અંધારું થયા પછી કોઈ નથી રોકાતું આ મંદિરે, નહિ તો બની જાય છે પથ્થર, માન્યતા પ્રમાણે 900 વર્ષ પહેલા મળ્યો હતો આવો શ્રાપ…

ભારત એક ચમત્કારો અને આસ્થાનો દેશ માનવામાં આવે છે. કશ્મીરથી કન્યાકુમારી સુધી ઘણા ચમત્કારિક મંદિર, દરગાહ, ગામડાઓ, સાધુ, સંત, તાંત્રિક અને રહસ્યમય ગુફાઓ તમને જોવા મળે છે. હવે તમે તેને ચમત્કાર કહો કે અંધવિશ્વાસ, પણ એક શહેરમાં એક એવું સ્થાન છે જ્યાં જઈને લોકો કાયમ માટે પથ્થર બની જાય છે.

જ્યારે આ વિશે ઘણા લોકો એવું કહે છે કે, આ શહેર પર કોઈ ભૂતનો પડછાયો છે. તો ઘણા લોકો એવું કહે છે કે, આ શહેર પર કોઈ સાધુનો શ્રાપ છે. ત્યાંના બધા જ લોકો તેને શ્રાપને કારણે પથ્થર બની ગયા હતા. અને આ જ કારણ છે કે, આજે પણ તે શ્રાપના ડરને કારણે લોકો ત્યાં નથી જતા અંને લોકોમાં હવે વહેમ બેસી ગયો છે.

જમીનમાં દટાયેલ છે શ્રાપિત નગરી : દેશમાં એવા ઘણા ગામ છે જ્યાંના લોકો કોઈ સાધુના શ્રાપને કારણે પથ્થર બની ગયા હતા. મધ્યપ્રદેશમાં દેવાસની પાસે ગંધર્વપૂરી છે તો રાજસ્થાનમાં બાડમેરની પાસે કીરાડું શહેર. છેવટે શું સત્ય છે કીરાડું શહેર વિશે ? શા માટે આજે પણ લોકો આ ગામમાં જવા માટે ડરે છે અને શા માટે સાંજ થતા આ શહેર ભૂતોનું સ્થાન બની જાય છે ?એવું કહેવામાં આવે છે કે, રાજસ્થાનના બાડમેરની નજીક એક એવું ગામ છે, જ્યાંના મંદિરોના ખંડેરમાં રાત્રે પગ મુકતા જ લોકો હંમેશ માટે પથ્થર બની જાય છે. શું અહીં કોઈ શ્રાપ છે ? જાદુ છે ?  ચમત્કાર છે ? અથવા ભુતોનો ડર ? જો કે કોઈ પણ એ જાણવાની હિંમત નથી કરી કે શું સાચે જ ત્યાં રાત્રે રોકાવાથી તે પથ્થર બની જશે ? કોણ આવું જોખમ લઈ શકે ? આથી જ ત્યાંનું રહસ્ય કાયમ છે. જો કે કોઈ કંઈ રીતે એ જાણી શકે કે તેની પાછળનું કારણ શું છે ? ભારતમાં શોધ અને રીસર્ચને કોઈ પ્રોત્સાહન અપાતું કે ન સરકાર તેના પર કોઈ ખર્ચ કરે છે. આથી ભારતનો ઘણો ઈતિહાસ દફન થયેલો રહેલો છે.

કહેવાય છે કે, એક સમય હતો, જ્યારે આ સ્થાન પણ અન્ય સ્થાનોની જેમ ભીડથી ભરપુર રહેતું હતું. લોકો અહી સુખમય જીવન જીવી રહ્યા હતા. અહી દરેક પ્રકારની સુખ-સુવિધાઓ રહેલી હતી. પણ એક દિવસ અચાનક શહેરની કિસ્મત બદલાઈ ગઈ અને દરેક લોકોનું જીવન બદલાઈ ગયું.

માન્યતા છે કે આ શહેર પર એક સાધુનો શાપ લાગેલો છે. આ લગભગ 900 વર્ષ પહેલાની વાત છે. જ્યારે અહીં પરમારોનું શાસન હતું. ત્યારે અહી એક સિદ્ધ સંતે વાસ કર્યો. થોડા દિવસ પછી આ સંત તીર્થ ભ્રમણ કરવા માટે નીકળ્યા. તો તેમણે પોતાના લોકોને સ્થાનીય લોકોના સહારે છોડી દીધા કે તમે તેનું ભરણ પોષણ કરજો. અને તેની સુરક્ષા કરજો.સંતના ગયા પછી બધા શિષ્ય બીમાર પડી ગયા અને માત્ર એક કુંભારણને છોડીને અન્ય કોઈ પણ વ્યક્તિએ શિષ્યોની મદદ ના કરી. ઘણા દિવસો પછી જ્યારે સંત પાછા આવ્યા તો તેમણે જોયું કે તેના બધા શિષ્યો ભૂખથી તડપી રહ્યા છે અને તેઓ ખુબ જ બીમાર છે. આ જોઈને સંતને ખુબ જ ક્રોધ આવ્યો.

તે સિદ્ધ સંતે કહ્યું કે જે સ્થાન પર સાધુ પ્રત્યે દયાભાવ નથી, તો તેઓ અન્ય સાથે શું દયાભાવ રાખશે ? આવા સ્થાન પર માનવ જાતિએ ન રહેવું જોઈએ. તેમણે ક્રોધમાં પોતાના કમંડલથી પાણી કાઢ્યું અને હાથમાં લઈને કહ્યું કે જે જ્યાં જેવો છે ત્યાં સાંજ થતા જ પથ્થર બની જાય. તેમણે બધા જ નગરવાસીઓને પથ્થર બનવાનો શ્રાપ આપી દીધો.

પછી તેણે જે કુંભારણ એ શિષ્યોની સેવા કરી હતી તેને બોલાવીને કહ્યું કે, તું સાંજ થતા જ આ શહેરને છોડીને ચાલી જા અને જતી વખતે પાછળ વળીને ન જોવે. તે કુંભારણ સાંજ થાય તે પહેલા શહેર છોડીને ચાલી ગઈ પણ જીજ્ઞાસાને લીધે તેને પાછળ વળીને જોઈ લીધું અને થોડે આગળ જતા તે પણ પથ્થર બની ગઈ. આમ આ શ્રાપને કારણે આખું શહેર પથ્થર બની ગયું. લોકો જે કામ કરી રહ્યા હતા તેવા જ તરત જ પથ્થર બની ગયા.આ શ્રાપને કારણે જ આસપાસના લોકોમાં ડર બેસી ગયો કે જેના કારણે આજે પણ લોકોમાં માન્યતા છે કે જે પણ આ શહેરમાં જશે, ત્યાં રાત રોકાશે તો પથ્થર બની જશે.

કીરાડુંના મંદિરોનું નિર્માણ કોણે કરાવ્યું હતું, આ વિશે કોઈ તથ્ય નથી. અહી વિક્રમ શતાબ્દી 12 ના ત્રણ શિલાલેખ મળે છે. પહેલો શિલાલેખ વિક્રમ સંવત 1209 માઘ વદ 14 અનુસાર 24 જાન્યુઆરી 1153 નો છે. જે ગુજરાતના ચાલુક્ય કુમાર પાલના સમયનો છે. બીજો શિલાલેખ વિક્રમ સંવત 1218 જે ઈ.સ.1161 નો છે જેમાં પરમાર સિંધુરાજથી લઈને સોમેશ્વર સુધી ની વંશાવેલી આપવામાં આવેલ છે.

ત્રીજો શિલાલેખ વિક્રમ સંવત 1235 નો છે જે ગુજરાતના ચાલુક્ય રાજા ભીમદેવ બીજાના સામંત ચૌહાણ મદન બ્રહ્મદેવનો છે. ઈતિહાસકારોનો મત છે કે કીરાડુંના મંદિરોનું નિર્માણ 11 મી શતાબ્દીમાં થયું હતું અને તેનું નિર્માણ પરમાર વંશના રાજા દુલશાલરાજ અને તેના વંશજે કર્યું હતું.ત્યાં મુખ્યત્વે પાંચ મંદિર છે જેમાં માત્ર વિષ્ણુ મંદિર અને સોમેશ્વર મંદિર જ યોગ્ય સ્થિતિમાં છે. બાકીના ત્રણ મંદિર ખંડેર બની ગયા છે.

ખજુરાહોના મંદિરોની શૈલીમાં બનેલ આ મંદિરોની ભવ્યતા જોવા લાયક છે. જો કે આ સ્થાન આખું વિરાણ બની ગયું છે. પણ અહી પર્યટક માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. આ મંદિરોને કેમ બનાવવામાં આવ્યા છે અને તેની પાછળનો ઈતિહાસ શું છે. આ બધા પર શોધ કરવાની જરૂર છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment