સવારના સમયે ગેસ સીલીન્ડર કોઈ માંગે તો શા માટે આપવું ના જોઈએ? કયું કારણ રહેલું છે આ પાછળ?

જ્યારે માણસનું નસીબ ખરાબ હોય ત્યારે મુસીબતો અનેક રીતે આવી જતી હોય છે અને આવા સમયે જો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવામા આવે તો મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આવી જ એક વાત આજે અમે જણાવશું, જે દરેક વ્યક્તિએ જણાવી ખુબ જ આવશ્યક છે.

તમે જોયું જ હશે જ કે ઘણા લોકો હંમેશા મૂંઝવણમાં હોય છે કે ખરાબ નસીબ તેમને કોઈપણ રીતે છોડતું નથી. સખત મહેનત કર્યા પછી પણ કોઈ સારા પરિણામો આવતા નથી. તમે જે પણ કામ કરો છો તેમાં પણ અડચણ આવે છે, સાથે જ ઘરમાં પૈસાની સતત તંગી થઈ રહી છે. જો આ બધી બાબતો તમારી સાથે પણ થઈ રહી છે, તો તમારે આગ અને ચૂલા સાથે જોડાયેલ કેટલીક વિશેષ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

તેનું પણ એક કારણ છે, કેમ કે ઘરનો ચૂલો અગ્નિકોણ અને અગ્નિદેવનું પ્રતિનિધિત્વ કરે છે. એટલું જ નહીં, અગ્નિદેવને શાસ્ત્રોમાંના પાંચ તત્વોમાંના એક દેવ માનવામાં આવે છે. આ ઉપરાંત સનાતન ધર્મમાં કંઇ પણ શુભ કામ કરતા પહેલા અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે. તેથી, તમારે તમારા ઘરના સ્ટવ અને અગ્નિથી સંબંધિત આ વિશેષ માન્યતાઓને ધ્યાનમાં રાખવી જોઈએ.આ રીતે તમારું કમનસીબ આવે છે : જો તમે આકસ્મિક રીતે આગ પર થૂંકો છો અથવા કોઈ કારણોસર તેના પર પાણી નાખો છો, તો સમજો કે તમે જાતે ખરાબ નસીબને આમંત્રણ આપી રહ્યા છો.

આ સિવાય જો તમે સવારે તમારા સ્ટવમાંથી બોટલ જુદી કરીને બીજાને અગ્નિ આપી તો તમારી અગ્નિ બુઝાઈ ગઈ.. અને ઘરની અગ્નિનો નાશ થવો એટલે ઘરમાં તંગી આવવી. એટલા માટે જ યાદ રાખો કે સવારે જો તમારું કોઈ સિલિન્ડર માંગવા આવે છે, તો તે આપશો નહીં.. સવારે ભોજન કે ચા પાણી બનાવી લીધા બાદ તમે ગેસની બોટલ આપી શકો છો, પણ તમારે રસોઈ કે નાસ્તો બનાવવાનો બાકી હોય તે સંજોગોમાં સવારે ગેસની બોટલ આપવી નહિ, થોડા સમય બાદ આપવી.

બંધ સ્ટવ પર હંમેશા કંઈક રાખો : એક વસ્તુ ધ્યાનમાં લેવી ખુબ જ જરૂરી છે. રસોઈ કર્યા પછી સ્ટવને ક્યારેય ખાલી ન રાખો. કારણ કે સ્ટવ કંઈ ન રાખવામાં આવે તો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે. એટલું જ નહીં, તમારા રસોડામાં પણ ખોરાકની અછત થઈ શકે છે. તેથી, રસોઈ કર્યા પછી, કોઈ પણ ખાદ્ય પદાર્થને વાસણમાં નાંખો અને તેને સ્ટવ પર મૂકી દો.

જો ઘરમાં પ્રકાશનો અભાવ હોય : જો તમારા ઘરમાં પ્રકાશનો અભાવ છે, અથવા જો સ્ટવને એવી જગ્યાએ રાખો છો જ્યાં ખુબ અંધકાર હોય, તો તમે સમજી જાવ કે તમારા ઘરના વડાની તબિયત ઘણીવાર નબળી બનતી જશે અને લાંબી બીમારીને લીધે અઘટિત ઘટના પણ બની શકે.  જો ઘરમાં આગ લાગે છે : જો તમે કોઈ કારણસર ઘરમાં આગ લગાવો છો, તો એક વાત ધ્યાનમાં રાખવી જ જોઇએ કે રાત્રે ઘરના કોઈ પણ સભ્યને તે આગની રાખની નજીક સૂવા ન દેવા જોઈએ. કારણ કે એવું કહેવામાં આવે છે કે રાખમાં નકારાત્મક એનર્જી હોય છે. જે તમારા માટે હાનિકારક હોય શકે છે.

સ્ટવ પર ખાલી વાસણ ન મૂકો : જો તમે સ્ટવ પર આકસ્મિક રીતે ખાલી વાસણ મૂકો છો, તો તમારું ઘર ક્યારેય પ્રગતિ કરશે નહીં અને કોઈ તમારા ઘરમાં કોઈને ગંભીર રીતે બીમારી થઈ શકે છે. આથી જો કોઈ વાસણ અચાનક સ્ટવ પરથી નીચે પડે છે, તો તે ઘટનાને પણ અશુભ માનવામાં આવે છે.

રાખ પર પાણી ફેંકી દેવું : રાખ ઉપર પાણી ફેંકવું અથવા તેના ઉપર ગંદકી કરવી પણ અશુભ માનવામાં આવે છે. આ કરવાથી, તમારું ભાગ્ય તમારાથી રિસાઈ જાય છે અને તમારા ખરાબ દિવસો શરૂ થાય છે.

આથી બધાએ હંમેશા અગ્નિદેવનું સન્માન કરવું જોઈએ. રાખ એકસાથે એકઠી કરીને સારી જગ્યાએ ફેંકી દેવી જોઈએ. જો તે હવનની અગ્નિ છે  તો તેને પાણીમાં પ્રવાહિત કરવી જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment