શક્તિ સાધનાનું સૌથી મોટું કેન્દ્ર, અહીં દેવીના યોનિભાગની થાય છે પૂજા. જાણો આ શક્તિ પીઠનું રહસ્ય અને વિશેષતા.

માતાજીની 51 શક્તિપીઠમાંથી સૌથી પ્રસિદ્ધ કામાખ્યા દેવીનું પાવન ધામ તંત્ર-મંત્ર અને સાધના માટે ખુબ જ વિખ્યાત છે. એવી માન્યતા છે કે આ શક્તિપીઠમાં દરેકની માનતા પૂરી થાય છે. તેથી જ આ મંદિરને કામાખ્યા મંદિર કહેવામાં આવે છે. તમને જાણીને ખુબ જ આશ્ચર્ય થશે કે, આ મંદિરની અંદર કોઈ પણ દેવીની મુર્તિ નથી.  ત્યાં માત્ર દેવીના યોનિ ભાગની જ પુજા કરવામાં આવે છે.

ઘણા રસપ્રદ તથ્યોથી ભરેલા આ શક્તિપીઠમાં, દરેક લોકો વિજય માટે માથું જુકાવે છે. આજે પણ આ મંદિરમાં પ્રાણીઓનું બલીદાન આપવામાં આવે છે. આ પાવન પવિત્ર પીઠ પર અંબુબાચી મેળો વિશ્વ વિખ્યાત છે.

તાંત્રિક અને અઘોરીઓનું ઝુંડ : તમને જણાવી દઈએ કે, ત્યાંના તાંત્રિકો ખરાબ શક્તિને પણ નષ્ટ કરી શકે છે. નોંધનીય છે કે, આસામની રાજધાની દિસપુરમાં એક એવું મંદિર છે, જ્યાં વિશ્વભરના તાંત્રિકો અને અઘોરીઓ વર્ષમાં એકવાર ભેગા થાય છે. દિસપુરથી લગભગ 6 કિલોમીટર દૂર નીલાંચલ પર્વત પર સ્થિત માતા ભગવતીની સિદ્ધ શક્તિપીઠ છે. આ મંદિર સતિમાતાના 51 શક્તિપીઠોમાનું એક છે. ત્યાં ભગવતીની મહામુદ્રા સ્થિત છે.ખાસ છે ત્યાંની માન્યતા : એવી માન્યતા છે કે, સતિમાતાના પિતા રાજા દક્ષ દ્વારા કરવામાં આવેલ મહાન યજ્ઞમાં ભગવાન શંકર એટલે કે સતિમાતાના પતિએ તેમને ત્યાં જવાની ના કહી હતી. આ વાત પર બંનેને ચર્ચા થઈ હતી અને દેવી સતિ એકલા જ ત્યાં પહોચી ગયા હતા. ત્યાં તેમના પિતાજીએ તેમના પતિનું ખુબ જ અપમાન કર્યું હતું. આ અપમાનને દેવી સતિ સહન ન કરી શક્યા અને યજ્ઞકુંડમાં કૂદીને પોતાનું જીવન સમાપ્ત કરી નાખ્યું.

આ વાતની જાણ થતાં ભગવાન શંકર ખુબ જ કોપાયમાન થયા અને તે સ્થાન પર પહોંચી ગયા, જ્યાં યજ્ઞ થઈ રહ્યો હતો. તેમણે સતિનો મૃત દેહ બહાર કાઢીને પોતાના ખંભા પર રાખ્યો અને પોતાનું વિકરાળ રૂપ લઈને તાંડવ કરવા લાગ્યા. ભગવાન શંકરનું આ તાંડવ નૃત્ય જોઈને, ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું, જે કારણથી દેવીનું શરીર અનેક ભાગોમાં વહેંચાઈ ગયું અને શરીરના ભાગો અલગ-અલગ સ્થાનો પર પડ્યા, જેને દેવીના 51 શક્તિપીઠોના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરની અંદર માતાનો ગર્ભ અને યોનિ પડ્યા હતા.

કામાખ્યા નામનું કારણ : આ મંદિરનું નામ કામાખ્યા હોવાનું પણ એક કારણ છે. એવું કહેવામાં આવે છે કે, કામદેવે એક શ્રાપના કારણથી પોતાનું પૌરૂષ ગુમાવ્યું હતું, તે પછી તેમને દેવી શક્તિના જનનાંગો અને ગર્ભથી જ આ શ્રાપથી મુક્તિ મળી હતી. ત્યારથી આ મંદિરનું નામ કામાખ્યા રાખવામાં આવ્યું છે અને તેમની પુજા શરૂ કરવામાં આવી હતી.કેટલાક લોકોનું એવું માનવું છે કે, આ તે સ્થાન નથી, જ્યાં દેવી સતિ અને ભગવાન શંકરની વચ્ચે પ્રેમ થયો હતો. સંસ્કૃત ભાષામાં પ્રેમને કામ કહે છે, તેથી આ શક્તિપીઠનું નામ કામાખ્યા રાખવામા આવ્યું છે. અહી દેવીના ગર્ભ અને યોનિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે, જે કારણથી અહી જૂન મહિનામાં રક્તનો પ્રવાહ થાય છે.

હેરાન થઈ જાય છે ભક્તો : તમે જાણીને હેરાન થઈ જશો કે, જૂન મહિના દરમિયાન દેવી માસિક ચક્રમાં હોય છે અને આ દરમિયાન ત્યાં સ્થિત બ્રહ્મપુત્રા નદી  લાલ થઈ જાય છે. આ દરમિયાન આ મંદિર 3 દિવસ માટે બંધ થઈ જાય છે. મંદિરમાંથી નીકળતા આ લાલ રંગના પાણીને ત્યાં આવેલ ભક્તોને વહેંચવામાં આવે છે. પરંતુ ત્યાંની એક રહસ્યમય વાત એ છે કે, આ વાતનું કોઈ પણ પૌરાણિક અને ઐતિહાસિક પ્રમાણ નથી કે, દેવીના લોહીથી જ આ નદી લાલ રંગની થઈ જાય છે.

ત્યાં લોહી સંબંધી કેટલાક લોકો એવું પણ કહે છે કે, આ સમયે મંદિરના પૂજારી નદીમાં સિંદુર નાખી દે છે, આ કારણથી નદીનું પાણી લાલ થઈ જાય છે.પ્રસાદ : આ મંદિરની માન્યતા એવી પણ છે કે, આ મંદિરનો પ્રસાદ પણ અન્ય મંદિરો કરતાં અલગ જ છે. ત્યાં પ્રસાદના રૂપમાં લાલ રંગનું ભીનું કપડું આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જ્યારે માતાને 3 દિવસનો રજસ્વલા આવે છે, ત્યારે મંદિરની અંદર સફેદ રંગનું કાપડ પાથરવામાં આવે છે. 3 દિવસ પછી મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે તે વસ્ત્ર માતાના રજથી લાલ રંગનું ભીનું થઈ જાય છે. આ વસ્ત્રને અંબુવાચી વસ્ત્ર કહેવામાં આવે છે. તેને જ ભક્તોને પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે.

પ્રાણીઓની બલી : આ મંદિરની અંદર કોઈ પણ દેવીની પ્રતિમા નથી. આ જગ્યા પર એક પથ્થરથી બનાવેલ વિભાજન દેવીની યોનિને દર્શાવે છે. એક કુદરતી ઝરણાંના કારણે આ જગ્યા હંમેશા ભીની રહે છે. આ ઝરણાંને એક પ્રભાવી અને શક્તિશાળી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ ઝરણાનું નિયમિત રૂપથી સેવન કરવાથી, તમને કોઈ પણ ખતરનાક બીમારી હોય, તો પણ દૂર થાય છે. આ મંદિરની અંદર પ્રાણીઓની બલી આપવામાં આવે છે. જો કે અહીં  સ્ત્રી પ્રાણીની બલી આપવામાં આવતી નથી.તંત્ર સાધના : તંત્ર સાધના માટે આ મંદિરને દુનિયાનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. આ મંદિરની અંદર સાધુ અને અઘોરીઓના ઝુંડો વધારે આવે છે. ત્યાં કાળું જાદુ કરવામાં આવે છે. જો કોઈ પર, કાળું જાદુ કરવામાં આવ્યું છે, તો તે અહી આવીને તેની સમસ્યાથી મુક્તિ પણ મેળવી શકે છે. કામાખ્યા મંદિરના તાંત્રિક અને સાધુ ચમત્કાર કરવામાં પૂર્ણ છે.

કેટલાક લોકો લગ્ન, બાળક, ધન અને કેટલીક મનોકામનાની પૂર્તિ માટે કામાખ્યા મંદિરની તીર્થયાત્રા પર જાય છે. એવું કહેવામાં આવે છે કે, ત્યાંના તાંત્રિક ખરાબ શક્તિને દૂર કરવામાં પણ શક્તિશાળી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment