લગાવી દો ઘરમાં રહેલી આ 1 વસ્તુ… ગમે તેવા કાળા અને મેલા થઈ ગયેલા સ્વીચ બોર્ડ ફક્ત 5 મિનીટમાં થઈ જશે એકદમ સાફ, ચમકદાર અને નવા જેવા ક્લીન….

મિત્રો તમે જયારે પણ તમારા ઘરની સફાઈ કરો છો, ત્યારે તમે જોયું હશે કે તમારા ઘરના સ્વીચ બોર્ડ કાળા પડી ગયા હોય છે. તેને સાફ કરવા મુશ્કેલ હોય છે. અથવા તો તે ઝાંખા થઈ જાય છે. આ સમયે તમે કેટલીક ટીપ્સને અપનાવીને તેને ફરીથી સફેદ કરી શકો છો. ઘરની સફાઈ પર લગભગ દરેક વ્યક્તિ ધ્યાન આપે છે, પરંતુ સ્વિચ બોર્ડની સફાઈ પર કોઈ ધ્યાન આપતું નથી. નિયમિત સમયે સ્વિચ બોર્ડની સફાઈ ન કરવાથી તે એટલા કાળા થઈ જાય છે કે દીવાલ પર ગંદા દેખાય છે.

એવામાં જો તમારા પણ રસોડા, બાથરૂમ વગેરે જગ્યાઓના સ્વિચ બોર્ડ કાળા થઈ ગયા હોય અથવા કઇંક વધારે જ ડાઘ-ધબ્બા થઈ ગયા હોય તો પછી તમે આ લેખ જરૂરથી વાંચો. આ લેખમાં અમે તમને અમુક ટિપ્સ હેન્ડ હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે કાળા થઈ ગયેલા સ્વિચ બોર્ડને એકદમ ક્લીન કરી શકો છો. આવો જાણીએ, સૌથી પહેલા કરો આ કામ…1) ઘરના સ્વિચ બોર્ડને કેવી રીતે સાફ કરશો:- કાળા પડી ગયેલ સ્વિચ બોર્ડની સફાઈ કરવી કોઈ મોટી વાત નથી, પરંતુ સફાઈ પહેલા તમારે અમુક મુખ્ય વાતો પર ધ્યાન આપવું જોઈએ. જેમ કે, સ્વિચ બોર્ડની સફાઈ પહેલા પાવર કટ કરવો. પાવર કટ કર્યા પછી ઘરના અન્ય સદસ્યોને જરૂરથી ઇન્ફોર્મ કરવું, કારણ કે ભૂલથી સફાઈ દરમિયાન કોઈએ ઓન કરી દીધું તો મુશ્કેલી વધી શકે છે. 

2) ટૂથપેસ્ટનો ઉપયોગ:- જી હા મિત્રો, ટૂથપેસ્ટ માત્ર દાંતની સફાઈ કરવા માટે જ નહિ, પરંતુ સ્વિચ બોર્ડ સાફ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. કિચનના સ્વિચ બોર્ડ પર તેલ, શાકભાજી, મસાલા વગેરેના ડાઘ વધારે લાગેલા હોય તો, તમે ટૂથપેસ્ટથી બોર્ડને એકદમ ક્લીન કરી શકો છો, તે માટે ફોલો કરો આ ટિપ્સ…

ઉપયોગની રીત:- સૌથી પહેલા 3 થી 4 ચમચી ટૂથપેસ્ટને એક વાસણમાં લો. હવે તેમાં 2 ચમચી બેકિંગ સોડા લઈ તેને સરખી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં પાણીના થોડા ટીપાં લઈ લેપની જેમ પેસ્ટ તૈયાર કરી લો. હવે આ લેપને સ્વિચ બોર્ડ પર લગાડીને લગભગ 10 મિનિટ માટે એમ જ છોડી દો. 10 મિનિટ પછી ટૂથબ્રશ કે ક્લીનિંગ બ્રશથી સાફ કરીને કપડાથી લૂછી લો. સાફ કર્યા પછી તમે જોશો કે, સ્વિચ બોર્ડ એકદમ નવું થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, બેકિંગ સોડા અને ટૂથપેસ્ટનું મિશ્રણ ડાઘના ક્રિસ્ટલને સક્રિય કરવાની સાથે સાથે નરમ પણ કરે છે જેના કારણે સ્વિચ બોર્ડ સરળતાથી સાફ થઈ જાય છે.આ વસ્તુઓનો પણ કરી શકાય છે ઉપયોગ:- કાળા પડી ગયેલા સ્વિચ બોર્ડની સફાઈ માટે તમે માત્ર ટૂથપેસ્ટ જ નહિ, પરંતુ અન્ય ઘણી વસ્તુઓના ઉપયોગથી પણ સફાઈ કરી શકો છો. જેમ કે, સિરકા, લીંબુનો રસ અને હાઈડ્રોજન પેરોક્સાઈડ વગેરે વસ્તુઓથી સફાઈ કરી શકાય છે. આ વાતોનુ પણ રાખવું ધ્યાન. સ્વિચ બોર્ડ સાફ કર્યા બાદ લગભગ 1 કલાક સુધી પાવર ઓન ન કરવો. સાફ કર્યા બાદ 3 થી 4 વખત સાફ કપડાથી બોર્ડ જરૂરથી લૂછી લેવું. સફાઈ દરમિયાન પગમાં ચંપલ અને હાથમાં ગ્લવ્સ જરૂર પહેરવા.

3) શેવિંગ ક્રીમનો કરવો ઉપયોગ:- ઘરના પુરુષ દાઢી કરવા માટે શેવિંગ ક્રીમનો ઉપયોગ કરે છે, પરંતુ આ જ ક્રીમથી તમે દીવાલ પર લાગેલા સ્વિચ બોર્ડની પણ સફાઈ કરી શકો છો. તે માટે તમારે થોડીક શેવિંગ ક્રીમ સ્વિચ બોર્ડ પર લગાડવાની રહેશે અને પછી તેને જૂના ટૂથબ્રશની મદદથી સરખી રીતે રગડી લો.

આમ કરવાથી સ્વિચ બોર્ડ પર લાગેલ ગંદકી સરળતાથી સાફ થઈ જાય છે. ત્યાર પછી કોઈ સાફ કપડાંથી સ્વિચ બોર્ડને સરખી રીતે સાફ કરી લો, જેથી તેના પર લાગેલી શેવિંગ ક્રીમ દૂર થઈ જાય. આ પ્રકારે શેવિંગ ક્રીમનો ઉપયોગ કરીને તમે સ્વિચ બોર્ડ પર જામેલી જૂનામાં જૂની ગંદકી સાફ કરી શકો છો. 4) નેઈલપેંટ રીમુવરથી સાફ કરો સ્વિચ બોર્ડ:- તમે નખ પરથી નેઈલપેંટ દૂર કરવા માટે રીમુવારનો ઉપયોગ જરૂર કર્યો હશે, જે ખુબ સરળતાથી નખને સાફ કરે છે. એવામાં તમે નેઈલપેંટ રીમુવરનો ઉપયોગ સ્વિચ બોર્ડની સફાઈ માટે પણ કરી શકો છો. જેના માટે તમારે કોટનમાં રીમુવર લગાડીને હળવા હાથે તેની સફાઈ કરવાની રહેશે. 

આમ કરવાથી રીમુવરમાં રહેલ તત્વ ગંદકીને બાળવાનું કામ કરે છે, જેનાથી સ્વિચ બોર્ડ સરળતાથી સાફ થઈ જાય છે. જો સ્વિચ પર લાગેલા ડાઘ જૂના હોય તો, તમે રીમુવરને બે થી ત્રણ વખત ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે માત્ર અમુક જ મિનિટોમાં નેઈલપેંટ રીમુવરથી તમારા ઘરના સ્વિચ બોર્ડ ચમકી ઊઠે છે. 

5) લીંબુ અને મીઠાના મિશ્રણથી કરો સફાઈ:- લીંબુ અને મીઠાનું મિશ્રણ ખુબ સારું ક્લીનિંગ એજન્ટ છે. જેની મદદથી તમે સ્વિચ બોર્ડ પર લાગેલ, જૂનમાં જૂના ડાઘ સરળતાથી સાફ કરી શકો છો. તે માટે તમારે લીંબુને કાપી તેના પર મીઠું લગાવી તેને સ્વિચ બોર્ડ પર ઘસવાનું રહેશે.હવે તેને 2 થી 3 મિનિટ સુધી એમ જ રહેવા દો. પછી સ્ક્રબ કે ટૂથબ્રશની મદદથી તેને રગડીને સાફ કરી લો. છેલ્લે સ્વિચ બોર્ડને સાફ કપડાંની મદદથી સાફ કરી લો. ત્યાર પછી તમારું જૂનું સ્વિચ બોર્ડ એકદમ નવું ખીલી ઊઠે છે. 

6) ટોઈલેટ ક્લીનરથી સફાઈ:- સ્વિચ બોર્ડની સફાઈ માટે તમે ટોઈલેટ ક્લીનરનો પણ ઉપયોગ કરી શકો છો. જે સરળતાથી સ્વિચ બોર્ડ પર લાગેલા ડાઘ દૂર કરી શકે છે. તે માટે તમારે સ્વિચ બોર્ડ પર ટોઈલેટ ક્લીનર લગાડીને તેને સ્ક્રબ કે બ્રશની મદદથી રગડવાનું રહેશે. ત્યારબાદ તેને સુતરાવ કપડાથી સાફ કરી લો. જેનાથી સ્વિચ બોર્ડ એકદમ નવું થઈ જાય છે.

આ પ્રકારના સરળ ટિપ્સ ફોલો કરીને તમે સરળતાથી ઘરે સ્વિચ બોર્ડની સફાઈ કરી શકો છો. જેના કારણે સ્વિચ બોર્ડની ગંદકી સાફ થાય છે અને તમારા ઘરની રોનક અને ચમક પણ ઘણી વધી જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

 

Leave a Comment