KBC જીતેલી રકમમાંથી આટલી રકમ કાપી લે છે જે દર્શકોને નથી જણાવતા… ૧ કરોડ જીત્યા તો કેટલા મળશે ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁કૌન બનેગા કરોડ પતિનું ચોંકાવનારુ રહસ્ય…. 💁

💰 મિત્રો દરેક વ્યક્તિ કે.બી.સી. એટલે કે “કૌન બનેગા કરોડપતિ” જોતા જ હશો. આ ટીવી શો  ભારતના બધા જ પોપ્યુલર શો માંથી એક છે. તેમાં હોટ સીટ પર આવનાર દરેક વ્યક્તિ એકથી એક ચડિયાતા હોય છે અને ખુબ જ જાણકાર લોકો આવે છે. કોઈક વ્યક્તિ હોટ સીટ પર બેસે ત્યારે તે ખુબ જ સારું બોલતા હોય છે તો ઘણા લોકો શરમાતા પણ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે હોટ સીટ પર આવનાર દરેક વ્યક્તિના દિલમાં અને દિમાગમાં ઘણા બધા સપનાઓ હોય છે. આ ખેલમાં દરેક વ્યક્તિ પૈસા જીતીને પોતાના દરેક સપનાને પૂર્ણ કરવા માંગતા હોય છે. પરંતુ આજે અમે તમને તેની એક સિક્રેટ વાત જણાવશું તે જાણીને તમે આશ્વર્ય ચકિત થઇ જશો.

Image Source :

💰 મિત્રો આજે અમે તમને એક સચ્ચાઈ જાણવા જઈ રહ્યા છીએ તે જાણીને તમે દંગ રહી જશો. અભિનેતા અમિતાભ બચ્ચન સામે બેસનાર દરેક વ્યક્તિ પોતાને ખુશનસીબ માનતો હોય છે. કારણ કે અમિતાભ બચ્ચનને મળવું તે ખુબ જ મોટી વાત કહેવાય અને સાથે સાથે એક રકમ જીતવાનો આનંદ પણ હોય છે. પરંતુ વાસ્તવમાં એવું કંઈ નથી હોતું. તો હવે તમને પ્રશ્ન પણ થાય કે આવું શા માટે ? તો જાણો નીચે પ્રમાણે.

Image Source :

💰 તમને જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિમાં કોઈ વ્યક્તિ જે રકમ જીતે તેમાંથી તેને પૂરી રકમ ક્યારેય પણ નથી મળતી. હોટ સીટ પર બેઠેલો વ્યક્તિ રકમ જીતે ત્યારપછી આપણને બતાવવામાં આવે છે કે તેણે જે રકમ જીતી હોય તે બધી રકમ તેના ખાતામાં નાખી દેવામાં આવે છે. પરંતુ તેવું નથી હોતું. હોટ સીટ પર બેઠેલા વ્યક્તિની જીતની રકમમાંથી અમુક ટકા રકમ કાપી લેવામાં આવે છે ત્યારપછી જે રકમ વધે તે જીતનારના ખાતામાં નાખવામાં આવે છે.

Image Source :

💰 મિત્રો તમે વિચારતા હશો કે જીત્યા બાદ પણ પૂરી રકમ મળતી કેમ નથી ? જે રકમ જીત્યા હોય તેમાંથી 30.9% ટેક્સ દેવાનો હોય છે. જેમ કે કોઈ વ્યક્તિએ 1 કરોડ રૂપિયા જીત્યા હોય તો તેમાંથી 30 લાખ રૂપિયા ટેક્સના દેવા પડે છે. આ નિયમ ગમે એટલી રકમ તે વ્યક્તિ જીત્યો હોય તેની ઉપર લાગુ પડે છે. માનો કે દસ હજાર રૂપિયા જીત્યા હોવ તો તેનું 30% ટેક્સ દેવો જરૂરી છે. અને મિત્રો જો તમે શો દરમિયાન કાર જીત્યા હોવ તો કારની કુલ કિંમતના 30% દેવા પડે છે.

Image Source :

💰 મિત્રો રીયાલીટી શો માં બતાવ્યા પ્રમાણેની રકમ સેક્શન 56 (2) IB પ્રમાણે ટેક્સ દેવો પડે છે. આ ટેક્સ ઇન્કમટેક્સ દરમિયાન નક્કી કરવામાં આવે છે. 2001 માં સાફ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ શો માં વ્યક્તિ રકમ જીતવા માટે રીયાલીટી શોમાં જાય અને જીતનાર વ્યક્તિ રકમ જીતે તેના પર ફરજીયાત ટેક્સ લાગશે. કોઈ પણ ટીવી શોમાં કે ગમે તે શો ઇનામી રાશિ જીત્યા હોય તેની ઉપર 30% ટેક્સ લાગશે.

Image Source :

💰 જે ટેક્સ લાગે છે તેમાંથી કોઈ વ્યક્તિ ઓછું નથી કરાવી શકતા. એજ્યુકેશનસેશ અને હાઈએજ્યુકેશનસેશ પણ શામિલ છે. એ હિસાબથી ટેક્સ 30.9% થાય છે. એટલા માટે જે તમને ઇનામી રકમ મળે છે તેમાંથી ટેક્સ દેવો પડે છે.

💰 આવી જ રીતે કોઈ પણ વ્યક્તિ ગમે તે રીયાલીટી શોમાં ઇનામની રાશિ જીતે છે તેમાંથી 30.9% ટેક્સ કાપીને તેમણે રકમ આપવામાં આવે છે.

Image Source :

💰 તો મિત્રો આ હતી કૌન બનેગા કરોડપતિની સચ્ચાઈ અને બધા જ રીયાલીટી શોમાં પણ આવી જ રીતે મુર્ખ બનાવવામાં આવે છે. આપણે જેટલી પણ રકમ જીત્યા હોઈએ તેમાંથી આપણે 30.9% ટેક્સ ફરજીયાત પણે ચૂકવવો પડે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment