આ રીતે ભાત ખાશો તો ઘટશે તમારું વજન.. પણ આ રીતે રાંધતા આવડે તો જ….

જો તમે વજન ઓછો કરવાનું લાંબા સમયથી વિચાર કરી રહ્યા છો અને પોતાની વ્યસ્ત જીવનશૈલીને કારણે કંઈ પણ કરી શકતા નથી તો અમે તમને એવા ઉપાય વિશે જણાવશું જેનાથી તમે ખુબ જ સહેલાઈથી વજન વધવાથી રોકી શકો છો. ઘણા લોકો ચોખા(ભાત) ખાવાનું ખુબ જ પસંદ કરતા હોય છે અને તેઓ ભાત ખાવાનું છોડી નથી શકતા. જો તમે પણ એ લોકોમાંથી એક છો જેમણે ભાત વધુ પસંદ છે. તો અમે તમને તે રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ભાતને પોતાની ડાયટ માંથી દુર કર્યા વગર જ વજન ઓછો કરી શકો છો.

વજન ઓછો કરવા માટે ઘણા લોકોના મનમાં એવી ધારણા હોય છે કે ભાત ખાવાથી વજન વધી જશે. અને જો ભાત ખાવાનું નહિ છોડીએ તો વજન ઓછું નહિ થાય. પણ એવું બિલકુલ નથી. બસ તમારે ભાત ખાવાનું છોડવાનું નથી પણ તેને રાંધવાનું અને ખાવાની રીત બદલવી પડશે.એવું માનવામાં આવે છે કે, ચોખાની અંદર વધુ પ્રમાણમાં કેલેરી હોય છે. આ કેલેરીને કારણે વજન વધે છે અથવા તો એવું કહેવામાં આવે કે ભાત ચોખી રીત વજન વધવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેના કારણે જે લોકો વજન ઓછું કરવા માંગે છે અથવા તો વજન વધતા રોકવા માંગે છે તે લોકો પોતાની ડાયટમાંથી ભાતને કાઢી નાખે છે.

ભારતમાં જ નહિ આખી દુનિયામાં ભાતના પ્રેમીઓ રહેલા છે. ચોખાની આખી દુનિયામાં ઘણી જાત મળી આવે છે. એ વાત સાચી છે કે ભાતને ભારતમાં સૌથી વધુ ખાવામાં આવે છે. ત્યારે ભાતથી દૂરી બનાવવી ખુબ જ મુશ્કેલ છે. વજન ઘટાડવા આ રીતે કરો ભાતનું સેવન.ચોખાને રાંધવાની રીત : ચોખાને રાંધવાની રીતથી તમે તેમાં રહેલ કેલેરીને ઓછી કરી શકો છો. આ માટે કંઈ પણ જવાની જરૂર નથી. પણ તમે પોતાના રસોડામાં જ આ કામ કરી શકો છો. આ માટે અડધો વાટકો નોન-ફોર્ટીફાઈડ સફેદ ચોખા લો અને તેમાં એક ચમચી નાળિયેર તેલ મિક્સ કરો.

હવે તેને ગરમ પાણીમાં ઉકળવવા માટે મૂકી દો. હવે ગરમ પાણીમાં ચોખાને લગભગ 40 મિનીટ સુધી ચડવા દો. ચોખા ચડી ગયા પછી તેને લગભગ 12 કલાક સુધી ફ્રીજમાં મૂકી રાખો. હવે 12 કલાક પછી ફ્રીજ માંથી કાઢી લીધા પછી થોડી વાર પછી ઠંડા અથવા તો ગરમ કરીને ખાઈ શકો છો.કેવી રીતે કેલેરી ઓછી થાય છે ? : હવે તમારા મનમાં એ સવાલ જરૂર થશે કે ચોખાને રાંધતી વખતે તેમાં કેલેરી કેમ ઓછી થાય છે ? અમે તમને જણાવી દઈએ કે, જ્યારે ચોખાને રાંધી લીધા પછી ઠંડા થવા માટે મુકવામાં આવે છે તો તે દરમિયાન ચોખામાં ગ્લુકોઝ મોલિક્યુલ્સ ટાઈટ બોન્ડસ બને છે, જેને રેસીસ્ટેટ સ્ટાર્ચ કહે છે. એમ કહી કે બધી જ કેલેરીને શરીરમાં નથી જતી. આ રીતે રાંધેલા ભાત શરીર માટે વધુ હેલ્દી સાબિત થાય છે. કારણ કે તેમાં રહેલ તત્વોને માણસનું શરીર ગ્રહણ નથી કરતુ.

નાળિયેર તેલની મહત્વની ભૂમિકા : ચોખાને આ રીતે રાંધવાથી નાળિયેર તેલ ખુબ જ મોટું યોગદાન આપે છે. નાળિયેર તેલમાં મીડીયમ-ચેન ફેટી એસિડ હોય છે જે તમને વજન ઓછું કરવામાં મદદ કરે છે. ચોખાને રાંધવાની આ રીત અન્ય રીતની તુલનામાં વધુ ફાયદાકારક છે. આ રીતે રાંધેલ ભાત ખાઈને તમારા શરીરમાં લગભગ 60% સુધીની કેલેરી ઓછી થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ રીતે રાંધેલ ભાતને બીજી વખત ગરમ કરવાથી પણ કેલેરીમાં વધારો નથી થતો. આમ આ ભાતનું સેવન કરવાથી શરીરનું વજન નથી વધતું

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment