ધરતી પર થતું આ દેવતાઓનું ફળ શરીર માટે છે અઢળક ગુણોથી ભરપુર, શરીરની અનેક બીમારીઓ રાખશે આજીવન દુર.. જાણો આ ફળનો ઈતિહાસ અને ગુણો…

દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આવા ફળોમાં એક નાશપતિ છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. આ શરીરની ઇમ્યુનિટી પણ મજબૂત કરે છે. એવું કહેવાય છે કે ભારતમાં નાસપતિ ફળ યુરોપ અને ઇરાનના રસ્તાથી આવ્યુ. નાસપતિથી જોડાયેલી કેટલીક રસપ્રદ જાણકારીઓ વિશે જાણવા સંપૂર્ણ લેખ વાંચો.

ખાટી-મીઠી રસદાર નાસપતિમાં વિટામિન અને મિનરલ ભરપૂર હોય છે, તેના આ જ ગુણ માનવ શરીરની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવે છે, જે મનુષ્યને સ્વસ્થ રાખે છે, હજારો વર્ષોથી ખાવામાં આવતું આ ફળ શરીરમાં લોહીની કમીને પૂરી કરે છે. નાસપતિને દેવતાઓનું ફળ પણ કહેવામાં આવ્યું છે.પશ્ચિમી દેશોમાં નાસપતિને બટર ફ્રુટ પણ કહેવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે પાક્યા બાદ આ ખાતા સમયે એટલું મુલાયમ લાગે છે કે જે જાણે માખણ હોય. આખા વિશ્વમાં નાસપતિની લગભગ 3000 જાતો ઉપલબ્ધ છે. ભારતમાં નાસપતિ, નાગ અને બબ્બુગોશા એક જ છે. ભારતમાં મળતી નાસપતિ થોડીક કઠણ અને ઓછી નરમ હોય છે અને થોડા દિવસો સુધી સંગ્રહિત કરી શકાય છે જ્યારે યુરોપિયન નાસપતિ નરમ એકદમ રસદાર હોય છે. આ ઝાડ પર જ પાકે છે અને તેને વધુ સમય સુધી સંગ્રહિત કરી શકાતી નથી. ભારતમાં તેને બબ્બુગોશા કહેવાય છે.

આ ફળના છે અનેક ઉત્પત્તિ કેન્દ્ર:- સંશોધન પ્રમાણે નાસપતિના મૂળ કેન્દ્ર દુનિયામાં અલગ-અલગ પ્રદેશોમાં રહ્યા છે. વિશેષરૂપે આ ફળના ચાર મૂળ કેન્દ્ર છે  જેમાં પહેલો ફળદ્રુપ અર્ધચંદ્રાકાર પ્રદેશ છે, જે ઈઝરાયેલથી લઈને ઈરાન-ઈરાક અને તુર્કમેનિસ્તાન સુધીનો છે. બીજા કેન્દ્રને મધ્ય પૂર્વ કહેવામાં આવે છે, જેમાં આંતરિક એશિયાનો વિસ્તાર શામેલ છે. ત્રીજું કેન્દ્ર મધ્ય એશિયાટિક માનવામાં આવે છે,જેમાં ભારત, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન વગેરેનો સમાવેશ થાય છે. ચોથું કેન્દ્ર ચીન અને દક્ષિણપૂર્વ એશિયા માનવામાં આવે છે, જેમાં ચીન, તાઈવાન, થાઈલેન્ડ, મલેશિયા, કોરિયા, વિયેતનામનો સમાવેશ થાય છે. આ એવા પ્રદેશો છે જ્યાં હજારો વર્ષ પૂર્વે શાકભાજી અને ફળોને ઉગાડવા માં આવતા હતા અને જાનવરોને પણ પાલતુ બનાવવામાં આવતા હતા. સંશોધન પ્રમાણે નાસપતિના મૂળ કેન્દ્રો દુનિયાના અલગ અલગ પ્રદેશોમાં રહ્યા છે.

હોમરે કહ્યું દેવતાઓનું ફળ છે નાસપતિ:- એક રિપોર્ટ પ્રમાણે એવું પણ કહેવાય છે કે નાસપતિની ઉત્પત્તિ કેન્દ્ર પશ્ચિમી યુરોપ અને ઉત્તરી આફ્રિકામાં પણ છે. આ ઉત્પત્તિ કેન્દ્રોથી એ વાત સાબિત થાય છે કે દુનિયામાં નાસપતિ હજારો વર્ષો પૂર્વ એકસાથે કે અલગ અલગ ઉપજ થઈ અને તેને પોતાનો સ્વાદ આખા વિશ્વને ચખાડ્યો. જો તેની ઉપજનો સમય જોઈએ તો, ચીનમાં ઈ.સ. 2000 વર્ષ પૂર્વે આની ખેતી કરવામાં આવી રહી હતી.

બીજી તરફ ગ્રીસમાં ઈ.સ. 1000 વર્ષ પૂર્વે જન્મેલા પ્રખ્યાત કવિ હોમરે પોતાના મહાકાવ્ય Odyssey માં નાસપતિને ‘દેવતાઓનું ફળ’ કહ્યુ છે. કહેવાય છે કે ભારતમાં નાસપતિ ફળ યુરોપ અને ઇરાનના રસ્તે આવ્યુ. જાણીતા લેખક યુક્તેશ્વર કુમારે તેમના પુસ્તક ‘A History of Sino-Indian Relations’ માં લખ્યું છે કે આલૂ અને નાસપતી પૂર્વીય હાન સમયગાળા એટલે કે ઈ.સ. પૂર્વે 25 થી 220 વર્ષ દરમિયાન ભારતમાં આવ્યા હતા.જ્યારે તમાકુ ન હતી ત્યારે નાશપતિ ના પાનનો ઉપયોગ થતો:- તમને જણાવીએ કે આ ફળના નામની સાથે નાશ જોડાયેલો છે, તેથી ભારતમાં કેટલાક શુભ અવસરો પર આનો ઉપયોગ નથી થતો. બીજી તરફ ચીનમાં નાસ પતિના ઝાડ સુકાઈ જવા કે કાપી નાખવાથી તેને અચાનક મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે. તમને આશ્ચર્ય થશે કે પ્રાચીન સમયમાં જ્યારે તમાકુનું ઉત્પાદન નતું થતું ત્યારે નાસપતિના પાન નો ધુમાડો પીવાની પરંપરા હતી.

નાસપતિના લાકડાનો ઉપયોગ સંગીતના વાજિંત્રો અને ફર્નિચર બનાવવામાં કરવામાં આવતો હતો. રસોઈમાં પણ તેનો વધારે ઉપયોગ થતો હતો, કારણકે તેમાંથી કોઈ ગંધ કે રંગ નીકળતો ન હતો અને પાણીમાં તેનું લાકડુ ખરાબ થતુ ન હતુ. જૂના સમયમાં આર્કિટેક્ટની સ્કેલ પણ નાસપતિના લાકડામાંથી બનતી હતી , કારણ કે લાંબા અને પાતળા આકારમાં કાપ્યા પછી પણ તેમાં તિરાડ પડતી નથી. આજકાલ નાસપતિનો ઉપયોગ કેક, સલાડ, જામ, જેલી, મુરબ્બો વગેરે બનાવવા માટે કરવામાં આવે છે.

આમાં ઉપલબ્ધ તત્વો શરીરને સ્વસ્થ રાખે:- આ રસદાર ફળ ગુણોના મામલામાં લાજવાબ છે. આમાં ઘણાં બધાં વિટામિન અને ખનીજ હોય છે જેમાં કોપર, આયર્ન, પોટેશિયમ, મેન્ગેનીઝ અને મેગ્નેશિયમની સાથે સાથે  બી-કોમ્પલેક્સ વિટામિન જેવા ફોલેટ, રાઇબોફ્લેવિન અને વિટામિન બી 6 વગેરે સામેલ છે. આ રેસાથી ભરપૂર હોય છે જેના કારણે નાશપતિ પ્રતિરક્ષા પ્રણાલીને શ્રેષ્ઠ બનાવે છે અને શર્કરા વધુ હોવાના કારણે શરીરને ઉર્જા પ્રદાન કરે છે.નાસપતિ કેલ્શિયમથી ભરપૂર હોય છે, જેનાથી હાડકાથી જોડાયેલી સમસ્યાઓથી બચાવ થાય છે. આમાં ઠીકઠીક ઉપલબ્ધ થતું વિટામીન સી શરીરની સંરક્ષણ પ્રણાલિને સુધારે છે. આમાં આયર્નની માત્રા પણ વધારે હોય છે જેના કારણે હિમોગ્લોબીનું સ્તર વધે છે. જેનાથી એનિમિયાના જોખમને દૂર કરી શકાય છે. નુટ્રીશનના જણાવ્યા પ્રમાણે નાસપતિ તરસ છીપાવે છે, લીવરને સ્વસ્થ રાખે છે, આમાં ઔષધીય ગુણ પણ હાજર હોય છે. ઝાડા અને ઊલટી થવા પર આનું સેવન કરવાથી રાહત થાય છે.

વધુ ખાવાથી પેટમાં થાય છે ગડબડ:- આ ફળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. નાસપતિમાં કેટલાક વિશેષ પ્રકારના યોગિક ઉપલબ્ધ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે, હાઇબ્લડપ્રેશર અને હૃદયના હુમલાના જોખમોને દૂર કરવામાં મદદ કરે છે. તેથી જ્યારે નાસપતિની સિઝન હોય તો ડાયટમાં અવશ્ય સામેલ કરવું જોઇએ. જોકે આનું વધુ પડતું સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. સુગરના દર્દીઓએ આનુ વધુ સેવન ન કરવું જોઈએ. જો ગળામાં સમસ્યા હોય અને તાવ જેવો અહેસાસ થતો હોય તો આનુ સેવન કરવાથી બચવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment