માત્ર આ વસ્તુના બે ટીપા લગાવો અને વર્ષ જૂના ધાધર અને ખંજવાળ તથા તેના ડાઘને ભગાઓ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁માત્ર આ વસ્તુના બે ટીપા લગાવો અને વર્ષ જૂના ધાધર અને ખંજવાળ તથા તેના ડાઘને ભગાઓ 💁

🌿 મિત્રો આજના યુગમાં જમવાનું વ્યવસ્થિત ન હોવાને કારણે અથવા તો કોઈ અન્ય કારણો સર ચામડીના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેમાં સૌથી જટિલ અને સરળતાથી ન દૂર થાય તેવી બીમારી એટલે ખરજવું, ખંજવાળ વગેરે. અને તમે ક્યારેક અનુભવેલું હશે કે ઘણી અલગ અલગ દવા બદલાવો ત્યારે તેનો યોગ્ય ઈલાજ થતો હોય છે તેમ છતાં પણ તેના ડાઘને જતા ઘણો લાંબો સમય લાગતો હશે અને સામે તેટલો જ ખર્ચો પણ ભોગવવો પડતો હોય છે મોંઘી મોંઘી ક્રીમ કે ટ્યુબ વગેરેનો.

🌿 પરંતુ આજે અમે ડાઘ ખરજવું ખંજવાળ વગેરે જેવી સમસ્યાનો એવો ઈલાજ લાવ્યા છીએ જેમાં તમારે માત્ર બે ટીપા જ આ ઉપચારના કાફી રહેશે તેને દૂર કરવા માટે અને આ ઉપચાર અપનાવ્યા બાદ કોઈ પણ ડાઘ નહિ રહે રોગ જડમૂળમાંથી દૂર થશે અને તમારી સ્કીન હતી તેવી જ થઇ જશે.

🌿 મિત્રો પહેલાના જમાનામાં કોઈ દવાઓ ન હતી ત્યારે તે લોકો કોઈ પણ સમસ્યા માટે આયુર્વેદિક ઉપચાર જ અપનાવતા હતા. પરંતુ આજના લોકો આ વસ્તુ ભૂલતા ગયા છે તો મિત્રો આજે અમે તમને તેમાંથી જ એક આયુર્વેદિક ઉપચાર જણાવશું કે જે અત્યારે મળતી દવાઓ કરતા વધારે અસરકારક છે અને તે દરેક પ્રકારના ડાઘ, ખંજવાળ અને ખરજવાને દૂર કરશે.

🌿 આ ઉપચાર માટે માત્ર ત્રણ જ વસ્તુ જોઇશે લીમડાનું તેલ, કપૂર અને હળદર.

🌿 આ ઉપચાર બનાવવા માટે જોઇશે લીંમડાનું તેલ. એક થી બે ચમચી લીમડાનું તેલ લેવાનું છે.

🌿 બીજી વસ્તુ છે કપૂર. તો મિત્રો નાની નાની બે કપૂરની ગોળી લેવાની છે એટલે કે તેને ક્રશ કરશો એટલે લગભગ એક ચમચી જેટલું કપૂર થશે. હવે તે કપૂરને હાથ વડે ક્રશ કરીને તમારે તેલમાં મિક્સ કરવાની છે. હવે તેમાં આપણે ઉમેરવાની છે હળદર. અડધી ચમચી હળદર મિક્સ કરવાની છે. હવે ત્રણેય વસ્તુને મિક્સ કરી દો.

🌿 મિત્રો હવે આપણો ઉપચાર તૈયાર છે. તો હવે તેને અસરકારક જગ્યાએ કંઈ રીતે લગાવવું તે જાણી લઈએ. તો તેને લગાવવા માટે એક રૂ નો ટૂકડો લેવાનો છે અને તેને આપણે બનાવેલ મિશ્રણમાં બોળવાનું છે. ત્યારબાદ તેને અસરકારક જગ્યાએ ડાઘ પર લગાવવાનું છે અને હળવા હાથે એક મિનીટ ઘસીને લગાવવું.

🌿 મિત્રો હાથ વડે આ ઉપચાર લગાવવાની ભૂલ ક્યારેય ન કરવી. કારણ કે હાથ વડે લગાવશો તો તેનું ઇન્ફેક્શન વધારે ફેલાશે તેથી હંમેશા તેને રૂ ની મદદથી જ લગાવવું.

🌿 મિત્રો આ ઘરેલું ઉપચાર દ્વારા કોઈ પણ ડાઘ ખરજવું કે ખંજવાળ મટાડી શકીએ છીએ. પછી ભલેને તે ૧૦૦ વર્ષ જૂનું પણ કેમ ન હોય. તો મિત્રો હવે જ્યારે પણ આ સમસ્યા થાય તો સીધા ડોક્ટર પાસે જવાને બદલે આ ઉપચાર જરૂર અપનાવો.

🌿 હવે મિત્રો વાત કરીએ આ ઉપચારની અસરકારકતાની તો મિત્રો આપણે અહીં લીમડો લીધો છે તો તેના ગુણો વિશે તો લગભગ બધાને જાણ હશે જ કે કોઈ પણ ચામડીના રોગ માટે વપરાતી વસ્તુ હોય તેમાં એન્ટીબેકટેરીયલ ગુણો હોય છે. માટે તે સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. કપૂર તે સમસ્યાને આગળ ફેલાવતું અટકાવે છે. જ્યારે હળદરમાં પણ એન્ટીબેકટેરીઅલ અને એન્ટી ફંગશના ગુણો રહેલા છે. જે ડાઘને દૂર કરે છે. આપણી સ્કીનને પહેલા જેવી બનાવવામાં મદદ કરે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

15 thoughts on “માત્ર આ વસ્તુના બે ટીપા લગાવો અને વર્ષ જૂના ધાધર અને ખંજવાળ તથા તેના ડાઘને ભગાઓ”

 1. બહુ સરસ આવી રીતે બીજી કોઈ જાણકારી આપતાં રેજો

  Reply
 2. ખૂબ જ સરસ માહિતી અપાઇ છે.
  તે ના માટે તમારો ખૂબ ખૂબ આભાર
  આવી જ ઉપયોગી માહિતી આપતા રહો.

  Reply
 3. સરસ, પરંતુ આ લીમડાનું તેલ ક્યાંથી લાવવું…

  Reply

Leave a Comment