સ્કૂલ હોય કે કોલેજ હોય આપણી બેગમાં હંમેશા એક પ્લાસ્ટિકની બોટલ રહે છે કારણ કે આપણને સમય સમય પર પાણીની જરૂર પડે છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે દરરોજ જે બોટલથી તમે પાણી પીવો છો તેની પર લાઈન બનેલી હોય છે, એવું કેમ હોય છે? કાંતો બોટલમાં લાઈન બનેલી હોય છે કે પછી બીજી કોઈ ડિઝાઇન, પરંતુ તે પ્લેન નથી હોતી. આજે આપણે આ લેખ દ્વારા આ રસપ્રદ માહિતી વિશે જાણીશું.
1) પક્કડ મજબૂત રહે:- જ્યારે પણ કોઈ પ્લેન વસ્તુને પકડીએ છીએ તો તે આપણા હાથમાંથી લપસી જાય છે. આજ મુખ્ય કારણથી બોટલ પર પકડને મજબૂત કરવા માટે લાઈન બનેલી હોય છે. આ લાઈન આપણી ગ્રીપ ને મજબૂતી આપે છે. એ જરૂરી નથી કે માત્ર લાઈનો જ બનેલી હોય અન્ય કોઈ ડિઝાઇન પણ હોઈ શકે છે.2) પ્લાસ્ટિકની ક્વોલિટી:- જે પ્લાસ્ટિકની બોટલનો આપણે ઉપયોગ કરીએ છીએ તે હાર્ડ પ્લાસ્ટિકની જગ્યાએ સોફ્ટ પ્લાસ્ટિકથી બનેલી હોય છે. તેથી બોટલ પર બનેલી લાઈન તેને મજબૂત કરે છે. તમે જોયું હશે કે કેટલાક લોકો પ્લાસ્ટિકની બોટલને હાથથી જ તોડીને વાળી દે છે. એવું એટલા માટે કારણ કે બોટલનું પ્લાસ્ટિક ખૂબ જ લો ક્વોલિટીનું હોય છે.
3) સ્ટાઇલ છે એક મુખ્ય કારણ:- માર્કેટમાં દરેક વસ્તુ સ્ટાઈલના કારણે ચાલે છે પછી તે કોઈપણ પ્રોડક્ટ હોય. તે પણ એક મુખ્ય કારણ છે કે પ્લાસ્ટિકની બોટલ પર લાઇન બનેલી હોય છે. આ લાઈન એકદમ સાદી પાણીની બોટલને સ્ટાઈલીસ્ટ બનાવે છે. આજકાલ અનેક બોટલો આવી ગઈ છે, જે અલગ અલગ ડિઝાઇનની હોય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી