અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
તમારી રાશિ પરથી જાણો કોણ તમારા સાચા મિત્ર છે…
જ્યોતિષ શાત્રમાં રાશીઓનું ખુબ જ મહત્વ રહેલું છે. જન્મ સમયે ગ્રહોનું અવલોકન કરીને કોઈ પણ વ્યક્તિની રાશિ નિર્ધારિત કરવામાં આવે છે. માટે દરેક રાશિ પોતાના ગ્રહોના પ્રભાવ અનુસાર પોતાનો સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે અને એ જ કારણ છે કે કોઈ પણ રાશિના જાતકોના વ્યક્તિત્વ વિશે છૂપાયેલી બાબતો તમે જાણી શકો છો.
ઘણી વાર આપણે આપણી નીજી જિંદગીમાં આપણા સાચા મિત્રો અને મિત્રના રૂપે રહેલા શત્રુઓને ઓળખવામાં ક્યારેક ભૂલ કરી જતા હોઈએ છીએ. પરંતુ રાશિ વ્યક્તિના વ્યવહારને પૂર્ણ રૂપથી પ્રભાવિત કરે છે. માટે જેને તમે મિત્ર માનો છો તેની રાશિ પરથી તમે જાણી શકો છો કે તે તમારા બેસ્ટ ફ્રેન્ડ છે કે નજીકના ભવિષ્યમાં મિત્રતા તૂટી જવાની કેટલી સંભાવના છે અને એ પણ જાણી શકશો કે કોઈ મિત્ર એવા તો નથી કે જે આગળ જઈને તમને નુકશાન પહોંચાડી શકે તેવા તો નથી ને!
આ બાબતે અમે તમને એવી સાત રાશીઓ જણાવશું કે જેની સાથે મિત્રતા કરતા પહેલા થોડું વિચારવું જોઈએ અને જો તે તમારા મિત્ર હોય તો તમારે કંઈ બાબતનું ધ્યાન રાખવું તે પણ અમે જણાવશું. તો ચાલો જાણીએ તે રાશિ અને કંઈ પ્રકારે તેનાથી થતા નુકશાનથી બચવું જોઈએ
સૌથી પહેલા છે મીન, તુલા અને કર્ક રાશિ. મિત્રો આ ત્રણ રાશિના જાતકોને મિત્ર બનાવતા પહેલા થોડો વિચાર કરવો જોઈએ. એવું નથી કે તે લોકો સારા મિત્ર કે જીવન સાથી નથી બની શકતા પરંતુ તેની પાછળ કંઇક અલગ જ કારણ છે.
આ રાશિના જાતકોને સાચા સમયે સાચી દિશા બતાવવાની જરૂર પડે છે. મતલબ એવું બની શકે છે કે તેઓ ક્યારેક ભ્રમમાં પડી જાય અને તમારી સાથે સંબંધ બગાડી નાખે જે તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે. તો એ પરિસ્થિતિમાં જરૂરી છે કે તમે મિત્રતા કરતા પહેલા વિચારો અને જો મિત્રતા કરો તો ગલતફેમી પ્રત્યે સાવધાન રહો.
મેષ, વૃષિક, કન્યા અને મકર આ ચાર એવી રાશિ છે કે જો તે રાશિના જાતકો તમારા મિત્રો છે તો તમારે ખુબ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આવનારા સમયમાં જો કોઈ સંજોગો એવા બને તો તે તમારા કટ્ટર વિરોધી તથા દુશ્મન પણ બની શકે છે. આ ચાર રાશિના જાતકો ખુબ જ જીદ્દી સ્વભાવના અને અડીયલ હોય છે. માટે જ્યારે પણ ભવિષ્યમાં તેમની પાસેથી મદદનીશ હોવાની સંભાવના હોય છે તો બીજી બાજુ ક્યારેક તે તમારો વિરોધાભાસ કરવામાં ચુકતા નથી.
વૃષિક રાશિના જાતકોનો ખરાબ વ્યવહાર, મેષ રાશિના લોકોનો સ્વભાવ, મકર રાશિના જાતકોના નકારાત્મક, નિરાશાવાદી વિચારો અને કન્યા રાશિના જાતકોની વારંવાર અન્યની ખામીઓ શોધવાની આદત તમારા માટે ક્યારેક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. પરંતુ મિત્રો આ સાંભળીને એવું ન વિચારો કે તમારે આ લોકો સાથે મિત્રતા ન કરવી.
આ લોકો સાથે મિત્રતા કરવાનો એક સૌથી મોટો ફાયદો પણ થાય છે. તેમની પાસેથી ઘણું બધું શીખવા મળે છે જેમાં વૃષિક રાશિના જાતકો હંમેશા પોતાની વાતને ખુબ સરસ અને સારી રીતે રજુ કરવામાં સફળ રહે છે. કન્યા રાશિ વાળા લોકો હંમેશા સમય પર પોતાના કાર્યો પૂરા કરે છે જે તમારા માટે સફળતા લાવનાર હોય છે. તો મિત્રો તેની ખૂબીઓ ને જોઈએને તેમની સાથે મિત્રતા કરવી જોઈએ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી