બહારની કેક પણ ભૂલી જશો…. કેમ કે, સ્વાદિષ્ટ ચોકલેટ કેક બનશે ૪૦ મીનીટમાં તમાર ઘરે અને એ પણ કુકરમાં

🎂 તમારા ઘરે જ બનાવો પ્રેશર કુકરમાં ચોકલેટ કેક ..એટલી સ્વાદિષ્ટ બનશે કે બહારની કેક પણ ભૂલી જશો 🎂

Image Source :

આપણે જોયું હશે કે ક્યારેય કેકને આપણે ઘરે બનાવતા નથી. અને બનાવીએ તો પણ ઓવનની મદદથી.પરંતુ મિત્રો આજે અમે એક એવી કેકની વાનગી લાવ્યા છીએ. જેના માટે તમારે તો ઓવનની જરૂર પડશે કે તો એગ્સ માત્ર કુકરમાં તમે એગ્સ વગરની કેકે બનાવી શકશો.

8 લોકો માટે આ કેકેની સામગ્રી નીચે પ્રમાણે છે.

Image Source :

🎂 મેંદોએક કપ,

🎂 બેકિંગ પાવડર – 2 ચમચી,

🎂 વેનીલા એસેન્સ – 2 ચમચી,

🎂 બટર – 100 ગ્રામ,

🎂 કાજુ નાના ટુકડામાં કાપેલાત્રણ નંગ,

🎂 બાદમ નાના ટુકડામાં કાપેલા – 6 નંગ,

Image Source :

 🎂 ગરમ કરેલું મીઠું દૂધ – 400 ગ્રામ જેટલું.

સૌપ્રથમ બનાવવું પડશે કેકનું મિશ્રણ. તેની તૈયારીમાં લગભગ 2 જ મિનીટ લાગશે. જે નીચે પ્રમાણે છે.

૧ 🎂  માખણને ઓગળી તેને મેંદાના લોટમાં ઉમેરો,

૨ 🎂  એક વાટકો લો અને તેમાં માખણ લો અને તેને ઓગાળો,

Image Source :

૩ 🎂 હવે બધી સામગ્રીને એક સાથે તેમાં નાખી માખણ સાથે બરાબર મિક્સ કરો. તેમાં વેનીલા એસેન્સ, મીઠું ઉકાળેલું દૂધ, મેંદો, બેકિંગ પાવડર વગેરે તે માખણમાં ઉમેરો.

૪ 🎂   મિશ્રણને બરાબર મિકસ કરી બ્લેન્ડરની મદદથી તેની એક મુલાયમ પેસ્ટ બનાવો.

૫ 🎂 હવે ગોળ આકારની એલ્યુમીનીયમની ડીશ લો.

Image Source :

૬ 🎂 ડીશ થોડી ઊંડી અને ઠાવાળી લેવી. ત્યાર બાદ એક ચમચી તેલ લઇ ડીશને ચારેય બાજુથી લગાવી દો. બધી જગ્યાએ બરાબર તેલ લગાવી પછી તેની ઉપર થોડોક મેંદો પણ લગાવો. તેલ લાગવાવથી કેક ડીશમાં ચોંટશે નહિ. તેથી કેક તૈયાર કર્યા બાદ તેને સરળતાથી કાઢી શકીએ.

૭  🎂 હવે તે તૈયાર કરેલ ડીશમાં પહેલા તૈયાર કર્યું તે મિશ્રણ હતું તે નાખો.

૮ 🎂  હવે તમને થશે કે મિશ્રણ કુકરમાં કંઈ રીતે કેકમાં પરિવર્તિત થશે. તો જાણો કે કંઈ રીતે કુકરમાં કેક બનાવી શકાય.

Image Source :

૯ 🎂  5 લીટરનું એક પ્રેશર કુકર લો.

૧૦ 🎂 કુકરમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી. ઘણા લોકો તેવું વિચાર કે પાણી વગર તો કુકર ફાટી જશે. પરંતુ કુકરની સીટી જ્યાં સુધી કેક બને છે ત્યાં સુધી કાઢી લેવી. જેથી કુકર ફાટવાનો સવાલ નથી આવતો.

૧૧ 🎂  ડીશમાં કેક બનાવવાનો ફાયદો છે કે કેકને સીધો તાપ નહિ લાગે. તાપ લાગવાથી કેક બળી જાય છે.

Image Source :

૧૨ 🎂  સૌથી પહેલા તો કુકરમાં એક નાની ડીશ અથવા વાટકો રાખો. ત્યાર બાદ તેની ઉપર મિશ્રણ વાળી પ્લેટ રાખવી.

૧૩ 🎂  ગેસ ધીમો રાખવો કુકર ઢાંકી દો. પરંતુ યાદ રહે કે કુકરની સીટીનો ઉપયોગ કરવો.

૧૪ 🎂 હવે બે મિનીટ સુધી કુકર બરાબર ગરમ થઇ જાય ત્યાં સુધી તેને 2 મિનીટ સુધી વધારે આંચ પર પકાવો.

Image Source :

૧૫ 🎂  2 મિનીટ પછી ગેસ ધીમો કરી દો અને ૩૦ મિનીટ સુધી પકાવો.

૧૬ 🎂 કેક બની ગઈ છે કે નહિ તે જાણવા માટે તમે એક ટુથપીક [દાંતમાં ફસાયેલ વસ્તુ કાઢવાની સળી] ને બરાબર કેકની વચ્ચે રાખો. જો તે ટુથપીક સરસ રીતે બરાબર બહાર આવી જાય તો સમજવું કે કેક બરાબર પાકી ગઈ છે. અને તે ટુથપીકમાં કાચો મેંદો લાગેલો હોય તો હજુ 2 થી 5 મિનીટ પાકવા દેવી.

૧૭ 🎂 કેક તૈયાર થયા બાદ તેને અલગ પ્લેટમાં કાઢી લો.

Image Source :

૧૮ 🎂 કેક બહાર કાઢવા માટે સૌથી પહેલા ચપ્પુ વડે કિનારેથી ચપ્પુની મદદથી કેક પ્લેટથી અલગ કરો. ત્યાર બાદ તેની ઉપર બીજી પ્લેટ ઊંધી રાખો. હવે તે પ્લેટને સીધી કરો અને કેક વાળી પ્લેટ તેની ઉપર કાઢી શકાય.

૧૯ 🎂 તૈયાર છે કેક. તમે કેક ઉપર ચોકલેટ ક્રીમ તથા ચોકલેટ સોસ કે કોઈ અન્ય ક્રીમ લગાવી ખાઈ શકો છો.

Image Source :

૨૦ 🎂 આ કેક તમે ફ્રીઝમાં રાખી શકો છો. 4 થી 5 દિવસ માટે. પરંતુ વધારે સમય ફ્રીઝમાં રાખવાથી કેક કડક થઇ જાય છે. તેથી તાજી બનાવીને ખાવાની મજા અલગ છે.

🎂 જો તમને આ રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપો, જેથી અમે બીજી પણ આવી શોર્ટકટ અને ફટાફટ બનતી બીજી રેસીપી આપના માટે, લઇ આવીએ….

Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment