ટાટા ગ્રુપની આ 1 કંપનીનો શેર’ પહોંચી ગયો હાઈ રેકોર્ડ પર… રોકાણકારો આપ્યું માલામાલ કરી દે એવું પ્રોફિટ… જાણો કેટલો નફામાં ચાલે છે આ શેર…

પાછલા એક વર્ષથી તેજીમાં જ રહેતી ટાટા એલેક્ષી ના સ્ટોક માં શુક્રવારે 5%  ઉછળીને રૂ.9425ની નવી 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ટાટા ગ્રુપનો આ શેર પાછલા એક મહિનામાં 16 % સુધી ચડ્યો છે. જ્યારે આ જ સમયે બીએસઇ સેન્સેક્સ માં 10% નો ઉછાળો આવ્યો છે. બજારના જાણકારોનું કહેવું છે કે આગળ પણ આ શેર રોકાણકારોને જબરજસ્ત કમાણી કરાવશે.

ટાટા એલેક્સી ટ્રાન્સપોર્ટ, મીડિયા, બ્રોડકાસ્ટિંગ અને હેલ્થકેર ક્ષેત્રોને વિવિધ એન્જિનિયરિંગ, સંશોધન અને વિકાસ સેવાઓ પ્રદાન કરે છે. કંપની અમેરિકા અને યુરોપિયન દેશો જેવા ઉચ્ચ માંગવાળા બજારોમાં તેની સેવાઓ પૂરી પાડે છે. અહીંથી કંપનીને તેની આવકનો લગભગ 75 ટકા ભાગ મળે છે.

એક વર્ષમાં જ આપ્યું મલ્ટીબેગર રિટર્ન:- બજારમાં ભલે વર્ષ 2022 માં મંદી આવી હોય પરંતુ ટાટા એલેક્સીના શેરો પર આ મંદી ની કોઈ જ અસર થઈ નથી. અને તેને પોતાના રોકાણકારોને નફો આપ્યો છે.શુક્રવારે આ શેર 3.56 ટકાની તેજીની સાથે એન.એસ.ઈ પર 9,276 રૂપિયા પર બંધ થયો છે. પાછલા પાંચ કારોબારી સત્રોમાં ટાટા ગ્રુપના આ શેર માં 6.50 ટકા તેજી આવી ચૂકી છે. એક મહિનામાં આ શેર 16 ટકાનો ઉછાળો લાવી ચૂક્યો છે. પાછલા છ મહિનામાં આ શેરે રોકાણકારોને 21.80 ટકા નું વળતર આપ્યું છે 

વર્ષ 2022 માં ટાટા એલેક્સીના શેરે પોતાના રોકાણકારોને 57.39% વળતર આપ્યું છે. તેવી જ રીતે પાછલા એક વર્ષમાં આ મલ્ટી બેગર શેરમાં 117.32% વળતર આપ્યું છે અને આ સ્ટોક 4286.30 રૂપિયા થી વધીને 9,276 રૂપિયા પર પહોંચી ચૂક્યો છે. પાછલા પાંચ વર્ષોમાં ટાટા એલેક્સી ના શેરોએ રોકાણકારોની અપેક્ષા કરતાં વધારે નફો આપ્યો છે. આ વખતે આ શેરે રોકાણકારોને 1,055 ટકા વળતર આપ્યું છે.

શેરખાને ખરીદવા માટે આપી છે આ રેટિંગ:- બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, બ્રોકરેજ ફર્મ શેરખાને ટાટા એલેક્સી શેર્સને ખરીદવા માટે રેટિંગ આપ્યું છે. બ્રોકરેજે તેની ટાર્ગેટ કિંમત રૂ. 9,750 આપી છે. શેરખાન કહે છે કે કંપની બજારની તકોનો લાભ ઉઠાવવા માટે યોગ્ય સ્થિતિમાં છે. કંપની અમેરિકાની આવકમાં વધુ વધારો કરશે.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી)

Leave a Comment