ચોખા કે અન્ય અનાજમાં કાંકરીઓ કે જીવાત અલગ કરવાની એકદમ સરળ ટેક્નિક, ઉમેરીદો આ એક વસ્તુ… જીવાત પણ નહિ પડે અને અને અનાજ પણ નહીં બગડે

જો કે ચોખાનો ભારતના ઘણા વિસ્તારોમાં પ્રયોગમાં લેવામાં આવે છે. તેને અલગ અલગ રીતે રાંધવામાં આવે છે. આ સિવાય તેને પોતાની ડાયેટમાં સામેલ કરવાથી પણ ઘણો લાભ મળે છે. તેની ખુબ જ અલગ અલગ વેરાયટી બનાવવામાં આવે છે. ભારતના ઘણા રાજ્યોમાં ચોખા મુખ્ય ખોરાક છે. પણ જો ચોખાને વધુ સમય માટે સ્ટોર કરવા છે તો તેમાં ઘણી વખત જીવાત પડી જતી હોય છે, આ સિવાય જો ચોખામાં કાંકરા વગેરે છે તો તેની સફાઈ કરવી ખુબ જ મુશ્કેલ છે. 

જો કે ચોખામાં સફેદ જીવાત ખુબ ઝડપથી થઇ જાય છે અને તેને દુર કરવી ખુબ જ મહેનતનું કામ છે. પણ જો તમને ચોખાને સાફ કરવાની ટીપ્સ ખબર હોય તો ચોખા સ્ટોર કરવા સરળ બની જાય છે. આથી જ આજે અમે તમને ચોખાને સાફ કરવાની સરળ ટીપ્સ જણાવીશું.

1) ટ્રાન્સપરેન્ટ વાસણમાં ચોખાને ધોવો : ટ્રાન્સપરેન્ટ વાસણ એટલે કે કાણા વાળા વાસણમાં ચોખાને ધોવાથી ગંદકી અને માટી સરળતાથી દેખાય જાય છે. જયારે આજે બજારમાં આવા વાસણ મળે છે, જેમાંથી પાણી સરળતાથી નીકળી જાય છે. આમ ચોખા સાફ થઇ જાય છે. જો તમે કાણા વાળા વાસણમાં ચોખાને ધોવો છો તો એક બે વખત આંગળીઓથી તેને મસળો આમ કરવાથી કાંકરા દેખાય છે અને તમે તેને કાઢી શકો છો. ખાસ કરીને કાણા વાળા વાસણમાં ચોખાને ધોવાથી જીવાત જલ્દી નીકળી જાય છે.

2) ગરમ પાણીથી ચોખાને ધોવો : જો તમે ચોખાને સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો છો તો તેનાથી બે ફાયદાઓ થાય છે. પહેલું કે ગરમ પાણીથી માટી તરત જ ઓગળી જાય છે. બીજું કે તેનાથી સફેદ અને કાળી જીવાત મરી જાય છે. આમ ચોખાની જીવાત ઉપર તરવા લાગે છે, અને તમે તેને બહાર કાઢી શકો છો. તમે ઠંડા અથવા તો નવશેકા ગરમ પાણીથી આ પ્રયોગ કરીને જુઓ તમને ખ્યાલ આવી જશે.

3) ચોખાના કાંકરાને થાળીમાં વીણો : જો ચોખામાં કાંકરાઓ છે, તો તેની સફાઈ સ્ટીલની થાળીમાં સારી રીતે થઇ શકે છે. આ સિવાય તમે થાળીમાં વીણવાની જગ્યાએ સૂપડામાં ફટકારી પણ શકો છો. કાંકરાઓ થોડા ભારે હોય છે તે તરત જ આગળ આવી જાય છે. આમ તમે થાળીમાં કાંકરા વીણી શકો છો અથવા તો સૂપડામાં તેને ફટકારી પણ શકો છો. આ ખુબ જ સરળ પ્રયોગ છે ચોખામાંથી કાંકરા કાઢવાનો.

4) ઓછામાં ઓછી 3 વખત ચોખાને ધોવો : ઘણા લોકો ચોખાને ઉતાવળમાં માત્ર એક વખત જ ધોવે છે, પણ જો તમે ચોખામાંથી કાંકરા અને જીવાતને પૂરી રીતે સાફ કરવા માંગતા હો તો તેને ઓછામાં ઓછી ત્રણ વખત જરૂર ધોવા જોઈએ. આ સિવાય જો તમે ચોખાને 3 વખત ધોવો છો તો પછી તેને પ્રી-સોક કરવાની જરૂર નથી રહેતી. આ સિવાય જો તમારા ચોખામાં જીવાત થઇ ગઈ છે તો તેને એક વખત ગરમ પાણીથી જરૂર ધોવો.

ચોખાને લાંબો સમય સ્ટોર કરવા શું કરવું જોઈએ? :

1) ચોખાને સ્ટોર કરતી વખતે તેમાં તમાલપત્ર રાખો તેની સુગંધથી જીવાત નથી થતી. 2) આ સિવાય તમે લવિંગ પણ રાખી શકો છો તેનાથી પણ ચોખામાં જીવાત નથી થતી.

3) બાકસના બોક્સને કપડામાં લપેટીને ચોખા સાથે સ્ટોર કરો. તેમાં વધુ પ્રમાણમાં સલ્ફર હોય છે, જેનાથી જીવાત દુર રહે છે, પણ આમ કરવા પર ચોખાનો ધોઈને ઉપયોગ કરવો જોઈએ.

4) જો ચોખામાં ખુબ જ જીવાત થઇ ગઈ છે તો તેને થોડી વાર તડકામાં ખુલ્લા મૂકી દો. ગરમીને કારણે જીવાત નીકળી જશે. 5) ઘણા મસાલાઓ જેવા કે આદુ, લસણ અને આખી હળદર પણ ચોખાને સ્ટોર કરતી વખત તેમાં રાખી શકાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment