તેલના જુના અને ચીકણા ડબ્બાને સાફ કરવા માટે અપનાવો આ રીત.. બદબુ પણ નહિ આવે અને સરળતાથી સાફ પણ થઈ જશે…

જુનો તેલનો ડબ્બો સાફ કરવો ખુબ જ મુશ્કેલ ભર્યું કામ માનવામાં આવે છે. વારંવાર ધોવા છતાં પણ તેમાંથી તેલની ચીકાશ નથી જતી. મોટાભાગના લોકો તેલના જુના ડબ્બાને ફેંકી દેતા હોય છે. તેનું કારણ છે કે, વારંવાર ધોવા છતાં પણ ડબ્બો ગંદો જ રહે છે. જુના તેલના ડબ્બા હોય કે પછી કેન હોય તેને સાફ કરવા માટે જો તમે થોડી ટ્રીક્સ અજમાવી જુઓ તો તેનાથી માત્ર ચીકાશ જ નહિ પરંતુ ગંદકી પણ સાફ થઈ જશે.

આ સિવાય જે પણ ડબ્બાનો ઉપયોગ તમે તેલને સ્ટોર કરવા માટે કરો છો તેને સાફ જરૂર રાખો. ઘણી વખત એવું થાય છે કે ડબ્બામાંથી તેલ પૂરું થઈ ગયા પછી ફરીથી તેલ નાખી દેવામાં આવે છે. તેનાથી ડબ્બો ચીકણો થઈ જાય છે. તેવામાં અમે તમને જણાવી દઈએ કે થોડી ટીપ્સની મદદથી તમે જુના તેલના ડબ્બાને સાફ કરી શકો છો.બેકિંગ સોડા અને ગરમ પાણી : જો તમે તેલ રાખવા માટે નાના ડબ્બાનો ઉપયોગ કરો છો તો તેને સાફ કરવા માટે સૌથી પહેલા પાણીને ગરમ કરી લો. એક વાસણમાં ગરમ પાણી નાખો, તેમાં 1 ચમચી બેકિંગ સોડા અને ડીશ વોશ લીક્વીડ મિક્સ કરી દો. હવે તેમાં ડબ્બાને નાખીને લગભગ અડધી અથવા તો એક કલાક માટે મૂકી દો.

એક કલાક પછી બ્રશની મદદથી તેને સાફ કરો, બધી જ ગંદકી થોડી મિનીટોમાં જ ગાયબ થઈ જશે. ડબ્બામાંથી પાણી નીકળી જાય અથવા સુકાઈ જાય તો ફરીથી તેલ અથવા અન્ય વસ્તુઓ રાખવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. આ રીત તમે એલ્યુમિનિયમના ડબ્બાને સાફ કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો.ડબ્બામાંથી દુર્ગંધ આવી રહી છે તો આ રીતે તેને દુર કરો : જો જુના તેલના ડબ્બામાંથી દુર્ગંધ આવી રહી છે તો તેને દુર કરવા માટે એક બાલ્ટીમાં (ડોલમાં) ગરમ પાણી નાખીને તેમાં લીંબુનો રસ અને વિનેગરને મિક્સ કરી દો. ડબ્બાની સાઈઝ અનુસાર વિનેગર અને લીંબુનો રસનો ઉપયોગ કરો. હવે આ મિશ્રણને પ્લાસ્ટિક અથવા તો ટીનના ડબ્બામાં નાખી અડધી કલાક માટે રહેવા દો.

અડધી કલાક પછી પાણીને કાઢી નાખો, અને સૂકવવા માટે મૂકી દો. જો તેમાંથી ફરીથી દુર્ગંધ આવી રહી છે તો પાણીમાં ટુથપેસ્ટ નાખીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને ડબ્બામાં ભરીને રહેવા દો અને 10 મિનીટ પછી સાફ કરી લો. ડબ્બામાંથી દુર્ગંધ દુર થઈ જશે. અને તેને અન્ય કામ અથવા તેલ નાખવા માટે ઉપયોગ કરી શકાય છે.કુકિંગ ઓઈલ સિવાય અન્ય તેલના ડબ્બાને અ આ રીતે સાફ કરો : કેરોસીન તેલ અથવા તો અન્ય જુના તેલના ડબ્બાને સરળતાથી સાફ કરી શકાય છે. પણ સમસ્યા ત્યારે આવે છે જ્યારે તેનાથી દુર્ગંધ ન આવે. તેને સાફ કરવા માટે સૌથી પહેલા લીક્વીડ ક્લોરીન બ્લીચનો ઉપયોગ કરી શકાય છે. આ માટે મિશ્રણ તૈયાર કરો અને તેમાં ડબ્બાને અડધી કલાક માટે ડુબાડીને રાખી મુકો.

ત્યાર પછી બ્રશની મદદથી ઘસીને સાફ કરો. તેનાથી ડબ્બો અને કંટેનર પર જામેલ ડાઘ પણ સરળતાથી સાફ થઈ જશે. ત્યાર પછી ગરમ પાણીમાં ડીશ વોશ લીક્વીડ નાખીને ડબ્બાને સારી રીતે ફરીથી સાફ કરી લો. ડીશ વોશ લીક્વીડ સિવાય ટુથપેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે ડબ્બાને બે કલાક માટે તડકે સૂકવવા માટે મૂકી દો.

આમ તમે જુના તેલના ડબ્બાને અથવા તો કંટેનરને આ રીતે સરળ ઉપાય દ્વારા ખુબ જ ઝડપથી સાફ કરી શકો છો. તેમજ તેમાં મહેનત પણ ખુબ ઓછી લાગે છે અને ચીકાશ પણ દુર થઈ જશે છે. જેથી કરીને તમે તેનો અન્ય ઉપયોગ પણ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment