બોલીવુડની ફ્લોપ હિરોઈન કરે છે આવા આવા કામ… જે કામ વિશે તમે જાણશો તો ચોકી જશો.

આજે બોલીવુડમાં ઘણા લોકો પોતાના સપનાઓને સાકાર કરવા આવતા હોય છે. મિત્રો આજકાલના ઘણા લોકો એવા સપના જોતા હોય છે કે હું પણ બોલીવુડમાં એક પ્રખ્યાત હીરો કે હિરોઈન બની જાવ અને એક ખુબ સારું નામ હોય અને પૈસા પણ કમાવ. જેમાં અમુક લોકોના જો કિસ્મત ચમકી જાય તો એ ખુબ જ સફળ થાય છે. પરંતુ અમુક લોકો લાખ કોશિશ કરવા છતાં પણ સફળ નથી થઇ શકતા. તો આજે અમે તમને બોલીવુડની અમુક એવી જ અભીનેત્રો વિશે તમને જણાવશું. જે બોલીવુડમાં આવી તો ગઈ પરંતુ તેનું કરિયર એટલું બધું આગળ વધ્યું નહિ.

પરંતુ તે અભિનેત્રીઓ આજે પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે. તો આજે અમે તે અભિનેત્રીઓ અને તેની કમાણી ક્યાંથી આવે છે તેના વિશે જણાવશું. જેમનું ફિલ્મી કરિયર ફ્લોપ થઇ ગયું પરંતુ આજે પણ તે ખુબ જ પૈસા કમાઈ લે છે. જેનું સાચું કારણ ખુબ જ અજુગતું છે. તો ચાલો જાણીએ એવું શું કરે છે આ અભિનેત્રીઓ કે હજુ પણ કરોડોની કરે છે કમાણી.

સૌથી પહેલા વાત કરીએ અભિનેત્રી અલી અવરામની. (ઉપર નો ફોટો) અલી અવરામ મિકી વાયરસ નામની ફિલ્મથી ખુબ જ પ્રખ્યાત થઇ હતી. તેની પહેલા તે બોલીવુડમાં નાના મોટા રોલ કરતી હતી અને મોડલિંગ પણ કરતી હતી. આ ઉપરાંત તેણે બિગબોસમાં પણ કામ કર્યું, પરંતુ તેનું બોલીવુડ કરિયર ખુબ જ ફ્લોપ રહ્યું. પરંતુ તેમ છતાં પણ આજે તે સારી એવી પોપ્યુલારીટી મેળવી રહી છે. અલી અવરામ ઘણી ઇવેન્ટમાં પણ નજર આવે છે. અલી અવરામ આજે ઇવેન્ટમાંથી ખુબ જ પૈસા કમાઈ લે છે. તમને જણાવી દઈએ કે તે એક ઇવેન્ટમાં હાજરી આપવાના 6 થી 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત કોઈ પણ ઇવેન્ટમાં પરફોર્મ કરવાના અલગથી 6 થી 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જેના કારણે તે આજે મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરે છે.

આ લીસ્ટમાં મોડલ ગોહર ખાન (ઉપર નો ફોટો ) પણ આવે છે. ગોહર ખાને બિગબોસમાં આવ્યા બાદ પોતાની ઓળખ ઉભી કરી હતી. પરંતુ બોલીવુડમાં તે કામ કરતી હતી, પરંતુ તેને કોઈ ખાસ કામ મળતું ન હતું. તેની ઉંમરના કારણે તેને કામ મળવું ખુબ જ મુશ્કેલ હતું. તેથી તે એક સારી અભિનેત્રી કે મોડલ પણ સાબિત ન થઇ શકી. તેથી ગોહરે ઇવેન્ટનો સહારો લીધો. આજે તે ઇવેન્ટ કરીને લગભગ 6 થી 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેમજ ઇવેન્ટમાં પરફોર્મન્સ આપવાના તે 10 થી 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

આ લીસ્ટમાં હજુ એક અદાકારા છે જેનું નામ છે શ્રેયા સરણ(નીચે નો ફોટો) . શ્રેયા સરણ ફિલ્મ દૃશ્યમમાં અજય દેવગન સાથે નજર આવી હતી. પરંતુ મિત્રો દૃશ્યમ ફિલ્મ ખુબ જ હીટ પણ રહી હતી. શ્રેયાએ બોલીવુડ ઇન્ડઝસ્ટ્રીમાં ખુબ ઓછું કામ કર્યું છે. પરંતુ સાઉથની તે ટોપની અભિનેત્રી છે. આ સાથે તે ઘણી ઇવેન્ટોમાં પણ નજર આવે છે. ઇવેન્ટમાં જવાના 7 થી 10 લાખ રૂપિયા લે છે. જેના કારણે તે પોતાના ફિલ્મી કરિયરમાં ન હોવા છતાં પણ ખુબ જ પૈસા કમાઈ લે છે.

ત્યાર બાદ વાત કરીએ બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયાની(નીચે નો ફોટો) . તો નેહાએ પોતાના શરૂઆતી કરિયરમાં ખુબ હીટ ફિલ્મોમાં કામ કર્યું અને સારી એવી પોપ્યુલારીટી મેળવી હતી. પરંતુ તે એક ટોપ અભિનેત્રી ન બની શકી. તેથી તે બોલીવુડની જગ્યાએ ટીવી સીરીયલમાં નજર આવી અને ઘણી બધી ઇવેન્ટોમાં પણ સક્રિય છે. તે ઇવેન્ટમાં આવવાનો ચાર્જ પુરા 10 લાખ રૂપિયા લે છે. તો લગ્નમાં જવાના 12 થી 13 લાખ ચાર્જ કરે છે. આ ઉપરાંત ઇવેન્ટમાં ડાન્સ પરફોર્મન્સ આપવાનું હોય તો તે 15 લાખ સુધી ચાર્જ કરે છે.

આવી જ એક અભિનેત્રી છે ચિત્રાંગદા સિંહ. મિત્રો ચિત્રાંગદા સિંહના ફિગર અને અભિનયના ઘણા લોકો દીવાના છે. તેમ છતાં પણ ચિત્રાંગદા સિંહને બોલીવુડમાં કોઈ ખાસ કામ મળતું નથી. પરંતુ તે હાલ બોલીવુડમાં નાના મોટા પાત્રો ભજવતી નજર આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેના લગ્ન થઇ ચુક્યા છે. તેથી તે આમુક ફિલ્મો કરવાની ના પણ પાડી દે છે. પરંતુ ઇવેન્ટમાં તે ખુબ જ કમાણી કરે છે. એક ઇવેન્ટમાં જવાના તે 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. નાના લગ્ન માટે પણ 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે કોઈ પણ ઇવેન્ટમાં પરફોર્મન્સ આપવાનું હોય તો તે લગભગ 18 થી 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

તો મિત્રો આ રીતે આ ફ્લોપ અભિનેત્રીઓ પણ ઇવેન્ટસ દ્વારા ઘણું કમાઈ લે છે. તેમજ આ અભિનેત્રીઓ પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટ પર પણ ઘણી બધી બ્રાંડનું પ્રમોશન કરે છે. તે બ્રાંડને પ્રમોટ કરવાના પણ લાખો અને કરોડો કમાઈ લે છે.

તો મિત્રો કોમેન્ટમાં એક વાત જણાવો કે અભિનેત્રી તમારી ફેવરીટ છે?
એક કરતા વધુ હિરોઈનના નામ પણ જણાવી શકશો..

Leave a Comment