હોમ લોન લેતા પહેલાં જાણી લો આ ખાસ માહિતી, વ્યાજ પણ ઓછું આવશે અને થશે આ 4 ફાયદા. જાણો કેટલા રૂપિયાનો ફાયદો થશે…

જો તમારે હોમ લોન શરૂ છે અથવા તમે હાલ મા જ કોઈ હોમ લોન લીધી છે તો તમે હપ્તા પર ફાયદો મેળવી શકો છો. પાછલા બજેટમાં જે ટેક્સમાં ફાયદાની જાહેરાત કરવામાં આવેલી તેનો અમલ હાલમાં નાણાકીય વર્ષ 2020-21 માં થવા જઈ રહ્યો છે. એક વાત ધ્યાનમાં રાખવી કે આ વર્ષે તમે જૂનો અથવા નવો કોઈ પણ ટેક્સ સ્લેબ પસંદ કરી શકો છો, જો કે નવા ટેક્સ સ્લેબમાં ટેક્સમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી. ચાલો તો આપણે કઈ રીતે હોમ લોનમાં હપ્તા પર મળશે ફાયદો.

1) હોમ લોનની મુદલની ચુકવણી પર કપાત : તમે જે લોનનો હપ્તો ભરો છો તેમાં બે ભાગ હોય છે, એક છે તમારી લોનની મુદલ અને બીજું મુદલ પર ચૂકવાતું વ્યાજ. હોમ લોનના હપ્તામાં તમારી મૂળ રકમ પર તમે ટેક્સમાં ફાયદો મેળવી શકો છો. આ ડિસ્કાઉન્ટ તમે જે જગ્યા પર રહો છો તેમાં અથવા તમારી માલિકીની જગ્યા પર આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ મેળવી શકો છો. જો તમારું કોઈ બીજું ઘર છે જેમાં તમારા માતા-પિતા રહે છે અથવા ખાલી છે તો તે પણ તમારી માલિકીની ગણવામાં આવશે.

ITR ફાઈલીંગ વેબસાઈટ tax2win.in સીઈઓ અને સ્થાપક અભિષેક સોનીના કહેવા મુજબ જો તમારા બંને ઘર પર હોમ લોન શરૂ છે તો હપ્તાની મુદલ પર 1.5 લાખ સુધીનો ફાયદો ટેક્સમાં મેળવી શકો છો.  જો તમે બીજું ઘર ભાડા પર આપેલું છે તો પણ તમે કલમ 80 સી હેઠળ ટેક્સમાં ફાયદો મેળવી શકો છો. એટલું જ નહી કલમ 80 સી હેઠળ તમે ઘર ખરીદતી વખતે ચૂકવવી પડતી રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી ઉપર પણ ટેક્સમાં ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

2) હોમ લોન પર વ્યાજની ચુકવણી પર કપાત : હોમ લોનમાં મુદલ પર મળતા ટેક્સ ડિસ્કાઉન્ટ વિશે જાણ્યા પછી હવે આપણે મુદલ પર લાગતા વ્યાજ પર મળતા ફાયદા વિશે જાણશું. આ ફાયદો પોતાની માલિકીની મિલ્કત પર આવકવેરા અધિનિયમની કલમ 24 મુજબ વધુમાં વધુ 2 લાખ સુધી મળી શકશે. જો તમારી પાસે બે ઘર છે અને એક ખાલી છે અથવા તેમાં તમારા માતા-પિતા રહે છે કે ભાડા પર આપેલ છે તો પણ તમે કલમ 24 મુજબ મુદલ પર ચૂકવેલા વ્યાજ પર 2 સુધીનો ફાયદો મેળવી શકશો. ધ્યાનમાં રાખવો વધુમાં વધુ કુલ 2 લાખ સુધીનો જ ફાયદો મળશે તેનાથી વધુ નહી.

3) અફોર્ડેબલ હાઉસની ખરીદી પર વધારાની કપાત : જો તમે સરકારની સસ્તા મકાન માટેની યોજના હેઠળ ઘર લીધેલ છે તો તમને વધારાનો ટેક્સ ડિસ્કાઉન્ટ મળશે. કલમ 80ઈ હેઠળ 1.5 લાખ સુધીનો ટેક્સમાં  ફાયદો અને આ ફાયદો કલમ 24 હેઠળ વ્યાજ પર મળતા 2 લાખ સુધીના ડિસ્કાઉન્ટ કરતા અલગ છે. એટલે કે 3.5 લાખ સુધીના વ્યાજ પર ફાયદો મળશે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી એક જ રકમ માટે બે અલગ અલગ કલમ હેઠળ દાવો કરી શકાતો નથી, જેમ કે તમે 1.4 લાખ વ્યાજ ચૂકવું છે તો તમે કલમ 24 અથવા કલમ 80ઈ બે માંથી એક જ કલમ હેઠળ દાવો કરી શકો છો.

4) કલમ 80 ઈ હેઠળ મળતી કપાત : આ ફાયદો નાણાકીય વર્ષ 2016-17 માં ફરીથી અમલમાં લાવવામાં આવ્યો જેથી કરીને પહેલી વાર ઘર ખરીદનારને ફાયદો મળે. જેમણે વર્ષ 2016-17 માં હોમ લોન લીધી છે, તેમણે વધારાના 50 હજાર ઉપર ટેક્સમાં ફાયદો મળે છે. એટલે કે કલમ 24 હેઠળ 2 લાખ સુધીના વ્યાજ પર ફાયદો મળે છે, પણ જો તમે વર્ષ 2016-17 માં ઘર લીધેલ છે તો 2.5 લાખ સુધીના વ્યાજ પર ટેક્સમાં ફાયદો મળશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment