આ મશહુર સિતારો આજે કરે પાણી માટે લડત…. ઘરે ઘરે મફત કરે છે નળ અને પાણી લીકેજનું રીપેરીંગ… શેર જરૂર કરજો

આ મશહુર સિતારો આજે કરે પાણી માટે લડત…. ઘરે ઘરે મફત કરે છે નળ અને પાણી લીકેજનું રીપેરીંગ… શેર જરૂર કરજો

આજનો આ લેખ આજના દરેક વ્યક્તિએ અવશ્ય વાંચવો જોઈએ. અને આ લેખને અંત સુધી વાંચો, કેમ કે જો તમે આ લેખને એક વાર વાંચીને આ રસ્તે ચાલશો તો તમારી પેઢીઓને કુદરતી આપત્તિઓનો સામનો નહિ કરવો પડે. માટે આ લેખને અંત સુધી વાંચો અને શેર જરૂર કરો.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે હાલ બધી જગ્યાએ પાણીની કેટલી અછત ઉભી થઇ છે. કેમ કે આજકાલ આધુનિકતાની સાથે સાથે લોકો કુદરતી વસ્તુનું સાચું મુલ્ય ભૂલવા લાગ્યા છે. લોકો ટેકનોલોજી સાથે તો જોડાઈ રહ્યા છે પરંતુ કુદરત દ્વારા જીવન જીવવા માટે આપેલી કુદરતી વસ્તુનું સાચું મુલ્ય અને તેની મહત્વતાને લોકો સમજી નથી શકતા. પરંતુ હજુ ઘણા લોકો એવા છે જે કુદરત દ્વારા મળેલી બધી મફત વસ્તુનું જતન કરે છે અને તેનું જતન કરવા માટે લોકોમાં જાગૃતિ પણ ફેલાવે છે.

તો મિત્રો આજે અમે એક એવા જ વ્યક્તિ વિશે વાત કરીશું. જે હંમેશા કુદરત દ્વારા મળેલી વસ્તુને ભગવાન સમજે છે. જે કુદરત દ્વારા મળેલી દરેક વસ્તુનું જતન કરવા માંગે છે અને તેનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યો છે. તો ચાલો જાણીએ કોણ છે સિતારો.

મિત્રો પશ્વિમીસંસ્કૃતિ અને વિજ્ઞાન પાણીને H2O સમજે છે. પરંતુ આપણા શાસ્ત્રો અને આપણી સંસ્કૃતિ પાણીને “જળ એ જ જીવન” અને આત્મા, પરમાત્મા સમજે છે. જે ખરા અર્થમાં જ્ઞાન સ્વરૂપ કહેવાય છે. જેની ઉપમા આજે આપણે જોઈશું.

આજે દેશના મોટાભાગના શહેરોમાં પાણીની તંગી સર્જાઈ રહી છે. જેના પગલે દરેક શહેરમાં પાણીની સમસ્યા અવશ્ય જોવા મળે છે. તો તેવી જ રીતે મહારાષ્ટ્રના મુંબઈમાં હાલ પાણીની ખુબ જ અછત જોવા મળે છે. પરંતુ મહારાષ્ટ્રના હાલ અમુક વિભાગોમાં તો દુષ્કાળની પરિસ્થિતિ સામે આવી ગઈ હોય તેવો માહોલ છે. આજે દરેક શહેરોમાં પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે. ત્યારે મુંબઈ જેવા શહેરમાં પાણીના એક એક ટીપા માટે, તેનું જતન કરવા માટે “વોટર વોરિયર” નામની એક વ્યક્તિ લડત આપી રહ્યો છે. આ વોટર વોરિયરનું નામ છે “આબિદ સુરતી.”

આદીબ સુરતી એ કોઈ સામાન્ય માણસ નથી, તે એક લેખક, કાર્ટુનિસ્ટ, ચિત્રકાર, ગુજરતી અને ગુજરાતની જનતામાં પાણી બચાવવા માટે આજે એક ખુબ જ મહત્વનું અભિયાન ચલાવી રહ્યા છે. આજે આબિદ સુરતીની ઉમર લગભગ ૮૪ વર્ષ છે. પરંતુ છતાં તેમણે પોતાની મનની મક્કમતાથીઆ અભિયાન ચાલુ કર્યું છે. અને આજે તે વોટર વોરિયર તરીકે ઓળખાય છે.

મિત્રો આબિદ સુરતીની બાળપણ એવી જગ્યાએ અને એવા વિસ્તારમાં થયું જ્યાં તેમના માતાએ માત્ર એક પાણીની બળતી ભરવા માટે ખુબ જ મોટી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. અમુક વાર એવા પણ બનાવો બની જતા કે લાઈનમાં મારામારી પણ થઇ જતી. આબિદ સુરતી આ ઘટનાને રોજ નિહાળતા અને તેના જીવનમાં પાણી પ્રત્યેની મહત્વતા જાગી. અને તેમણે પોતાના વિચારોને સમાજ સામે લાવવાનું શરૂ કર્યું.

આબિદ સુરતીની એક બીજી ઘટના પણ છે. આબિદ એક વાર તેના મિત્રના ઘર પર ગયા. ત્યાં તેમણે અનાયાસે જોયું તો એક નળમાંથી પાણી બેફીઝુલ વહી રહ્યું હતું. તો ત્યારે આબિદ સુરતીએ તેના મિત્રને નળનું રીપેરીંગ કામ કરાવવા માટે કહ્યું. પરંતુ તેના મિત્રએ આબિદને કહ્યું કે, “થોડા ટીપા પાણી વહી જાય તો એમાં શું ફરક પડવાનો છે ?” આ વાત આબિદ સુરતીના મનમાં કોઈ પ્રતિભાવ ન થયો. પરંતુ એક દિવસ તે છાપું વાંચી રહ્યા હતા. તેમાં એક અહેવાલ વાંચતા હતા અને તેમાં પાણીની સમીક્ષા પર અહેવાલ હતો અને લખ્યું હતું કે, જો એક સેકંડમાં પાણીનું એક ટીપું વહી જાય તો એક મહિનાની અંદર એક હજાર liter જેટલું પાણી કારણ વગર જ વહી જાય છે. આ ખબર વાંચતાની સાથે આબિદ સુરતીના મનમાં એક ચિંગારી ઉઠી અને નજર સામે દ્રશ્ય ફરી વળી કે હજારો અને લાખો લીટર પાણી રોજ કોઈ પણ ઉપયોગ વગર જ ગટરમાં ભળી જાય છે. જેનું એક માત્ર કારણ છે માણસની અણસમજ. ત્યારે જ આબિદ સુરતીના મનમાં એક વિચાર, જાગૃત્તતા, સંગઠન અને કુદરતની આ સંપત્તિને બચાવવા માટેનો વિચાર આવ્યો. અને પાણી બચાવવા માટે એક સંગઠનનો વિચાર આવ્યો તેને. તે સંગઠનને તેણે નામ આપ્યું “ડ્રોપ ડેડ ફાઉન્ડેશન.”

તેમણે સેવ વોટર સેય્સ ગોડ એટલે કે ભગવાન અને પરમાત્મા કહે છે કે પાણીને બચાવો અને આબિદ સુરતીએ આ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશમાં જોડાવવા માટે જે લોકો ઈચ્છુક હોય તે બધા લોકો આબિદ ભાઈની વેબસાઈટ પરથી તેનો સંપર્ક કરી શકે છે. આ મેલ આઈડી અને આબિદ સુરતીનો નંબર છે. જેના પરથી તમે તેમની સાથે જોડાઈ શકો છો. (aabidssurti@gmail.com, મોબાઈલ નંબર : 91 9820184964.) આબિદ સુરતીએ આ લડતને એટલી જોરશોરથી ચલાવી છે કે જે લોકો જોડાય તે તમામ લોકોને પોસ્ટર્સ, પ્રિન્ટેડ-ટીશર્ટ તેમજ જાગૃતિ ફેલાવવા માટે જરૂર પડતી દરેક વસ્તુ અને સામગ્રી આપવામાં આવે છે. આ લડતમાં તમે પણ ખુબ જ સરળતાથી જોડાઈ શકો છો.

“ડ્રોપ ડેડ ફાઉન્ડેશન” શું છે અને કેવી રીતે કામ કરે છે ?

આ લડતની શરૂઆત એક પ્લમ્બર, એક મહિલા સ્વયંસેવી અને આબિદ સુરતી. આ ત્રણ વ્યક્તિએ આખી ઝુંબેશની શરૂઆત કરી. આ ત્રણેય વ્યક્તિએ એક ચોક્કસ સમય સારણી બનાવી અને કામની ત્રણ રીતે ફાળવણી કરી. દર સોમવારે તે ત્રણેય લોકો નિશ્વિત કરેલી સોસાયટી પર અથવા ઈમારતો પર જઈને ત્યાંના સેક્રેટરીને પોતાના કાર્ય વિશેની જાણકરી આપી અને સંદેશો મળી રહે તેવા પોસ્ટરો લોકોની નજરમાં આવે તેવી રીતે લગાવી દેતા.

ત્યાર બાદ રવિવારના દિવસે સવારના સમયે થોડા કલાકો કાઢીને આબિદ સુરતી અને તેમના પ્લમ્બર નક્કી કરવામાં આવેલી સોસાયટીમાં ઘરે ઘરે જઈને પાણી ટપકતું હોય અથવા નળમાં કોઈ જગ્યાએ લીકેજ હોય તો તેવો નિઃશુલ્ક રૂપે તેનું રીપેરીંગ કરી આપતા, અને જ્યાં જાય તે ઘરમાં પાણી બચાવવા માટે જાગૃતિ ફેલાવતા હતા. આબિદ સુરતી ખુદ મહેનત કરતા અને પાણી બચાવવા માટે બધાને સલાહ આપતા.

તો મિત્રો આ છે કુદરતનો એક સાચો રક્ષક, જે આજે દેશને અંદરથી લડત આપી રહ્યો છે. તો મિત્રો તમારા પણ ઘરમાં જો પાણીનું એક ટીપું પડતું હોય અને ખાલી ફોકટમાં વહી જતું હોય તો આજે જ રીપેર કરાવો અને આબિદ સુરતીના વિચારોને ફેલાવો. કેમ કે જો આજે આપણે પાણીને બેફામ વેડફી નાખશું તો આપણી આવનારી પેઢીઓ માટે પાણી નહિ બચે.

તો મિત્રો આબિદ સુરતીના આ વિચાર સાથે તમે પણ જોડાઈ શકો છો અને તમે પણ આ ઝુંબેશમાં ભાગ લઇ શકો છો. તો મિત્રો તમારો આબિદ સુરતીના વિચારો માટે શું અભિપ્રાય છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવો….. અને કોમેન્ટ માં લખો “જળ એ જ જીવન”  અથવા પાણી બચાવવા માટેનો બીજો કોઈ રસ્તો કે તેનો સુવિચાર. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment