એક 9 વર્ષના બાળકે કેવી રીતે ઉભી કરી રોલ્સ રોયસ આટલી પ્રખ્યાત બ્રાંડ કેવી રીતે બની તેની સંપૂર્ણ માહિતી….વાંચો અહીં

રોલ્સ રોયસની પ્રેરણાત્મક સફળતાની કથા.

મિત્રો તમે ક્યાંયને ક્યાંય રોલ્સ રોયસ કાર વિષે તો સાંભળ્યું હશે. કે તે કર લેવા માટેહેંસિયતજોઈએ વગેરે વગેરે…. એવું લોકોનું કહેવું છે.Image Source :

આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયાની સૌથી લક્ઝરીયસ કારમાંથી એક કાર વિશે. કે જે તેના સુદ્રઢ એન્જિનની ગુણવત્તા અને ડીઝાઇન માટે વિશ્વ ભરમાં ઓળખાય છે. અને તે કાર છે રોલ્સ રોયસ. મિત્રો તે માત્ર કાર માટે પ્રખ્યાત નથી પરંતુ દુનિયાની બીજી એરક્રાફ્ટ એન્જિન બનાવનાર કંપની પણ છે.

મિત્રો તેનું નામ તેના બે પાર્ટનર પરથી પાડવામાં આવ્યું છે. તેના બંને પાર્ટનર છે ફેડરિક હેનરી રોયસ અને ચાલ્સ રોલ્સ. પરંતુ કંપનીમાં મુખ્યત્વે ફાળો તો ફેડરિક હેનરી રોયસનો છે.

Image Source :

મિત્રો તમને જાણીને આશ્વર્ય થશે કે રોલ્સ રોયસના ફાઉન્ડર  ફેડરિક રોયસ પહેલા છાપા વહેંચતા હતા. નવાઈની વાત એ છે કે  છાપા વહેંચનારમાંથી કંપનીનો ફાઉન્ડર બન્યો. તે કોઈ સામાન્ય માણસ નહિ હોય ખુબ મહેનતુ અને ગજબના આત્મવિશ્વાસથી કાર્ય કરતો હશે. માટે તે આટલી સફળતા પ્રાપ્ત કરી શક્યો હશે. તો જાણીએ આજે ફેડરિક હેનરી રોયસની મહેનતની ગાથા વિશે કે કંઈ રીતે ફાઉન્ડર બન્યો.

ફેડરિક હેનરી રોયસનો જન્મ ૧૮૬૩માં ઈંગ્લેન્ડના અલવાલ્ટન નામના ગામમાં તેનો પરિવાર લોટની મિલ ચલાવતો હતો. પરંતુ તે કામ બરાબર ચાલવાથી તેઓ બધા લંડન જઈને વસ્યા.

Image Source :

પરંતુ રોયસ જ્યારે માત્ર 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું. અને ત્યાર બાદ રોયસ પોતાના ઘરના ખર્ચ ચલાવવા માટે છાપા અને ટેલીગ્રામ વહેંચવાનું કામ કરવું પડ્યું હતું.

થોડો સમય તેમણે તે કામ કર્યું. ત્યાર બાદ તેના માસીની  મદદથી ઈંગ્લેન્ડના પીટરબરો નામની જગ્યાએ જતા રહ્યા અને ત્યાં તેમણે નોર્થન રેલ્વેમાં કામ કર્યું.

ફરી તેઓ ત્યાંથી લંડન પાછા આવ્યા. ત્યાર બાદ તે એક લાઈડ એન્ડ પાવર કંપની સાથે જોડાયા. જ્યાં તેઓ રસ્તામાં લાઈટ લગાવવાનું કામ કરતા હતા.

Image Source :

પરંતુ મીત્રો અત્યાર સુધીમાં રોયસે પોતાની આવકમાંથી પૈસા બચાવ્યા હતા. અને તે પૈસાથી તેના એક મિત્ર ક્લાયરમોન્ટની સાથે મળી તમણે ૧૮૮૪ માં  એક નાની કંપની ખોલી. જેનું નામ રાખ્યું “FH  રોયસ એન્ડ કંપની કંપની વીજળીના નાના નાના ઉપકરણો અને તેના પાર્ટ્સ બનાવવાનું કામ કરતી.

અને પછીના 10 વર્ષોમાં તેમની કંપની દ્વારા ડાયનામોઝ અને ઇલેક્ટ્રિક ક્રેન બનાવવાનું શરૂ કર્યું અને ૧૮૯૯માં તો તે કંપની રજીસ્ટર કંપની બની ગઈ.

Image Source :

પરંતુ આગળ જતા જર્મની અને અમેરિકાથી આવતા ક્રેન અને ડાયનામોઝની સ્પર્ધા વધતા તેની કંપનીને નુંકશાન થવા લાગ્યું. તેથી રોય્સે કાર બનાવવાનો નિર્ણય લીધો. તેમણે એક કારનો આવિષ્કાર કરવા માટે પહેલા બે મોડેલની ડેકોવીલ કાર ખરીદી. ત્યાર બાદ તેણે તે કારની ખામીઓ પર અભ્યાસ કર્યો અને પછી ૧૯૦૪ માં પોતાની ત્રણ કાર બનાવી.

તે ત્રણ કારમાંથી એક કાર તેણે પોતાના બીઝનેસ પાટનર રહેલા ક્લાયરમોન્ટને આપી અને બીજી કાર એડમંન્સ હેનરી નામના વ્યક્તિએ ખરીદી.

મિત્રો હવે રોલ્સ રોયસના બીજા ફાઉન્ડરની એન્ટ્રી થાય છે. જેનું નામ હતું. ચાલ્સ રોલ્સ.

Image Source :

ચાલ્સ એડમંન્સનો ખાસ મિત્ર હતો. લંડનમાં તેનો કારનો શો રૂમ હતો. જ્યારે તેને હેનરી રોયસની કારને જોઈ તો તેને તે કાર ખુબ પસંદ આવી અને ચાલ્સ રોલ્સ, રોયસના પાર્ટનર બન્યા.

૨૩ ડિસેમ્બરે ૧૯૦૪ માં બંને વચ્ચે એક ડીલ થઇ કે રોયસની બનાવેલી કાર રોલ્સ ખરીદશે અને તે બધી કારરોલ્સ રોયસના નામે ઓળખાશે. ડીસેમ્બરમ ૧૯૦૪ માંજ  રોલ્સ રોયસની પહેલી કાર 10HP લોન્ચ થઇ હતી.

કારમાં રોયસનું ટેકનીકલ નોલેઝ અને રોલ્સનું બિજનેસ નોલેઝ બંનેએ જબરદસ્ત કામ કર્યું અને તે ઝડપથી આગળ વધવા લાગી.

Image Source :

૧૯૦૭ માં કંપનીએ એક સિક્સ સિલેન્ડર  “સિલ્વર ઘોસ્ટકારનું નિર્માણ કર્યું. જે એક સુગર સ્મૂથ કાર હતી. અને લોકો દ્વારા કાર એટલી પસંદ કરાઈ કે તેનેબેસ્ટ કાર ઓફ વર્લ્ડકહેવામાં આવી.

મિત્રો રોલ્સની ૧૯૧૦ માં હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થયું. ત્યારે માત્ર તે ૩૨ વર્ષના હતા. પરંતુ તેની કંપની તો ચાલુ રહી. ૧૯૧૪ માં રોલ્સ રોયસ કંપનીએ ઓટોમોબાઈલ અને એરક્રાફ્ટ એન્જિન બનાવાવનું શરુ કર્યું અને સૌપ્રથમ તેમણે ઈગલ એન્જિનનું નિર્માણ કર્યું.

Image Source :

૧૯૨૧ માં ડિમાન્ડ વધવાથી તેમને મેસાચુચેટમાં એક નવી ફેક્ટરી ખોલી. અને તે વર્ષેસ્થીંગફિલ્ડ ઘોસ્ટનામની એક કાર બનાવી ૧૯૩૦ માં રોલ્સ રોયસે બેન્ટલી નામની સ્પોર્ટ્સ કાર બનાવનાર કંપનીને એક્વાયર કરી પરંતુ ૧૯૩૩ માં હેનરી રોયસનું મૃત્યુ થયું.

આગળ ૧૯૪૮ માં રોલ્સ રોયસ કંપનીકારમાં ડીઝલ એન્જિન લગાવવાની શરૂઆત કરી અને ૧૯૫૧ માં કંપનીપોતાની પેલી લક્ઝરી કાર જેનું એન્જિન ડીઝલથી ચાલતું હતું તે લોન્ચ કર્યું.

Image Source :

૧૯૬૪ માં રોલ્સ રોયસ કંપનીએ લગભગ ૮૦,૦૦૦ લોકોને પોતાની કંપનીમાં જગ્યા આપી. અને મેન પવારના હિસાબથી તેની કંપની બ્રિટનની ૧૪ મી સૌથી મોટી કંપની બની.

પરંતુ મંદીના કારણે ઓટોમોબાઈલના કામમાં નુંકશાન થવા લાગ્યું અને આખરે ૧૯૯૮ માં રોલ્સ રોયસ દ્વારા કંપની BMW અને VOLKSWAGEN ને વહેંચવામાં આવી અને ૨૦૧૧ પછી કંપની રોલ્સ રોયસ PLC તરીકે કામ કરે છે.

મિત્રો આશા છે કે રોલ્સ રોયસની સફળતાની કહાની તમને જરૂર ગમી હશે અને તેના ફાઉન્ડર  હેનરી રોયસની મહેનત અને લગન આપણને આવશ્ય પ્રેરણા આપી જાય છે.

Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment