શરુ થવાનો છે. આ મૌસમ દુખાવાને ગંભીર બનાવી શકે છે. અને લોકો અક્સર સાંધા અને માંસપેશીઓના દુખાવાની ફરિયાદ કરતા હોય છે.

માંસપેશીઓ નો દુખાવો અક્સર છાતી, પેટ, પીઠ અને હાથ-પગ ને પ્રભાવિત કરે છે જયારે સાંધાનો દુખાવો ખંભા, કોણી, આંગળીઓ, ઢીંચણ અને પગને તોડી નાખે છે. સાંધા અને માંસપેશીઓના દુખાવાના ઈલાજ માટે ઘણા મેડીકલ ઉપાય રહેલ છે. જેમ કે આરામ કરવો, ફીજીયોથેરેપી, દર્દ નિવારક દવાઓ અને ગરમ પેક. પણ ઘણીવખત તેનાથી આરામ નથી મળતો.

આમ તો ઘણા દુખાવા થોડા દિવસમાં ઠીક થઇ જાય છે. પણ કેટલાક મામલે આવું નથી બનતું. અને વધુ સમય લાગે છે. અને દુખાવો જુનો થતો જાય છે. જો તમે દુખાવાથી જલ્દી આરામ મેળવવા માંગતા હો તો તમે કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવી શકો છો.

સાંધા અને માંસપેશીઓના દુખાવા માટે આયુર્વેદિક તેલ:- ડોક્ટર અનુસાર સાંધા અને માંસપેશીઓ નો દુખાવો એક સામાન્ય સમસ્યા છે જેને વડીલો જ નહી પણ બાળકો અને યુવાનો પણ પીડિત થાય છે. લાંબા સમય સુધી બેસી રહેવું, જૂની ઈજા, ઋતુમાં બદલાવ વગેરે કારણે આ સમસ્યા થઇ શકે છે. આ માટે આયુર્વેદમાં ઘણા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. 

સાંધાના દુખાવા માટે તલનું તેલ:- ડોકટરે જણાવ્યું કે સાંધાના દુખાવા માટે બજારમાં મળતા બામ, તેલ અથવા દવાઓ તમારા માટે મોઘી સાબિત થઇ શકે છે. અને તેના સતત ઉપયોગ તમને નુકશાન પણ થઇ શકે છે. એવામાં તલનું તેલ તમારા માટે સસ્તું અને પ્રભાવી ઉપચાર સાબિત થઇ શકે છે. તેના માટે રસોન કન્દના ઉકાળાને તલના તેલમાં 6 થી 12 ગ્રામની માત્રામાં ઉકાળો. તેને ઠંડુ થવા દો. તેને દિવસમાં બે વખત લગાવો. તેનાથી રાત્રે સુતી વખતે આરામ મળે છે.1) નાળીયેર તેલ:- નાળીયેર તેલ સાંધા અને માંસપેશીઓ ના દુખાવા માટે રામબાણ ઈલાજ છે. જો તમે સસ્તામાં દુખાવાથી રાહત મેળવવા માંગો છો તો આ ઉપાય તમારા માટે બેસ્ટ છે. આ માટે બાલા તેલ અને નાળીયેર તેલને બરાબર માત્રામાં મિક્સ કરીને નવશેકું ગરમ કરો. તેને રાત્રે સુતી વખતે પ્રભાવિત સ્થાન પર લગાવો. અને મસાજ કરો. તમને તરત જ આરામ મળશે. 

2) એરંડાનું તેલ:- એરંડાના તેલને આયુર્વેદમાં એક ઉતમ ઔષધી માનવામાં આવે છે. દુખાવાથી રાહત મેળવવા માટે તમે 14 મિલી લીટર એરંડા તેલમાં એક ગ્રામ નાની પીપલી નાખીને ધીમા તાપે ઉકાળો. આ મિશ્રણને રાત્રે સુતી વખતે દુખાવાના સ્થાને લગાવવાથી આરામ મળે છે. 

3) તલના તેલમાં લસણ નાખો:- તલનું તેલ કોઈપણ પ્રકારના દુખાવા માટેનું સસ્તું અને અસરકારક ઈલાજ માનવામાં આવે છે. તેની અસર વધારવા માટે તેમાં સુંઠ અને લસણ નાખીને સારી રીતે ઉકાળો. આ મિશ્રણ થી રાત્રે સુતી વખતે પ્રભાવિત ભાગમાં માલીશ કરો. તમને આરામ મળશે.4) એરંડાનાં પાન:- એરંડાના તેલની જેમ તેના પાન પણ દર્દ નિવારક નું કામ કરે છે. આ માટે એરંડાના પાન ને તેલમાં નાખીને ધીમા તાપે ગરમ કરી લો. અને તેને દુખાવાના સ્થાને બાંધી લો. ત્યાર પછી હળવો શેક કરો. સવાર સુધીમાં તમારો દુખાવો છુમંતર થઇ જશે. 

5) નાળીયેર તેલ:- નાળીયેર તેલના ઘણા ફાયદાઓ છે અને તેને આયુર્વેદમાં એક ઔષધી માનવામાં આવે છે. સાંધા અને માંસપેશીઓ ના દુખાવાથી રાહત મેળવવા માટે તેને થોડું ગરમ કરી લો. તેમાં થોડું કપૂર અને સુંઠ મિક્સ કરો. તેને ઢીંચણ પર લગાવીને માલીશ કરવાથી જલ્દી આરામ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment