શરીરમાં આ 9 જગ્યાએ ફોન રાખશો તો તમને કોઈ બચાવી નહિ શકે..

શરીરમાં આ નવ જગ્યાએ ક્યારેય ન રાખવો જોઈએ મોબાઈલ…  તેનાથી થાય છે આવા ગંભીર નુકશાન.

મિત્રો શું તમને ખબર છે ? મોબાઈલ માંથી રેડીએશન અને ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે. તે આપણા શરીર પર ખુબ જ ખરબ રીતે દુષ્પ્રભાવ છોડે છે. જે આપણા શરીર પર ખુબ જ ઘાતક અસર કરે છે. પરંતુ મોટાભાગના લોકોને જાણ હોય જ છે કે મોબાઈલના રેડિએશન આપણા માટે નુકશાનકારક છે પરંતુ તેમ છતાં પણ તેને નજરઅંદાજ કરે છે. પરંતુ આ લેખને વાંચ્યા બાદ તમે પણ સચેત થઇ જશો. પરંતુ આ લેખને આજે બધા જ લોકો અંત સુધી વાંચજો કેમ કે આ લેખ બધા જ લોકો માટે ખુબ જ ઉપયોગી છે.

સૌથી પહેલા મોબાઈલ ફોનને આપણાથી દુર રાખવો જોઈએ : મિત્રો મોબાઈલ ફોન કોમ્યુનીકેશન અને સંપર્ક માટે એક મહત્વની વસ્તુ છે એટલે તેનો ઉપયોગ વાત કરવા માટે જ થવો જોઈએ. પરંતુ આજે લોકોને નોમોફોબિયા નામની બીમારી થઇ છે. નોમોફોબિયાના શિકાર એટલે વ્યક્તિને સુતા જાગતા હંમેશા પોતાની સાથે મોબાઈલ રાખતા હોય છે. એક મિનીટ પણ મોબાઈલને પોતાનાથી દુર કરી નથી શકતા અને આવા લોકો જ રેડિએશનની ઝપેટમાં આવી જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે જે લોકો આ રીતે સતત મોબાઈલ પાસે રાખે છે અને તેનો યુઝ કરે છે તેને એક જગ્યાએ ધ્યાન લગાવવામાં મુશ્કેલી પડે છે. પુરુષોને નપુંસકતા પણ આવી શકે છે, લોકોને માથાનો દુઃખાવો થઇ શકે છે, તેમજ તે લોકોમાં તણાવનું સ્તર ઊંચું જોવા મળે છે. એટલું જ નહિ પરંતુ અમુક કેસમાં તો તે કેન્સરનું કારણ પણ બની શકે છે.

ત્યાર બાદ બાળકોથી દુર રાખવો જોઈએ : આજકાલના બાળકો મોબાઈલમાં ગેમ્સ રમતા હોય અને મોબાઈલ ચલાવવાનું પણ જાણતા હોય છે. તો ઘણા માતાપિતા પોતાના બાળકને સ્માર્ટ અને શાર્પ પણ ગણે છે. પરંતુ તમને જણાવી દઈએ કે મોબાઈલના રેડિએશન મગજના રક્ત સંચારને પ્રભાવિત કરે છે અને બાળકોના મગજની ખોપરીમાં હાડકાની પરત પાતળી હોય છે. તેથી કેન્સર થવાના ભયને વધારે છે, તેથી મિત્રો બાળકોને તો ફોનથી દુર રાખવા તેમજ માતા પિતા ની સ્માર્ટનેસ છે.

હવે સવાલ એ થાય કે મોબાઈલના રેડીએશનથી બચવા શું કરવું જોઈએ. તો મિત્રો તેનાથી બચવા અમે જે 9 બાબતો જણાવવા જઈ રહ્યા છીએ તેનું ખાસ પાલન કરવું જોઈએ. તેનાથી તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ હળવી પડી જશે. 

સૌપ્રથમ જો બાળકોની વાત કરીએ, તો બાળકને બને તેટલા ફોનથી દુર જ રાખવામાં જ માતાપિતા અને બાળકની ભલાઈ છે. જો ક્યારેક બાળકને કોઈ સાથે વાત કરાવવી જરૂરી હોય તો ઈયરફોનમાં વાત કરાવવી અથવા બને તો તેના હાથમાં જ ફોન રાખીને વાત કરાવવી.ક્યારેય પણ નાના બાળકને મોબાઈલ ફોન કાન પાસે ન રાખવા દેવો જોઈએ. કારણ કે કાન પાસે રાખવાથી રેડિએશનનું પ્રમાણ વધુ આવે છે અને પરિણામે બાળકમાં તેની આડઅસર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે જે બાળક વધારે મોબાઈલનો યુઝ કરે છે તેને પેન્સરગ્રાસ્પ ડીસઓર્ડર થઇ શકે છે. એટલે કે પેન્સિલ પકડવાની તાકાત પણ ખતમ થતી જાય છે.

મહિલાઓએ ક્યારેય બ્રેસ્ટ પોકેટમાં કે ઉપરના અંત: વસ્ત્રોમાં મોબાઈલ ક્યારેય ન રાખવો જોઈએ. કારણ કે તેનાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો વધી જાય છે. આ ઉપરાંત કોઈ પણ મહિલા કે પુરુષે પોતાના પેન્ટના પાછળના ખિસ્સામાં પણ મોબાઈલ ન રાખવો જોઈએ. તેનાથી કમરના દુઃખાવાથી લઈને સાઈટીકા જેવી સમસ્યાઓ થઇ શકે છે. પુરુષોએ તો આગળના ખિસ્સામાં પણ મોબાઈલ ન રાખવો જોઈએ. કારણ કે પુરુષોને નપુંસકતા અને સ્પર્મમાં ઘટાડો થાય તેવી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે.

ફોનને બને તેટલો શરીરથી દુર રાખવો જોઈએ. કારણ કે જો ફોન શરીરથી બે ઇંચ દુર રહે તો પણ 50% રેડિએશનનો પ્રભાવ નહીંવત થઇ જાય છે. તેથી ફોનને ક્યારેય કાન પાસે રાખીને કલાકો વાત ન કરવી જોઈએ. જો વધારે વાત કરવી પડે તો ઈયરફોનનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ કાન પાસે ક્યારેય વધારે વાર મોબાઈલ ન રાખવો જોઈએ. કારણ કે જો હર હંમેશ તમે શરીરથી નજીક મોબાઈલ રાખશો અથવા તેનો વધારે ઉપયોગ કરશો તો તે તમારા માટે ખરેખર ઘાતક સાબિત થઇ શકે છે.

ક્યારેય બ્લુટુથનો ઉપયોગ ન કરવો. તેમજ જ્યારે તમે તેજ ગતિમાં ચાલી રહ્યા હોવ કે વાહનો ચલાવી રહ્યા હોય ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ. એવું નથી કે તેનાથી માત્ર રોડ એક્સીડન્ટ થવાની જ સંભાવના છે. પરતું જ્યારે આપણે તેજ ગતિમાં એક જગ્યા પરથી બીજી જગ્યાએ જતા હોઈએ ત્યારે આપણા ફોનમાં કવરેજનું કનેક્શન ચેન્જ થતું હોય છે અને પરિણામે રેડિએશન વધુ આવે છે.

આ ઉપરાંત વાત કરતા સમયે જો તમે કાન પાસે મોબાઈલ રાખીને વાત કરી રહ્યા છો તો હંમેશા સાઈડ ચેન્જ કરતા રહેવું જોઈએ. એટલે કે થોડી થોડી વાર પછી કાન બદલી નાખવો જોઈએ. 

આ ઉપરાંત મોબાઈલમાં બેટરી લો થયા બાદ ક્યારેય પણ ફોનનો યુઝ ન કરવો જોઈએ. ત્યારે પણ મોબાઈલ વધારે પ્રમાણમાં રેડિએશન છોડે છે. જે ખુબ જ ઘાતક હોય છે અને ક્યારેય પણ રાત્રે મોબાઈલ પાસે રાખીને ન સુવું જોઈએ.

સૌથી મહત્વની વાત કે મોબાઈલ  સૌથી ઓછા SAR એટલે કે સ્પેસિફિક અબ્સોર્પશન રેટ વાળો લેવો જોઈએ અને મિત્રો ઓછા SAR મોબાઈલ ફોનની પોપ્યુલર બ્રાંડ અને મોડલ પણ અવેઈલેબલ હોય છે. પરંતુ ઘણા લોકો તેનાથી અજાણ હોય છે. એટલા માટે જ્યારે મોબાઈલની ખરીદી કરો ત્યારે આ બાબત ખાસ ધ્યાન રાખો તેનાથી તમારું સ્વાસ્થ્ય જળવાય રહે છે.

મિત્રો સૌથી મહત્વની વાત તમને જણાવીએ તો મોબાઈલનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. ઘણી બધી સમસ્યાઓ જીવનમાંથી આપોઆપ ગાયબ થઇ જશે.  

Leave a Comment