તીડના ઝુંડ કરશે હુમલો, આ 5 રાજ્યના ખેડૂતોએ સહન કરવું પડી શકે નુકશાન, શું ગુજરાતમાં આવશે?

મિત્રો આવનાર સમયમાં ખેડૂતોએ ટીડ (ખડમાકડી) ના ઝુંડનો ત્રાસ સહન કરવો પડે તેવું વિશેષજ્ઞો દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ શું છે એ મોટો ખતરો. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો પર્યાવરણ વિશેષજ્ઞોનો એવો દાવો છે કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારષ્ટ્ર સહિતના રાજ્યોમાં ટીડના સમૂહોનો આંતક વધી રહ્યો છે. તેની પાછળનું કારણ છે કે પર્યાવરણના કારણે ઉત્પન્ન થતી સ્થિતિઓ. સાથે સાથે વિશેષજ્ઞોનું કહેવું છે કે ટીડના દળોના પ્રકોપ જુલાઈ મહિનાની શરૂઆત સુધી રહે તેવી આશંકા જણાવવામાં આવી છે.

હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવેલ છે તેની વચ્ચે દેશના પશ્વિમી રાજ્યો પર ટીડના દળોએ પ્રયાણ કર્યું છે. ટીડોના સમૂહોનો પ્રકોપ અઢી દશકમાં પહેલી વાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ જોવા મળ્યો છે. જળવાયું પરિવર્તન પર કામ કરતા પ્રમુખ સંગઠન ક્લાઈમેક ટ્રેન્ડ્સના મુખ્ય અધિકારી આરતી ખોસલાએ જણાવ્યું તે અનુસાર ટીડના ઝુંડનું પેદા થવી અને જળવાયું પરિવર્તન થવું તેની સાથે સીધો સંબંધ છે. આરતીએ જણાવ્યું હતું કે, જળવાયું પરિવર્તનના કારણે લગભગ 5 મહિના પહેલા પૂર્વીય આફ્રિકામાં ખુબ જ વધારે વરસાદ થયો હતો. તેના કારણે જ વધારે પ્રમાણમાં ટીડનો વિકાસ થયો હતો. ત્યાર બાદ ત્યાંથી ટીડોના ઝુંડ આગળ વધતા રહ્યા. ટીડો રોજનું 150 થી 200 કિલોમીટર જેટલું અંતર કાપી નાખે છે. ટીડોના ઝુંડ દક્ષિણી ઈરાન અને પછી દક્ષિણ પશ્વિમી પાકિસ્તાન પહોંચ્યા. ત્યાં પણ અનિયમિત મૌસમની પરિસ્થિતિઓના કારણે પ્રજનન માટે ઉપયુક્ત માહોલ મળી ગયો, જેના કારણે તેની સંખ્યા વધુ વધી ગઈ. હવે ભારત તરફ આવી ગયા છે. ઓછામાં ઓછા જુલાઈ મહિનાની શરૂઆત સુધી ટીડનો પ્રકોપ રહે તેવી આશંકા છે.

આરતીએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય સંગઠન એફ. એ. ઓ. નું મનાવું છે કે, દેશમાં જુન મહિનાથી વરસાદનો મૌસમ ચાલુ થઇ જશે, અને તેના કારણે ટીડનો પ્રકોપ બમણો થઇ જશે. સંયુક્ત રાષ્ટ્રએ પણ ચેતવણી આપી છે કે આ વર્ષે ભારતમાં કિસાનોએ ટીડના સમૂહોનો સામનો કરવો પડશે. ભારતમાં ટીડનો હુમલો ખાદ્ય પદાર્થોની સુરક્ષા માટે ખુબ જ મોટો ખરતો આવી રહ્યો છે.

કૃષિ અને વ્યાપાર નીતિના વિશેષજ્ઞ દેવિન્દર શર્માએ જણાવ્યું હતું કે, ટીડના સમૂહનો હુમલો ખુબ જ ગંભીર છે અને ભવિષ્યમાં હાલાર વધારે મુશ્કેલી વાળા થઈ જાય. હાલ ટીડના ઝુંડ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવી ગયા છે. ખેતી માટે ટીડ દુષ્કાળ કરતા પણ ખરાબ હાલાત ઉભા કરી શકે. તેવી ક્ષમતા ધરાવે છે. પરંતુ ટીડ ભીના વાતાવરણમાં વધારે ઉત્પન્ન થાય છે. ટીડના પ્રજનન માટે વરસાદી વાતારણ અનુકુળ હોય છે. તેના કારણે તે 400 ગણું વધારે પ્રજનન કરી રહ્યા છે. જેના કારણે ટીડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માટે આ વખત ખેડૂતોએ ટીડના સમૂહોના કારણે નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિ સામે આવી રહી છે. એવું જણાય રહ્યું છે કે ખેતીના પાકને નુકશાન કરી શકે.

Leave a Comment