મિત્રો લગભગ લોકો ફિલ્મી એક્ટર અને એક્ટ્રેસ વિશે વધુમાં વધુ જાણવાનો આગ્રહ રાખતા હોય છે. આથી જ અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ થતી એક્ટર અને એક્ટ્રેસની ફોટો તેમજ તેના અંગત જીવન વિશે જરૂરને જરૂર વાંચતા હશો. તેનાથી જે તે સ્ટારની આદતો તેમજ વાતોને જાણતા હોય છે. ચાલો તો આજે અમે તમને શ્રદ્ધા કપૂરના અંગત જીવન સાથે જોડાયેલ કેટલીક વાતો વિશે જાણી લઈએ.
બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર વિશે કોઈ ખાસ ઓળખાણની જરૂર નથી. ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવતી શ્રદ્ધાએ છેલ્લા 11 વર્ષમાં પોતાની એક મજબુત ઓળખ બનાવી લીધી છે. અને આજે તે અનેક લોકોના દિલ પર રાજ કરે છે. દર્શકોને પોતાના દીવાના કરતી શ્રદ્ધા એક સમયે પોતે જ કોઈની દીવાની હતી. શ્રદ્ધાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં પોતાના ક્રશને લઈને ખુલાસો કર્યો છે.
શ્રદ્ધા કપૂર એ 2016 માં ફિલ્મ ‘બાગી’ માં ટાઈગર શ્રોફની સાથે કામ કર્યું હતું. ફિલ્મ હિટ ગઈ અને તેમની જોડી લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. પણ રીયલ લાઈફનો આ કો-સ્ટાર ક્યારેક શ્રદ્ધા કપૂરનો ક્રશ હતો. એક ઈન્ટરવ્યૂમાં શ્રદ્ધા અને ટાઈગર બંનેએ એકબીજા પર ક્રશ થવાની વાતનો ખુલાસો કર્યો હતો.
સૌથી પહેલા ટાઈગર શ્રોફે જણાવ્યું કે, સ્કુલ સમયે તેને શ્રદ્ધા પર ક્રશ હતો. તેના પર શ્રદ્ધા એ કહ્યું કે, જો તેને ખબર હોત તો તેના પર કંઈક વિચાર કર્યો હોત. શ્રદ્ધાએ એ વાતનો સ્વીકાર કર્યો કે ટાઈગર શ્રોફ સ્કુલ સમયે તેના ક્રશ હતા. તેણે જણાવ્યું કે, સ્કુલમાં ટાઈગર શ્રોફને બાસ્કેટ બોલ રમતા જોઈને તેને ગમતું હતું.
જો કે સ્કુલના દિવસો એ બંને એકબીજાની ફીલિંગથી અજાણ હતા. અને આ કારણે વાત આગળ વધી ન હતી. ટાઈગરે શ્રદ્ધાને પ્રપોઝ ન કરવાનો અફસોસ પણ જાહેર કર્યો હતો. તેણે કહ્યું કે, ‘હું ડરતો હતો, હું બસ તેને જોયા કરતો. જ્યારે તે હોલવેથી પસાર થતી હતી તો તેના વાળ ઉડતા હતા. બંનેનું આમ અજાણ રહેવાથી તેની કહાની આગળ ન વધી. નહિ તો કદાચ રીલ લાઈફ જોડી આજે રીયલ લાઈફ જોડી હોત.
હવે વાત કરીએ શ્રદ્ધાના કરિયર વિશે તો તેણે 2010 માં ફિલ્મ ‘તીન પત્તી’ થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. પણ તેને 2013 માં આવેલ ફિલ્મ ‘આશિકી 2’ થી સ્ટારડમ હાસિલ કર્યું હતું. આ ફિલ્મએ તેની કિસ્મત બદલી નાખી. આ પછી શ્રદ્ધાની પાસે સારામાં સારી ફિલ્મની ઓફર આવવા લાગી.
તેણે એક વિલેન, હૈદર, એબીસીડી 2, રોક ઓન, હાફ ગર્લફ્રેન્ડ, હસીના પાર્કર, સ્ત્રી જેવી હિટ ફિલ્મમાં પોતાની એક્ટિવ બતાવી હતી. શ્રદ્ધાએ સાઉથ સ્ટાર પ્રભાસની સાથે ‘સાહો’ માં પણ કામ કર્યું છે. આ ફિલ્મ ચાલી નહિ પણ પ્રભાસની સાથે સ્કીન શેયર કરવું શ્રદ્ધા માટે ખુબ મોટી ઉપલબ્ધિ હતી.
તેણે છીછોરે માં સુશાંત સિંહ રાજપૂતની સાથે શાનદાર અભિનય કર્યો હતો. ફિલ્મ ખુબ જ સફળ રહી હતી. તેને છેલ્લે બાગી 3 માં ટાઈગર શ્રોફની સાથે એક વખત ફરી જોવામાં આવી. આ ફિલ્મ ખરાબ રીતે અસફળ રહી. પર ટાઈગર સાથે એક વખત ફરી તેની જોડી જામી ગઈ.
જ્યારે શ્રદ્ધાની પર્સનલ લાઈફની વાત કરીએ તો એવી ચર્ચા છે કે, તે ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે રિલેશનશીપમાં છે. બંને પોતાના રિલેશનને લઈને ખુબ પ્રાઇવેટ છે. હમણાં વરુણ ધવનના લગ્ન સમયે જ્યારે રોહને વરુણને બધાઈ આપી હતી તો એક્ટર તરફથી આપવામાં આવેલ જવાબને શ્રદ્ધા અને રોહનના લગ્નનો સંકેત સમજ્યો હતો.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.1