અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🛍 શા માટે મોલમાં 999 ની પ્રાઈઝ રાખવામાં આવે છે……..? 🛍
🛍 અમે આજે એક ખુબ જ સામાન્ય પરંતુ તેનો કેટલો મોટો ફાયદો થાય છે તેના વિશે આપણે જાણી લઈએ. મોલ અથવા કોઈ રીટેલ દુકાનમાંથી સામાન લેતા હોઈએ તો તેના ભાવ કંઈક આવા હોય છે. 199/-, 299/- , 99/-, 49/-, 999/-. તો આવી પ્રાઈઝ શા માટે રાખવામાં આવે છે તેના વિશે આજ સુધી તમે ક્યારેય પણ નહિ જાણ્યું હોય. શા માટે કંપનીઓ અને દુકાનોના માલિક રાઉન્ડ ફિગરથી એક રૂપિયો ઓછી પ્રાઈઝ રાખે છે. તે 199/- રૂપિયાની વસ્તુને 200/- માં પણ વહેંચી શકે છે. પરંતુ તે મૂળ કિંમત કરતા એક રૂપિયો શા માટે ઓછો રાખે છે તે જાણીએ આ લેખમાં…. Image Source :
🛍 હવે આપણે જાણીએ કે શા માટે રાઉન્ડફિગરથી એક રૂપિયો ઓછો રાખવામાં આવે છે.
🛍 ટોટલ પ્રાઈઝમાં એક રૂપિયો ઓછો સેટ કરવાથી સેલરને ખુબ જ ફાયદો થાય છે. પહેલું કારણ એ છે કે એક રૂપિયો ઓછો રાખવાથી સાઇકોલોજિકલ માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય છે. તેનો મતલબ એવો થાય કે માનસિક રીતે વ્યક્તિને પ્રોડક્ટ ખરીદવા માટે આકર્ષિત કરે છે. જો કોઈ વ્યક્તિ મોલમાં શર્ટ ખરીદતું હોય તો તેમાં ટેગ 899/- રૂપિયાનું લગાવવામાં આવ્યું હોય છે. તો પહેલા આપણી નજર ટેગ પર લખેલી કિંમતમાં આઠ સો ઉપર જાય છે અને આપણે મોટા ભાગે 99 રૂપિયાને ઇગ્નોર કરી દઈએ છીએ. સામાન્ય રીતે આપણે 99 રૂપિયાની સામે નથી જોતા અને આપણે 8 ના અંક સામે જોઇને જ તેને ખરીદી લઈએ છીએ. આવું લગભગ બધા જ લોકો કરતા હોય છે. આ ટેકનીકનો ઉપયોગ સામાન્ય રીતે ગ્રાહકોને મોલની બહારથી આકર્ષવા માટે કરે છે.
🛍 બીજું કારણ એ છે કે એક રૂપિયો ઓછો સેટ કરવાથી સેલરને જ ફાયદો થાય છે. કેમ કે આપણે જ્યારે ખુબ જ સારા એવા શો રૂમમાં કપડા ખરીદવા માટે જઈએ ત્યારે આપણે 899 /- રૂપિયાનો સમાન ખરીદતા હોઈએ તો મોટાભાગના લોકો એક રૂપિયો પાછો નથી લેતા અને એવું વિચારતા હોય છે કે બ્રાન્ડેડ શો રૂમમાંથી વસ્તુ ખરીદતા હોઈએ તો એક રૂપિયો લેવા માટે કાઉન્ટર પર શું રહેવું…. અને આવું કહી દેતા હોઈએ છીએ કે ભાઈ રૂપિયો તમે જ રાખી લો. ત્યારે મોટાભાગના કેશિયરો એક રૂપિયા વાળી ચોકલેટ આપણને આપી દેતા હોય છે. અને જ્યારે તે ચોકલેટનું પેકેટ પણ લગભગ 50 થી 60 રૂપિયાનું જ આવતું હોય છે. તો સેલરને આપણે એક રૂપિયો આપવાનો છે તેના બદલે એક રૂપિયા વાળી ચોકલેટ આપે છે અને તેમાંથી પણ 50 થી 60 પૈસાનો નફો કરે છે.
🛍 માની લો કે ભારતમાં કોઈ કંપનીના 200 રીટેલ શોપ હોય અને દરેક રીટેલ શોપ પર દરરોજ 100 ગ્રાહક આવતા હોય તો 365 દિવસમાં તેનો સરેરાશ લગભગ 73 લાખ રૂપિયા લોકો એક એક રૂપિયો જાણીને છોડી દે અને તે કોઈ પણ એકાઉન્ટ રેકોર્ડ તરીકે જમા નથી થતા. તે રૂપિયાને બ્લેકમની કહેવામાં આવે છે. કેમ કે તે એક રૂપિયાની એન્ટ્રી કોઈ પણ બીલમાં કરવામાં નથી આવતી. તેનાથી સેલરને જ ફાયદો થાય છે એટલા માટે તમે જ્યારે પણ ખરીદી કરતા હોવ ત્યારે એક રૂપિયો ફરજીયાત પાછો લેવો જ જોઈએ. આપણે જો આવું કરીશું તો ભારતમાં બ્લેક મનીને ક્રિએટ થતી રોકી શકીશું.
🛍 આવી જ પ્રાઈઝ ટેકિંગ ઈ કોમર્સમાં પણ હોય છે પરંતુ ઈકોમર્સમાં માત્ર પહેલું જ કારણ વેલીડ હોય છે. ઓનલાઈન શોપીંગમાં આપણે ઈન્ટરનેટ બેન્કિંગ, ડેબીટ અથવા ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ કરતા હોઈએ તો એટલું જ પેમેન્ટ થાય જેટલું તેના પર પ્રાઈઝ ટેગ લાગેલું હોય. એટલા માટે ઓનલાઈન શોપિંગ કરવાથી બ્લેકમની ક્રિએટ નથી થતી. કેમ કે ત્યાં બરાબર જ પેમેન્ટ થાય છે. એટલે કે રૂપિયે રૂપિયાનું જ બીલ કપાય છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી