ખીલેલી ત્વચા માટે ઉપયોગી છે બટેટા…જાણો કઈ રીતે ઉપયોગ કરશો બટાકાનો..ઉપયોગી લાગે તો શેર કરજો.

🥔 ખીલેલી ત્વચા માટે ઉપયોગી છે બટેટા. 🥔

બટેટા એક સામાન્ય શાકભાજી છે જેનો ઉપયોગ લગભગ ઘણી બધી વાનગીઓમાં કરતા હોઈએ છીએ. લગભગ બટેટા સૌને ભાવતા  હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બટેટાનો ઉપચાર આપણી સુંદરતા વધારવા માટે પણ થાય છે

Image Source :

🥔 હા, મિત્રો અત્યાર સુધી તમે માત્ર  બટેટામાંથી બનતી નવી નવી વાનગીઓ વિશે સાંભળ્યું હશે. પરંતુ આજે લેખ દ્વારા અમે તમને બટેટાનો ઉપયોગ સુંદરતા વધારવા માટે કઈ રીતે કરવો તે જણાવશું. બટેટા તો લગભગ બધાના ઘરમાં સ્ટોર કરેલા હોય છે. તો તે બટેટાની મદદથી તમે બની શકો છો સુંદર અને તે પણ સરળતાથી.

Image Source :

🥔 બટેટાના ઉપયોગથી કાળા દાગ દુર થાય છે. તેમજ તેનો રસ ત્વચાને સુંદર બનવવાનું કામ કરે છે. તેને લગાવવાથી ખીલ દાગ વગેરે દુર કરી શકાય છે. જો તમે બટેટાના રસનો નિયમિત રીતે ઉપયોગ કરો તો તમને પરિણામ જરૂર દેખાશે.

બટેટામાં વિટામીન સી અને બી રહેલા છે. ઉપરાંત તેમાં ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ સારા પ્રમાણમાં રહેલા હોય છે. તે બધા તત્વો આપણી ત્વચા અને શરીર માટે ખુબ મહત્વના છે.

Image Source :

બટેટામાં મુખ્યત્વે સ્ટાર્ચ રહેલું હોય છે. તે ઉપરાંત તેમાં પોટેશિયમ , વિટામીન બી 6 તથા વિટામીન સી રહેલા હોય છે. સ્ટાર્ચ ત્વચાની કોશિકાઓની ક્ષતિઓ સુધારવાનું કામ કરે છે. બટેટામાં રહેલ વિટામીન સી એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. અને ત્વચા સાફ રાખવામાં મદદ કરે છે.

🥔 બટેટાનો ઘરેલું ઉપચાર પ્રમાણે કરવો: 🥔

Image Source :

🥔 બટેટાનો સૌથી મહત્વનો અને આવશ્યક ભાગ છે જે સ્ટાર્ચ તેનાથી બેજાન ત્વચામાં જાન આવી જાય છે.

🥔  બટેટાનો રસ 1 ચમચી, લીંબુનો રસ 2 ચમચી અને 2 ચમચી મુલતાની માટી. ત્રણેય વસ્તુને ભેગી કરી એક મિશ્રણ બનાવો. મિશ્રણને ચહેરા પર લગાવો અને 10 મિનીટ સુધી રાખી અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી ત્વચાના દાગ વગેરે દુર થશે અને ચહેરો ખીલેલો દેખાશે.

Image Source :

🥔 બટેટાને પીસીને એક પેસ્ટ બનાવી લો. અને 1 ચમચી બટેટાની પેસ્ટમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરી તે પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ તે ચહેરા પર લગાવો. તે ત્વચાને ગોરી બનાવે છે. પેસ્ટ 10 થી ૧૫ મિનીટ સુધી રાખો અને ત્યાર બાદ ધોઈ લો અને જોશો તો ચહેરો ચમકવા લાગશે.

🥔 બટેટાનો અંદરનો ભાગ દાગ પર લગાવવાથી તે ધીમે ધીમે એક દિવસ દુર થઇ જાય છે પ્રયોગ એક મહિના સુધી રોજ નિયમિત રૂપે કરવો તેનાથી દાગ દુર થાય છે અને ચહેરાને સુંદર બનાવે છે.

Image Source :

🥔  બટેટાથી સનબર્નથી પણ બચી શકાય છે. બટેટાનો એક ટુકડો લો અને 5 મિનીટ સુધી સનબર્નથી પ્રભાવિત જગ્યા પર મસાજ કરો ત્વચા ખીલી ઉઠશે.

🥔 1 ચમચી બટેટાની પેસ્ટ લઇ તેમાં 1 ચમચી દહીં મિક્સ કરો અને ૩૦ મિનીટ સુધી રાખી મુકો. ત્યાર બાદ તે પેસ્ટ ચહેરા પર લગાવી લો. પેસ્ટ એન્ટી એજિંગ જેવું કામ કરે છે. તેનાથી ત્વચાની કરચલીઓ દુર થાય છે.

Image Source :

🥔 એક ચમચી બટેટાની પેસ્ટ લો અને તેમાં એક ચમચી મધ નાખી તેને આંખ નીચેના કાળા દાગ સર્કલ પર 10 થી 15 મિનીટ સુધી લગાવી રાખો અને પછી ધોઈ લો. તે આંખને ઠંડક આપે છે તેમજ આંખની નીચે પડેલા કાળા કુંડાળા દુર થાય છે.

🥔 એક ચમચી બટેટાનો રસ અને એક ચમચી કાકડીનો રસ મિકસ કરી તેને રૂ વડે ચહેરા પર લગાવી લો તે ત્વચા માટે એક ટોનર જેવું કામ કરે છે.

Image Source :

🥔 બટેટાનો વચ્ચેનો ભાગ 10 મિનીટ સુધી ઉકાળો અને પછી તે પાણીને ગાળી લો અને તે પાણી તમારા વાળમાં લગાવો. તેનાથી વાળાની ચમક વધશે અને વાળની ભૂરાશ ઓછી થઇ જશે. ડ્રાય ત્વચા એક ગંભીર સમસ્યા છે. તેનો ઉપચાર કરવો અનિવાર્ય છે. જો તમને સુકી ત્વચાની સમસ્યા છે. તો તેને દુર કરવા એક માસ્ક બનાવવું પડશે. તેના માટે અડધું બટેટુ લો અને તેને બ્લેન્ડ  કરી તેની પેસ્ટ બનાવી લો. હવે તેમાં એક ચમચી દહીં મેળવો અને બંનેને બરાબર મિક્સ કરો. અને એક પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવી 20 મિનીટ સુધી લગાવી રાખો. પ્રયોગ તમારી સુકી ત્વચાને બરાબર કરશે તેમજ માસ્ક તમારી ઉમર પણ છુપાવશે.

Image Source :

🥔  બટેટા આંખનો સોઝો પણ ઘટાડે છે. તેના માટે એક બટેટાની પેસ્ટ બનાવો અને તેમાં કાકડીનો રસ નાખી એક મિશ્રણ તૈયાર કરો અને તેને એક જાળીમાં રાખો. જેથી તેમાંથી પાણીમાં રૂ ના ટુકડા  ડુબાડી અને તેને આંખને મીચીને લગાવી દો. કાકડી અને બટેટા બંને આંખ માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

તો મિત્રો રીતે સરળતાથી ઉપલબ્ધ તેવા બટેટાનો ઉપયોગ કરી તમે સુંદરતામાં વધારો કરી શકો છો. ત્વચા સંબંધી ઘણી સમસ્યાઓને દુર કરી શકો છો.

Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment