શું તમે તમારી ચડતી ઈચ્છો છો? તો તમારા ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આ 5 વસ્તુઓ…

માણસ પોતાના જીવનમાં હંમેશા શાંતિ, સુખ અને સમૃદ્ધી ઈચ્છે છે અને આ બધુ મેળવવા માટે તે અનેક પ્રયાસો કરે છે. પરંતુ માણસ ઈચ્છે એ મળે એ જરૂરી નથી. તેથી તે અનેક પ્રકારની સમસ્યાથી ઘેરાયેલો રહે છે. ત્યારે તે જ્યોતિષ અથવા તો વાસ્તુશાસ્ત્રના અનેક નિયમોનું પણ પાલન કરવું જોઈએ. ત્યારે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે. જેને તમે જો પોતાના ઘરના દરવાજા અથવા તો ઓફિસ પર કરો છો, તો તમારી ચડતી અવશ્ય થાય છે. તો આજે આ લેખમાં અમે તમને તેવા જ ઉપાયો વિશે જણાવશું.

કાચના વાસણથી સદ્ધરતા આવે છે : વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘર અથવા ઓફિસના દરવાજે કાચના વાસણમાં પાણી ભરેલું રાખો અને તેમાં સુંગધીત ફૂલો પણ રાખવા જોઈએ. આનાથી તમારા ઘરની શોભા વધશે અને તમારામાં સકારાત્મકતાનો ઉદ્દભવ થશે. તોરણથી આવે છે સકારાત્મકતા : જો તમે ઘર અથવા ઓફિસના દરવાજે આંબો, પીપળો કે આસોપાલવનું તોરણ લગાવો છો, તો તેનાથી તમારી નકારાત્મકતા દૂર થાય છે. પરંતુ આ તોરણ સુકાઈ જાય ત્યારે કાઢી નાખવું.

સમૃદ્ધિ માટે રાખો લક્ષ્મીના પગ : તમે ઘર અને ઓફિસના પ્રવેશ દ્વાર પર લક્ષ્મીજીના પગ લગાવો. આ લગાવવાથી ઘરમાં લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ રહે છે. તેમજ આ પગ ઘરમાં બહારથી અંદર આવતા હોય એ રીતે લગાવો. લક્ષ્મીજીના પગ રાખવાથી તમારા પર ગ્રહો અને દેવી-દેવતાઓની કૃપા રહે છે. તેમજ કોઈ અશુભ થતું નથી.

સ્વસ્તિકથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે : ઘર કે ઓફિસના દ્વાર પર સ્વસ્તિક લગાવવાથી તમારી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તેમજ જો તમે ઘરના મુખ્ય દ્વાર પર શુભ-લાભના નિશાન લગાવો છો, તો તેનાથી દરેક કાર્ય શુભ થાય છે. ઘરના દ્વાર પર ઉંબરો બનાવવાથી ધનની અછત નહીં બતાય : જો તમે એવું ઇચ્છતા હો કે તમારા ઘરમાં ક્યારેક ધનની અછત ન આવે, તો તેના માટે ઘર કે ઓફિસના દરવાજે ઉંબરો બનાવો. શાસ્ત્રો અનુસાર જે ઘરના મુખ્ય દ્વાર પર ઉંબરો હોય છે તે ઘરમાં ક્યારેય ધનની અછત નથી થતી.

આમ તમે પણ ધનની અછતથી પરેશાન છો, તો આટલી વસ્તુ જરૂરથી કરી જુઓ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની શાંતિ અને ધનની સમૃદ્ધિ માટે આ ઉપાયો ખુબ જ અસરકારક છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment