એક થી નવ અંક પરથી જાણો કે તમે પાછળના જન્મમાં શું હતા. તમારા મિત્રો જોડે શેર કરો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

એક થી નવ અંક પરથી જનો કે તમે પાછળના જન્મમાં શું હતા.

આપણને બધાને એવું થતું હોય કે ભવિષ્યમાં શું થશે, આપણી આવનારી કાલ કેવી હશે, જે મુશ્કેલીથી આજે લડી રહ્યા છીએ તે શું કાલે પણ રહેશે કે પછી નિરંતર વધતી રહેશે. આપણું કરિયર કેવું રહેશે, લવ મેરેજ થશે કે અરેંજ મેરેજ ? આ બધા પ્રશ્નોના જવાબ માટે મોટાભાગના લોકો લગભગ જ્યોતિષ વિદ્યાનો સહારો લેતા હોય છે. આ વાત અમુક અંશે સાચી છે કે જ્યોતિષની વિભિન્ન શાખાઓમાંથી તમે તમારા ભવિષ્યની જાણકારી મેળવી શકો છો. પરંતુ આ વિદ્યા તમારું ભવિષ્ય તો જણાવે છે પરંતુ તે તમારું ભૂતકાળ પણ બતાવી શકે છે. ક્યારેય તમે તેના વિશે વિચાર્યું છે ?

જ્યોતિષ વિદ્યાની એક શાખા, અંક શાસ્ત્ર દ્વારા આપણે એવું સમજી શકીએ છીએ કે આપણે પાછળના જન્મમાં શું રહ્યા હશું. તમારા આત્માની સફર ક્યાં માર્ગ પર થઇ રહી છે તેની જાણકારી મેળવવા માટે તમારે તમારા જન્મની તારીખ અને વર્ષની જે સાલમાં થયો હોય તેનો આખો હિસાબ કરીને છેલ્લે જે આંકડો વધે તેને અંક કહેવાય. એટલે કે તમારી જન્મ તારીખ હોય તેના બધા જ આંકડાને પ્લસ કરીને છેલ્લે એક અંક વધે ત્યાં સુધી સરવાળો કરી નાખવાનો. છેલ્લે જે અંક વધે તે તમારો ભાગ્યાંક હશે. પરંતુ છેલ્લે તે અંક 1 થી 9 સુધીમાં જ હશે. તો ચાલો જાણીએ કે પાછળના જન્મનું તમારું શું રાજ છે. ઉપર આપેલો ફોટો જોજો એટલે ગણતરી સમજાય જશે  (જો આ ન સમજાય તો  અમારો આગળ નો આર્ટીકલ વાંચજો  http://f5k.e54.mywebsitetransfer.com/facts/numerology/

નંબર 1 પાછળના જન્મમાં તમારા હાથમાં નેતૃત્વ હતું. એટલે કે તમે ખુબ જ મોટા અને સારા નેતા રહ્યા હતા. આ અંકના લોકોને સામાજિક સમ્માનની સાથે સાથે આલીશાન જીવન વ્યતીત કરવાનો પણ અવસર તમને પ્રાપ્ત થયો હતો. કાયદા બનાવવા અને તેને તોડવા તે તમારા જ હાથમાં હતું. એ વાતની સંભાવના પણ છે કે તમારે દેશવટાનો સામનો કરવો પડ્યો હોય.

નંબર 2 નો સંબંધ પ્રેમ અને સંબંધો સાથે હતો. એ પણ સંભાવના છે કે પાછળના જન્મમાં તમે જુડવા પણ રહ્યા હોવ. અને જો આ જન્મમાં તમારું કોઈ જુડવા ભાઈ અથવા બહેન ન હોય તમને કોઈ કમીનો અહેસાસ થઇ રહ્યો હશે. તમારું અતીત એટલે કે પાછળનો જન્મ ખુબ જ દુઃખોથી ભરેલો રહ્યો હશે. વિશેષ તો દિલની બાબતમાં હાર જ મળતી હોય છે. પરંતુ એવું સંભવ છે કે તેને તમે ત્યારે ન મળી શક્યા હોવ તો આ જન્મમાં તે તમને મળી પણ શકે.

નંબર 3 ત્રણનો અર્થ છે કે સંબંધિત વ્યક્તિ નિશ્વિત રીતે પોતાના ભૂતકાળમાં ખુબ જ રચનાત્મ રહ્યા હશે. તમારી પાસે પોતાનો સુખી પરિવાર પણ હતો. અને તમે તેની સાથે ખુબ જ ખુશ પણ હતા.

નંબર 4 ચાર વાળા લોકોનો પાછળનો જન્મ ખુબ દિલચસ્પ રહ્યો હતો. નેગેટીવ પોઝીટીવ બંને રીતે હોય શકે છે. તેનો પાછળનો જન્મ ખુબ જ રોમાંચક રહ્યો હશે. એ પણ સંભાવના હોય શકે છે કે તમારે ખુબ જ ગરીબીનો સામનો પણ કરવો પડે. ચાર નંબરના જાતકો સેનામાં પણ રહ્યા હોવાની સંભાવના છે અને તેમાં તેમણે ખુબ જ યોગદાન પણ આપ્યું હોઈ શકે.

નંબર 5 પાંચ નંબરના જાતકો તેના પૂર્વ જન્મમાં યુદ્ધના માહોલમાં રહ્યા હશે. તેણે ઘણા બધા યુદ્ધો પણ કરેલા હશે. ઘણા લોકો એવા પણ હશે જેણે યુદ્ધ પછી ફરી પોતે પોતાનું જીવન વ્યવસ્થિત કરવું પડ્યું હોય.

નંબર 6 છ ના જાતકોનો સંબંધ જીસસ ક્રાઈસ્ટના સમયથી છે. તે ઈસા મસીહ સાથે જોડાયેલા હશે અથવા મહાત્મા બુદ્ધ સાથે જોડાયેલા હશે. તમારા દરેક જન્મમાં તમે પ્રેમ અને ત્યાગનો પરિચય આપતા રહ્યા છો. તમારો પાછળના જન્મનો બધો જ સમય ધ્યાન અને આધ્યાત્મમાં વીત્યો હશે.

નંબર 7 આ અંકના લોકો પોતાનામાં જ આધ્યાત્મનો પરિચાયક છે. એવા લોકો જેનો નંબર સાતનો અંક આવ્યો છે તે નિશ્વિત રીતે પોતાના પાછળના જન્મમાં ધાર્મિક અને આધ્યાત્મિક રહ્યા હશે. ઈશ્વરથી નજીક રહેવું તેને માટે ખુબ જ જરૂરી હતું. એવું પણ છે કે તમે તમારા પરિવારના વડીલ અથવા આદરણીય વ્યક્તિ પણ રહ્યા હોવ. પરંતુ એકવાત બીજી પણ હોય શકે છે કે તમે ધર્મનો શિકાર પણ રહ્યા હોવ. તમારા પ્રાણ ધર્મની આડમાં લેવામાં આવ્યો હોય.

નંબર 8 જે લોકોનો સંબંધ આઠ નંબરથી છે તે પાછળના જન્મમાં ચીકીત્ચાથી જોડાયેલા હોવ અથવા તો ઉપરી શક્તિઓથી સામાન્ય વ્યક્તિઓને મુક્તિ આપવાનું કામ કરતા હતા. તમે વકીલ પણ હોઈ શકો છો. પરંતુ એક વાત સાચી છે કે તમે ભલે કંઈ પણ રહ્યા હોવ પણ ધનનું તમારા પૂર્વ જન્મમાં ખુબ જ મહત્વ રહ્યું હશે. તમે ખુબ જ ધની રહ્યા હશો અથવા એટલા નિર્ધન કે તમારા મૃત્યુનું કારણ ભૂખ અને તરસ રહી હોય.

નંબર 9 ન્યુંમ્રોલોજીમાં જેનો અંક નવ છે તે જન્મો જન્મોથી માત્ર નેતૃત્વ કરતા આવ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે તે નેતૃત્વ કરવાની ભૂમિકામાં ન પણ હોય તેને ક્યાંકને ક્યાંક એ એહસાસ થતો હોય છે કે તે જ બધાના લીડર છે. તે લોકો દરેકનું ધ્યાન રાખે છે. પરંતુ ક્યારેય પણ પોતાના વિશે નથી વિચારતા. જો તમારો નંબર 9 આવ્યો છે તો શક્ય છે કે પાછળના જન્મમાં માતાપિતાનો સંબંધ તમારી સાથે સારો ન હોય.

તો આ રીતે જાણો તમે શું હતા પૂર્વ જન્મમાં.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “એક થી નવ અંક પરથી જાણો કે તમે પાછળના જન્મમાં શું હતા. તમારા મિત્રો જોડે શેર કરો”

Leave a Comment