કારના કુલેન્ટ વિશેની A to Z માહિતી, કાર ચલાવતા દરેક લોકોએ જરૂર જણાવી જોઈએ… ક્યારેય છેતરાશો નહિ…

માનવ શરીર સ્વસ્થ હૃદય દ્વારા સારુ કામ કરી શકે તેવી જ રીતે ગાડીનું હૃદય એન્જિન કહેવાય છે. એન્જિનની કાર્ય કુશળતા અને ક્ષમતા વધારવા માટે કુલન્ટ અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. એન્જિનમાંથી ઉત્પન્ન થતી હિટને ટ્રાન્સફર કરવી પડે, કે જેના કારણે એન્જિન ઠંડુ રહી શકે અને સરળતાથી કામ કરી શકે. તેના માટે દરેક કંપનીએ બે પ્રકારના એન્જિન બનાવ્યા છે : 1 ) એર કુલ્ડ એન્જિન,  2) લિક્વિડ કુલ્ડ એન્જિન. તેના સિવાય ઓઇલ કુલ્ડ એન્જિન પણ આવે છે. મોટાભાગે એર કુલ્ડ અને ઓઈલ કુલ્ડ એન્જિન બાઈકમાં જ જોવા મળે છે. 

પરંતુ હવે કેટલીક બાઈકોમાં લિક્વિડ કુલ્ડ  એન્જિન પણ જોવા મળતા હોય છે. પરંતુ કારમાં તો ઘણા જ મોટા એન્જિન હોય છે તેથી તેમાં હીટ વધુ ઉત્પન્ન થાય છે, તેથી તેમાં લિક્વિડ કુલ્ડ એન્જિન જ કામ આવે છે. કમ્બ્રેશન ચેમ્બરમાં ઉત્પન્ન થયેલી હિટને કુલન્ટ રેડિયેટર સુધી લાવે છે. ત્યાર પછી રેડીએશનમાં રહેલો ફેન તેને બહાર ફેંકવાનું કામ કરે છે. જેથી એન્જિનનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નથી જતું. પરંતુ જો 100 ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાપમાન જાય તો એન્જિન માટે ભયાનક જોખમ થવાની સંભાવના રહે છે.કૂલેન્ટના મુખ્ય ત્રણ પ્રકારના હોય છે:-

1) રસ્ટિંગ:- એન્જિનનો કોઈપણ પાર્ટ ખરાબ ન થાય તેની વિશેષ કાળજી રાખવી પડે છે. કારણ કે તેમાં મોટાભાગના પાર્ટ એલ્યુમિનિયમ લોખંડ અને હાર્ડ પ્લાસ્ટિકના બનેલા હોય છે. એન્જિનના આ પાર્ટને કુલન્ટ ક્યારેય કાટ નથી લાગવા દેતું. કારણ કે તેમાં જે લિક્વિડ હોય છે, તે રસ્ટ ફ્રી એટલે કે કાટ ન લાગે તેવું હોય છે. પરંતુ કૂલેન્ટને બદલે પાણી નાખવાની ભૂલ ન કરવી. જો આમ કરવામાં આવે તો રસ્ટિંગની સમસ્યા વધી શકે છે. પાણીના કારણે બધા પાર્ટને કટાવવાનું જોખમ રહે છે. જો વધારે સમય સુધી પાણી રેડિયેટરમાં ભરેલું રહે તો કેટલાક પાર્ટને કાટ લાગી શકે છે.2) બોઈલિંગ:- જો બોઇલિંગનો પોઇન્ટ ઊંચો હોય તો તેનો મતલબ એ છે કે, અત્યંત વધારે ગરમ તાપમાન હોવા ઉપરાંત પણ ફૂલેન્ટ સરળતાથી પોતાનું આપે છે, અને તેની વરાળ પણ નથી બનતી. આ તેની વિશેષ ખાસિયત છે. એક વાત સમજવા જેવી એ છે કે, કુલન્ટની જગ્યાએ પાણી હોય તો શું થાય ? પાણી એન્જિનમાં નાખીએ તો સૌ પ્રથમ ખુબ જ હિટીંગ થાય છે અને વળી પાણી કુલન્ટ જેટલું હિટીંગ સહન નથી કરી શકતું અને તેનાથી વધુ હીટ ઉત્પન્ન થવાથી એન્જિનના કેટલાક પાર્ટ ઓગળી પણ શકે છે અને એન્જિન તેનાથી ઓવર હિટીંગથી સીઝ પણ થઈ શકે છે. એટલે કે એન્જિન ચોંટી પણ શકે છે.

3) ફ્રીજ:- કૂલેન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે 20 થી 30 ડિગ્રી સુધી જામતું નથી. મતલબ કે જ્યાં માઇનસ તાપમાન હોય તેવા અમુક ઠંડા કે બરફીલા પ્રદેશમાં ગાડી લઈને ગયા હોય તો તેવા વિસ્તારમાં પણ કુલન્ટ સરળતાથી કામ કરે છે, જેમ કે શિમલા, કુલ્લુ, મનાલી વગેરે. પરંતુ તેની જગ્યાએ પાણી વધારે ઠંડીમાં જલ્દીથી જમવા લાગે છે તેના કારણે રેડિયેટરમાં પાણી જામવાની સમસ્યા ઊભી થાય છે અને જો એક વખત રેડીએટર અને હીટર કોઇલમાં પાણી જામી જાય તો ગાડીને શરૂ કરવી અત્યંત અઘરી બની જાય છે તેના કારણે હીટિંગની પણ સમસ્યા આવી શકે છે.જો કુલન્ટ રસ્તામાં લીક થાય કે ખૂટી જાય તો શું કરવું ?:- જો કુલન્ટ લીક થતું હોય કે રસ્તામાં ખૂટી જાય તો નિઃશન્કપણે પાણી નાખીને ગાડી ચલાવી શકાય. જો મુસાફરી દરમિયાન અચાનક જ ફૂલેન્ટ લીક થવા માંડે અથવા ખલાસ થઈ ગયું હોય કે, બીજી સમસ્યાના કારણે પાણી નાખવું પડે તો ગભરાવાની કોઈ જરૂર નથી. પાણી નાખ્યા બાદ તમે 200 થી 500 કિલોમીટર સુધી નિશ્ચિંતપણે જઈ શકો છો અને ગેરેજમાં જઈને સૌપ્રથમ રેડીએટરને ફ્લશ કરાવવું અને પાણીની જગ્યાએ કૂલેન્ટ નખાવી શકો છો. પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી કુલન્ટ નાખવાનો જ પ્રયાસ કરવો અને પાણી નાખવાનું ટાળવું.

કૂલેન્ટ ક્યારે બદલવું:- તમારી ગાડી જ્યારે 20,000 કિલોમીટર ચાલી જાય એટલે ચોક્કસપણે કુલન્ટ બદલી દેવું અથવા તો 20,000 કિલોમીટર ન ચાલી હોય, અને ત્રણ વર્ષ થઈ ગયા હોય તો કુલન્ટ ચેન્જ કરી નાખવું જોઈએ. અમુક કંપની એવું પણ કહે છે કે, 50,000 કિલોમીટર સુધી કુલન્ટ નહિ બદલો તો ચાલશે, પરંતુ આપણે આપણી સલામતી માટે 20,000 કિલોમીટર ગાડી ચાલે એટલે તૈયારીમાં જ કુલન્ટ બદલી નાખવું જોઈએ. કારણ કે કુલન્ટનો ખર્ચો ઓછો થાય છે, પરંતુ તેનાથી ગાડીને જો ખરાબી થાય તો તેનો ઘણો મોટો ખર્ચો આવે છે.કુલન્ટ અને પાણી બંનેને કેટલી માત્રામાં મિક્સ કરવું:- મોટાભાગના લોકોને આ વિશે ખબર હોતી નથી કે, આનું નિશ્ચિત પ્રમાણ કેટલું હોવું જોઈએ. તો તેના માટે સૌથી શ્રેષ્ઠ એ છે કે, એક લીટર કુલન્ટ અને 1 લીટર પાણીને મિક્સ કરીને નાખો. જો ગાડીની કેપીસીટી 4 લીટરની હોય તો 2 લીટર કુલન્ટ અને 2 લિટર પાણી એ પ્રમાણે માપ રાખવું. જો ગાડીની કેપેસિટી 6 લીટરની હોય તો બંનેનું પ્રમાણ 3-3 લિટર એ પ્રમાણે રાખવું. પરંતુ એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે જો તમે પાણી મિક્સ કરતા હોય તો ફૂલેન્ટ હેવી ડ્યુટી વાળુ લેવું જોઈએ. કારણ કે બીજું પણ એક કૂલન્ટ આવે છે જેને આરટીયુ(RTU) કહે છે. તેનો મતલબ રેડી ટુ યુઝ. જો તમે રેડી ટુ યુઝ કુલન્ટ વાપરો છો તો તેમાં માત્ર આર ટી યુ કુલન્ટ જ વાપરવું જોઈએ. તેમાં પાણી મિક્સ કરવાની ભૂલ જરાય પણ ન કરવી, કારણ કે કંપની તેમાં પહેલેથી જ પાણી મિક્સ કરીને આપે છે.

ઘણી કંપની એવું પણ કહે છે કે, એક લીટર કુલન્ટમાં 4 લિટર પાણી નાખવું, તો આવી ભૂલ ક્યારેય ન કરવી. કંપની ભલે ગમે તે દાવા કરતી હોય, પરંતુ આપણા એન્જિનની સેફટી માટે આગળ જણાવ્યું તેમ એક લીટર કુલન્ટ તો એક લીટર પાણી એ જ રીતે મિક્સ કરવું. અને તેમાંય કુલન્ટ જો હેવી ડ્યુટી વાળુ હોય તો જ પાણી મિક્સ કરવું. બાકી ફક્ત કુલન્ટનો જ ઉપયોગ કરવો જોઈએ.

શું કુલન્ટની સાથે પાણી નાખવું જરૂરી છે અથવા કૂલેન્ટ એકલું નાખીએ તો શું થાય ?:- જો તમે ફક્ત હેવી ડ્યુટી વાળું ફૂલેન્ટ નાખતા હોય, તો તેનાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી ઊલટાનું એન્જિનને ફાયદો થાય છે.

જો તમે માત્ર કૂલેન્ટ જ નાખો છો તો તે હેવી ડ્યુટી હોય છે અને તમે આરટીયુ એટલે કે રેડી ટુ યુઝ પણ નાખી શકો છો. હેવી ડ્યુટી મોંઘુ હોય છે જ્યારે આરટીયુ કુલન્ટ સસ્તું હોય છે. કારણ કે તેમાં પહેલાથી જ પાણી એડ કરેલું હોય છે.જો તમે ગાડીને ખરેખર સાચવવા માંગતા હોય તો કુલન્ટ જ વાપરો તેમાં પાણી મિક્સ કરવાનો આગ્રહ ન રાખશો. જો તમે હેવી ડ્યુટી કુલન્ટ વાપરો છો, તો ગાડી માટે તે સૌથી શ્રેષ્ઠ છે અને જે લોકો નિયમિત રૂપે લાંબા રૂટ પર મુસાફરી પર જતા હોય તેમના માટે તો હેવી ડ્યુટી ફૂલેન્ટ જ સૌથી બેસ્ટ છે.

કુલન્ટ  ખરાબ છે તેવું કેવી રીતે ખબર પડે:- સૌથી પહેલા જો તમે કોઈપણ પ્રકારનું  ફૂલેન્ટ નાખ્યું હોય તો તેનો કલર થોડો ઝાંખો અથવા તો ઘટ્ટ થઈ ગયેલો જોવા મળશે, અને ત્યાં તમને થોડું રસ્ટિંગ જોવા મળશે. થોડુંક કુલન્ટ ઘણી વખતે ઘટ્ટ પણ થઈ જાય છે એટલે સમજી લેવું કે, હવે કૂલેન્ટને બદલવું જરૂરી છે. પરંતુ હવે મશીન પણ આવી ગયા છે જેને  ફૂલેન્ટ ટેસ્ટર મશીન કહેવાય છે. તેના દ્વારા પણ જાણી શકાય છે કે કુલન્ટ કેટલું ખરાબ છે અને કેટલું સારું છે. જો તમને ખબર ન પડે તો ગાડીની સર્વિસ કરાવતી વખતે કુલન્ટ વિશે સારા મિકેનિકને પૂછી લેવું.

નોંધ:- તમે જ્યારે પણ ફૂલેન્ટ નખાવો તો રેડીએટરમાં કચરો જોવા મળે તો રેડિયેટરને સારી રીતે ફ્લશ કરાવવું ત્યાર પછી જ કુલન્ટ ગાડીમાં કુલન્ટ નાખો. જો આવું નહિ કરો તો તેના પરિણામ સ્વરૂપ એન્જિનને માર પડી શકે અથવા તો કૂલેન્ટની પ્રોસેસ ખરાબ થઈ શકે.

અત્યારે માર્કેટમાં વધારે ફેસીલીટી વાળા અલગ અલગ નામ ધરાવતા કુલન્ટ આવી ગયા છે. તો તમે જ્યારે પણ કુલન્ટ ચેન્જ કરાવો તો તમારી ગાડીના ઉપયોગ પ્રમાણે કરાવજો. અને કુલન્ટ વિશેના ઉપર જણાવ્યા પ્રમાણે નિયમોનું પાલન કરજો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment